Book Title: Have Karvu Shu
Author(s): Anilkumar
Publisher: Kantilal Maneklal Shah

View full book text
Previous | Next

Page 16
________________ છે, તેના આધારે અમે કહીએ છીએ કે તેઓ આ વખતે બુધવારની સંવત્સરી કરશે. - અહીં પ્રાસંગિક એટલું સ્પષ્ટીકરણ કરી દઈએ કે ગોડીજીના ટ્રસ્ટીઓ વગેરે પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયે દયા સૂરીશ્વરજીને ગીતાર્થ, બહુશ્રુત અને વયોવૃદ્ધ માનીને તેમની પાસે તિથિ માન્યતાની એકતા અંગે વિનંતિ કરવા ગયા હતા, ત્યારે તેઓશ્રીએ તેમને બે વસ્તુઓ કહી હતી. એક તો પૂજ્ય વડીલોની પરંપરા પ્રમાણે સંવત્સરી ગુરુવારે કરવી વ્યાજબી છે, માટે સંવત્સરી ગુરુવારે કરવી અને એનું તમામ તપાગચ્છ સંવત્સરીની તથા અન્ય તિથિઓની આરાધના એક જ દિવસે કરે તે માટે પ્રયાસે કરવા. પૂજ્યશ્રીની આ સલાહ સત્યની ઘોષણા કરનારી હતી તથા તેમના દિલમાં એકતાની જે વાત રમી રહી હતી, તેનું સ્પષ્ટતયા પ્રતિબિંબ પાડનારી હતી, પરંતુ શ્રીગેડિજીના ટ્રસ્ટીઓ વગેરેને એ સલાહ ગમી નહિ, એટલે તેમણે ગુરૂવારે સંવત્સરી કરવાની જાહેરાત કરી નહિ, તેમજ આગેવાન આચાર્યોને મળીને એકતા માટેના પ્રયાસે પણ કર્યા નહિ. એટલું જ નહિ પણ તેમણે પૂજ્યશ્રીની વ્યાજબી માન્યતા ફેરવવાનાં ચક્રો ગતિમાન કર્યા અને તા. –૪–૧૭ ના રોજ કોઠ મુકામે ફરી વિનંતિ કરવા ગયા. તે વખતે. ખરેખરી વાત શી થઈ હશે, તે આપણે જાણી શકવાની. સ્થિતિમાં નથી પણ તેમણે જે નિવેદન બહાર પાડયું છે. તેના પરથી સમજાય છે કે તેમણે વિનંતિનાં રૂપમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40