Book Title: Have Karvu Shu
Author(s): Anilkumar
Publisher: Kantilal Maneklal Shah

View full book text
Previous | Next

Page 17
________________ પૂજ્યશ્રી પર ભારે દબાણ કર્યું હશે અને યેનકેન પ્રકારેણ બુધવાર પક્ષમાં બેસાડવાને આગ્રહ સેવ્યું હશે. પ્રશ્ન : ગોડીજીના ટ્રસ્ટીઓએ આખા તપાગચ્છની સંવત્સરી એક દિવસે થાય તે હાલ શક્ય લાગતું નથી એવું નિવેદન શા આધારે ર્યું હશે ? જે પહેલેથી જ આ વાત તેમના મનમાં ઠસેલી હતી, તે એકતાની વાત શા માટે ઉચ્ચારી હશે? ઉત્તર : અમને લાગે છે કે આજે આખા સમાજની હવે એક જ દિવસે પર્વતિથિનું આરાધન થાય એ રીતે તિથિચર્ચાને અંત લાવવાની છે, એટલે તેમણે એકતાની વાત ઉચ્ચારી હશે, પણ તેવી પરિસ્થિતિ પેદા કરવા માટે જે સમય અને શક્તિને ભોગ આપવો જોઈએ, તેને વિચાર કરતાં તેમના દિલને થડકાટ થયો હશે અને આજ સુધીમાં જેમણે એ દિશામાં અધુરા અને અવ્યવસ્થિત પ્રયાસે કર્યા, તેનાં પરિણામે તેમની નજર આગળ તરવય હશે, એટલે તેમણે “આખા તપાગચ્છની સંવત્સરી એક દિવસે થાય તે હાલ શકય લાગતું નથી” એ નિર્ણય કર્યો હશે. પરંતુ અહીં તેમણે એ વિચાર કરવાની જરૂર હતી કે શ્રીસંઘમાં એજ્ય સ્થાપવું હોય તે સમય અને શક્તિને ભોગ અવશ્ય આપવું પડે અને જે રીતે કાર્યસિદ્ધિ થવાની શકયતા હોય તે રીતિ અપનાવવી પડે. વળી પૂર્વના પ્રયાસ નિષ્ફળ ગયા, માટે આ પ્રયાસ નિષ્ફળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40