________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાંખે તે બહેતર પણ જૈન મંદિરમાં ન જવું એને શે અર્થ ? સૂરિજીએ કહ્યું: દરેક માણસ પોતાને જ ધર્મ ઉંચે ગણે છે. શુદ્ધ દષ્ટિએ બીજા ધર્મને તપાસતો નથી. આનું પરિણામ ઝેરવેરને મારામારી આવી છે. સૂરિજની આ વાત સાંભળી પાસે બેઠેલા એક બ્રાહ્મણ પંડિતને પણ ખુબ અસર થઈ ને તે બોલ્યાઃ મહારાજનું કહેવું તદન ખરું છે. આવા સાચા મહાત્મા કેટલા હશે?
આમ અનેક વખત બાદશાહને મળી જુદી જુદી બાબતો સૂરિજીએ સચોટ રીતે સમજાવી.
એક વખત અવસર જોઈને બાદશાહે રાજસભામાં સૂરિજીને જગદગુરૂની પદવી આપી અને એની ખુશાલીમાં ઘણું પક્ષીઓને બંધનથી મુક્ત કર્યો. એ સિવાય હરિણ, રોઝ, સસલાં અને એવા બીજાં ઘણું જાનવરોને પણ છોડી મૂક્યાં.
સૂરિજીએ અહીં રહ્યા ત્યાં સુધીમાં બાદશાહ સિવાય બીજા પણ ઘણુ સુકાઓ પર પ્રભાવ પાડો ને જૈન સમાજ તથા જીવ માત્રના હિતના ઘણું કામ કરાવ્યા. ગૂજરાતમાંથી જયાવેરા દૂર કરાવ્યો. સિદ્ધાચલ, ગિરનાર, તારંગા, આબુ, કેસરીયાજી, રાજગૃહી ને સમેતશિખરના પહાડે એ જૈન શ્વેતામ્બરના છે એવું ફરમાન મેળવ્યું. સિદ્ધાચલમાં લેવાતું મુંડકું પણ બંધ કરાવ્યું.
હવે ગુજરાતમાં પધારવા માટે બહુ દબાણ આવતું હતું એટલે પિતાની પાછળ મહાવિદ્વાન શિષ્ય શાંતિચંદ્રજીને મૂકીને વિહાર કર્યો. રસ્તામાં તેઓ મેડતે પધાર્યા ત્યાં સૂરીશ્વરજીને ઓળખનાર ખાનખાના મળે.
For Private And Personal Use Only