________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“મહારાજ ! આપે મહારા જેષા એક મુસલમાન ઉપર ઉપકાર કર્યો. ઘણે દૂરથી આપને આવવું પડયું માટે હું ક્ષમા યાચું છું. બીજું આપને અમદાવાદના સુબાએ હાથી, ઘોડા કે રથ કંઈ ન આપ્યું ?
નહિ રાજન્ ! તેણે તે તમારી આજ્ઞા પ્રમાણે બધું આપ્યું હતું પણ સાધુ ધર્મના નિયમ પ્રમાણે હું તે વસ્તુઓ સ્વીકારી શક્યો નહિ.
બાદશાહ સાધુના આ આચારથી દિગ બની ગયે. પછી પૂછ્યું: આપ જણાવશે આપના મુખ્ય તીર્થો કયા કયા છે?
સૂરિજીએ કહ્યું : શત્રુંજય ગિરનાર, આબુ, સમેત શિખર, અષ્ટાપદ વગેરે. વળી થોડી થોડી માહીતિ પણ આપી.
પછી બાદશાહની ઈચ્છા સૂરિશ્વરજીની પાસે ધમેંપદેશ સાંભળવાની થઈ. તેથી એકાંત શુદ્ધ જગાએ જઈ ગુરુજીએ તેને ધર્મ સમજાવ્યા
ઈશ્વર જન્મ, જરા અને મરણથી રહિત છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ તેને નથી, તેમ રોગ, શેક અને ભયથી પણ રહિત હોઈ તે અનંત સુખને અનુભવ કરે છે.
જેઓ પાંચ મહાવ્રતનું પાલન કરે, ભિક્ષાથી પિતાને નિર્વાહ કરે, સમભાવરૂપસામાયિકમાં હંમેશાં સ્થિર રહે અને જેઓ ધર્મને ઉપદેશ કરે તેઓ ગુરુ કહેવાય છે.
જેનાથી અંતકરણની શુદ્ધિ થાય-હૃદયની પવિત્રતા થાય અથવા વિષયથી નિવૃત્ત થવું-દૂર થવું તે જ
ધમ
છે. ”
For Private And Personal Use Only