________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
ને ખબર કહેવડાવી કે હીરવિજયજી બાદશાહને મળવા આવે છે એટલે તેણે જઈ બાદશાહને સમાચાર પહોંચાડયા.
બાદશાહે કહ્યું: અહો ! જેની હું લાંબા વખતથી ચાહના કરતો હતો તે આવી પહોંચ્યા ? મને ખુબ આનંદ થાય છે. પણ હમણુ હું ખાસ કામમાં હોવાથી મહેલમાં જાઉં છું. ત્યાંથી આવું ત્યાં સુધી તમે એમની સેવાભકિત કરે. ' સૂરિજીએ વિચાર્યું કેવી વાત? પણ જે થાય તે સારાને માટે.
એકાએક બાદશાહને નહિ મળવાથી ફાયદો જ છે. એક વખત અકબરના વ્હાલા અબુલફઝલ પર છાપ પાડવા દે. તેઓએ અબુલફજલ સાથે ખૂબ વખત વાતચીત કરી. અબુલફઝલ પણ સૂરિજીની વિદ્વતાભરી વાણીથી ખુશ થ. ધર્મચર્ચામાં લગભગ મધ્યાન્હ કાળ થઈ ગયે. સૂરિજી મહાતપસ્વી હતા. કાંઈને કાંઈ તપ તે કરતાજ. તે મુજબ આજે આયંબિલ હતું.
ગોચરી માગી લાવી કોઈ શ્રાવકને ઘેર એકાંતમાં આહાર પણ કરી તેઓ નિવૃત્ત થયા. બાદશાહ પણ ખાઈ પીને પરવાર્યો હતો એટલે ઉતાવળે ઉતાવળે સૂરિજીને મળવા દરબારમાં આવ્યો. સૂરિજી પોતાની મંડળી સાથે ત્યાં જ હાજર હતા. બાદશાહ એ સાધુ મંડળીને જેઈ એકદમ સિંહાસન છેડી પિતાના ત્રણ પુત્રો સાથે બહાર આવ્યા ને હાથ જોડી બોલ્યા :
For Private And Personal Use Only