________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જીએ આ બધી વાત સાંભળી એક ટુંકું પણ સચોટ વ્યાખ્યાન આપ્યું ને પોતાને અકબર પાસે જવાને નિર્ણય જાહેર કર્યો. શુભ દિવસે સૂરિજીએ પ્રયાણ કર્યું એ વખતે નગરજનેનાં ટેળેટેળાં વિદાય દેવાને આવ્યાં ને તેમની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં. આટલે દૂર સૂરિજી જાય છે તેમના દર્શન ફરી ક્યારે થશે એજ વિચાર સહુને આવતો હતો. ' સૂરિજી અમદાવાદ આવ્યા ત્યારે સુબાએ તેમને ઓળખ્યા ને પોતે એક વખત સતાવ્યા હતા તેને ખુબ પસ્તા થયા. પછી તેમની આગળ હીરા, માણેક, મેતી વગેરે ધર્યા પણ સૂરિજીએ તે લેવાની ના પાડી.
થોડા દિવસ અમદાવાદ રહી તેઓ પાટણ ગયા જ્યાં કેટલાક મંદિરની પ્રતિષ્ઠા કરી. અહીંથી વિમળ-હર્ષ નામના સાધુ ૩૫ સાધુ સાથે આગળ વિહાર કરવા લાગ્યા.
હીરવિજયસૂરીશ્વર અનેક માણસોને પ્રતિબંધ આપતા ને રસ્તામાં આવતા તીથની યાત્રા કરતાં આબુ, રાણકપુર, મેડતા, વગેરે સ્થળે જઈને સાંગાનેર પહોંચ્યા, ત્યારે વિમળહર્ષ વિહાર કરતાં ફત્તેહપુર સિકી પહોંચી ગયા. આગળ જવામાં તેમને હેતુ એ હતો કે બાદશાહ કેવો છે તે જોવું. કદાચ આપણું અપમાન થાય તે કાંઈ નહિ પણ ગુરુજીનું અપમાન તો ન જ થવું જોઈએ. તેઓ ગયા કે તરત થાનસિંધ, માનુકલ્યાણ, અમીપાળ વગેરે જેન આગેવાનને કહ્યું : ચાલો આપણે આદશાહને મળીએ. આથી તેઓ જરા ખચકાયા ને કહ્યું : બાદશાહ વિચિત્ર પ્રકૃતિને માણસ છે. આમ
For Private And Personal Use Only