________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખુબ રહેલા એક સુબાને બોલાવીને પૂછયું કે તમે હીરવિજયજીને જાણે છે? તેણે કહ્યું હા હજુર ! એ તો મેટા ફકીર છે. કોઈ જાતની ગાડી ઘેડા વાપરતા નથી. હંમેશાં લગેજ ચાલતા ગામેગામ ફરે છે. પાસે ધન રાખતા નથી. ઓરતથી ખુબ દૂર રહે છે ને ઈશ્વરની બંદગી કરી પાક જીવન ગૂજારે છે. બાદશાહને આ વાતથી હીરવિજયજી માટે ખુબ માન ઉત્પન્ન થયું. થોડા દિવસ બાદ બીજે એક વરઘોડો ઝરૂખામાં બેઠા બેઠા જોય ને ઢેડરમલ બેઠા હતા તેને હકીકત પૂછી. ટેડરમલે કહ્યું: સરકાર ! જે બાઈએ તપ કર્યું હતું તે આજે પૂરું થયું છે. એની ખુશાલીમાં આ વરઘોડે ચડાવ્યો છે. “તો શું બાઈ પણ એમાં હાજર છે?' બાદશાહે ઉસુક્તાથી પૂછ્યું.
જી હજુર ! એ પણ વસ્ત્રાલંકારથી સજજ થઈને પાલખીમાં બેઠેલી છે.” આ વાતે ચાલે છે ત્યાં વરઘેડ પાસે આવ્યો એટલે બાદશાહે ખાનદાન માણસોને મેકલી ચાંપાબાઈને મહેલમાં આવવાની વિનંતિ કરી. એ આવી એટલે બાદશાહે પૂછયું: તમે કેટલા ઉપવાસ ક્ય? અને કેવી રીતે કર્યો ?
ચાંપા–મહારાજ! મેં છ મહિનાના ઉપવાસ કર્યો છે જેમાં કાંઈ પણ અનાજ ફળફળાદિ લીધા નથી. ફક્ત જરૂર લાગી ત્યારે દિવસના ભાગમાં ગરમ પાણી પીધું છે. એ તપ આજે પૂરું થાય છે.
બાદશાહ–પણ આટલા બધા ઉપવાસ કેવી રીતે કરી શક્યા ?
ચાંપાએ કહ્યું–મારા ગુરુ શ્રી હીરવિજયજીના પ્રતાપથી. બાદશાહ-એ હાલ કયાં વિરાજે છે?
For Private And Personal Use Only