Book Title: Heervijay Suri
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Balgranthavali Karyalay

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુબાના કાન ભંભેરી શકે તે ધાર્યું કરાવી શકતો. એક વખત સુરિજી અમદાવાદ આવ્યા. ત્યાં કેઈએ જઈને સુબા શિહાબખાનને કહ્યું: પરવરદિગાર! આ હીરવિજયસૂરિએ વરસાદને રોકી રાખ્યો છે એટલે વરસાદ પડતો નથી. “હું એસા? જાવ ઉસકે બુલાવ” સુબાએ હુકમ કર્યો. હીરવિજયસૂરિને સભામાં હાજર કર્યા. સુબે કહે, મહારાજ ! આજકાલ વરસાદ કેમ પડતો નથી ? શું આપે બાંધી લીધો છે? સૂરિજી કહે, અમે શા માટે બાંધી લઈએ ? વરસાદ નહિ આવવાથી લેકે દુ:ખી થાય ને લોકો દુઃખી થાય તે અમને પણ કયાંથી શાંતિ મળે? “ઐસા ? સુબો વિચારમાં પડશે. એવામાં શહેરના પ્રસિદ્ધ શેઠ કુંવરજી આવ્યા. તેમણે કહ્યું: મહારાજ ! એતો ફકીર છે. બહુ ખાનદાન ને સારી રીતભાત વાળા છે વગેરે. સુબાએ આથી તેમને છોડી મૂક્યા. સૂરિજી ઉપાશ્રેચે આવ્યા એટલે લોકોને ખુબ આનંદ થયો. એ આનંદ બતાવવા ખુબ દાન કરવામાં આવ્યું. એમાં એક તુરકી સિપાઈને કુંવરજી શેઠ જેડે જામી ગઈ. એણે વિચાર કર્યો કે આનું વેર વાળવું. એથી થોડા દિવસ બાદ તેણે કેટવાળના કાન ભંભેર્યા ને તેણે જઈ ખાનને કહ્યું: સાહેબ એ હીરવિજય તે ઐસા હે તેસા હૈ. ખાન કહે, પકડી લાવે એને. શું ન્યાય! શું બુદ્ધિ! એક ભંભેરણી માત્રથી આવા મહાપુરુષને પકડવાને હુકમ આપ્યો. જેવા ખાન એવા સિપાઈઓ. એ લાંબી દાઢીવાળા સિપાઈએ દોડયા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26