Book Title: Heervijay Suri
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Balgranthavali Karyalay

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ગાંધાર નગરી શ્રી હીરવિજયજીના જ્ઞાન તથા ચારિત્રથી મુગ્ધ થઈ ગઈ છે. તેમને લાભ લેવાય તેટલો લે છે. વ્યાખ્યાન ચાલી રહ્યું હતું એવામાં અમદાવાદ તથા ખંભાતના આગેવાન શ્રાવકો આવી પહોંચ્યા. તેમણે બધા સાધુઓને વંદન કર્યું ને વ્યાખ્યાન સાંભળવા બેઠા. સૂરિજી એ બધાને જોઈ આનંદ પામ્યા પણ મનમાં વિચાર કરવા લાગ્યા: એકાએક આ બધા કેમ આવ્યા હશે? બપોરે જમીને બધા એકાંતમાં એકઠા થયા ત્યારે ખબર પડી કે બાદશાહે તેમને ફતેહપુર સિકી તેડાવ્યા છે. સહુ વિચારમાં પડયાઃ આ શું ? અકબર બાદશાહ એકાએક કેમ બોલાવતો હશે? કોઈ કહે બાદશાહને ધર્મ સાંભળ હશે ને દર્શન કરવા હશે તે જાતે આવશે. ગુરુ મહારાજને ત્યાં મેકલાય નહિ. કોઈ કહે અરે એ તે મહામુસદ્દી છે. એ સ્વેચ્છના વચનમાં કેમ વિશ્વાસ રખાય? કેઈએ આગળ વધીને કહ્યું કે એ તો રાક્ષસને અવતાર છે. એને માણસને મારી નાખતાં શી વાર ? કોઈ કહે, એમ તે હોય? એ ગમે તેવો છે પણ ગુણને પૂજક છે. કેઈમાં કાંઈ પણ ગુણ જુએ તે ફિદા છીદા થઈ જાય. માટે ગુરુ મહારાજે જરૂર જવું. કોઈ કહે, એને સોળસે તે રાણીઓ છે. બિચારે એમાંથી નવરે પડશે ત્યારે જ મહારાજને મળશે ને ! એક જણ કહે તે પછી જવાની જરૂર જ શી છે? કેટલાક વધારે સમજુ હતા તેમણે કહ્યું. ત્યાં જવાથી જરૂર આપણુ શાસનને પ્રભાવ વધશે. એવી શંકાઓ કરવાની જરૂર નથી. સૂરિ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26