________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
આ ઉપદેશે બાદશાહના મન ઉપર સચોટ અસર કરી. તેને લાગ્યું કે મહાત્મા ધર્મના ખરેખર જાણકાર છે. પછી બાદશાહે પોતાના પુસ્તકનો ભંડાર મંગાવ્યું અને તમામ પુસ્તકે સૂરિજીની આગળ મૂકયાં.
એ પુસ્તકે ધર્મનાં હતાં ને ખુબ જુનાં હતાં.
સૂરિજી આથી ઘણું જ આશ્ચર્ય પામ્યા. મુસલમાન બાદશાહ વિધમી કહેવાય તે આટલું સાહિત્ય સાચવી રહ્યો છે ? બાદશાહ કહે, મહારાજ ! આ પુસ્તકો સ્વીકારે.
' સૂરિજીએ કહ્યું કે અમારાથી જેટલા ઉઠાવાય તેટલાજ પુસ્તકો અમે રાખીએ છીએ વધારે લઈને અમે શું કરીએ ? પુસ્તકોની જ્યારે અમારે જરૂર પડે છે ત્યારે અમને તે મળી રહે છે. આટલાં બધાં પુસ્તકે પોતાનાં કરીને રાખવામાં આવે તો મને કે મારા શિષ્યને કઈ વખત પણ માલિકીને ભાવ આવી જાય. માટે એનાથી દૂર રહેવું જ સારું. પણ બાદશાહે બહુ આગ્રહ કર્યો ત્યારે એમના નામને ભંડાર ખેલીને એમાં એ રાખવા માટે હા પાડી.
ચોમાસાના દિવસો નજદીક આવવા લાગ્યા. સાધુઓએ એ દરમ્યાન કોઈપણ ઠેકાણે સ્થિર રહેવું જોઈએ. આથી સૂરીશ્વર હીરવિજ્યજીએ ત્યાં ચોમાસું કર્યું.
હવે ચોમાસામાં પર્યુષણના પવિત્ર દિવસે પાસે આવવા લાગ્યા. સંઘે વિચાર કર્યો કે સૂરીશ્વરજી અહીં બિરાજે છે ને બાદશાહ તેમને સારૂં માન આપે છે તે તેમના હાથે કરેડા જીવને અભયદાન અપાવાએ.
For Private And Personal Use Only