Book Title: Heervijay Suri
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Balgranthavali Karyalay

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર કર્યો હતો અને જૈન ધર્મના ઉપદેશક બનાવ્યા હતા. લગભગ બે હજાર સાધુઓના તે ઉપરી હતા જેમાંના કેટલાક મહાન કવિ, વ્યાખ્યાની, તાર્કિક, તપસ્વી, સ્વાધ્યાયીને ક્રિયાકાંડી હતા. એમના શિષ્પાએ પણ જેન શાસનની સેવા કરવામાં ઘણે જ હિસ્સો આપ્યો છે. જેની સંખ્યા એ વખતે લગભગ સાડાત્રણ કોડની હતી. આ વખતે ભારતવર્ષમાંથી મુસલમાનોના ધર્મઝનુનને લીધે અનેક જૈન મંદિરે નષ્ટ થઈ ગયા હતા ને દીર્ધ દૃષ્ટિ આચાર્યોને એની પુનઃ પ્રતિષ્ઠા કરાવવાની તેમજ નવા મંદિરે નિમણુ કરાવવાની જરૂર જણાતી. હતી. સૂરીશ્વરજી જેવા દીદષ્ટિવાળા આચાર્ય. શ્રીએ પોતાના ભકતો પાસે પાંચસો જેટલા નવાં જૈન, મંદિર બનાવડાવ્યા ને પચાસ જેટલાની પતે પ્રતિષ્ઠા કરી. સૂરિજી પાટણ આવ્યા ત્યારે તેમને એક સ્વપ્ન આવ્યું કે પોતે એક હાથી ઉપર સવાર થઈ પર્વત ઉપર ચઢી રહ્યા છે અને હજારો લોકો તેમને નમસ્કાર કરે છે. સૂરિજીએ એ સ્વપ્ન સેમવિજયજીને કહ્યું. તેમણે બહુ વિચાપૂર્વક કહ્યું. મને લાગે છે કે સિદ્ધાચલની યાત્રા થવી જોઈએ. બન્યું એવું કે સૂરિજીએ જવાનું નક્કી કર્યું એટલે તેમની સાથે પાટણના સંઘે જવાનું નક્કી કર્યું ને ગામેગામ કંકોત્રી લખાણી. પછી તો પૂછવું જ શું! એકલા ૮૪ તો સંઘવીએ આવ્યા. સાધુઓની સંખ્યા એક હજાર થઈ. બધા મળીને બે લાખ માણસ થયા. તેમણે ભાવપૂર્વક સિદ્ધાચળની યાત્રા કરી. પછી કાઠીઆ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26