Book Title: Have Karvu Shu
Author(s): Anilkumar
Publisher: Kantilal Maneklal Shah

View full book text
Previous | Next

Page 20
________________ | ઉત્તરઃ આરાધક આત્માઓએ તે જિનાજ્ઞામાં સ્થિર રહેવાનું છે અને જે વસ્તુ શાસ્ત્ર તથા પરંપરાથી સિદ્ધ છે, તેને જ અનુસરવાનું છે. જ્યારે પૂજ્યશ્રી વિજયસૂરિજીએ જાહેર કર્યું છે કે પિતાના પૂજ્ય વડીલોની પરંપરા પ્રમાણે ગુરુવાર વ્યાજબી છે, ત્યારે સંવત્સરી ગુરૂવારે કરવામાં આરાધક આત્માઓને જરા પણ સંકેચ હોઈ શકે નહિ. અહીં અમે સર્વે આરાધક આત્માઓને એક વસ્તુ કહેવા ઈચ્છીએ છીએ કે તિથિ સંબંધિ આચાર્યોમાં મતભેદ જોઈને કે સંઘની ડામાડોળ સ્થિતિ નિહાળીને ધમરાધનની બાબતમાં કેઈએ શિથિલ થવું નહિ. કાલાંતરે એ બધું ઠીક થઈ જશે અને શ્રી જિનેશ્વર ભગવાનનું શાસન જયવંતુ રહેશે, એવી દઢ શ્રદ્ધા હદયમાં ધારણ કરી પોતાના આત્માનું હિત સાધવામાં નિરંતર ઉજવળ રહેવું તથા કુમતિ –કદાગ્રહને ત્યાગ કરી બની શકે તેટલું ભવાંતરનું ભાથું બાંધી લેવું. ઉપસંહાર તિથિના વિષયમાં ઉપલબ્ધ થતાં કેટલાંક શાસ્ત્ર પ્રમાણે પરિશિષ્ટમાં આપ્યાં છે, તે દરેક પાઠકે વાંચવા-વિચારવા અને તેમાં કઈ બાબતની સમજણ ન પડે તે ગુરુજને પાસેથી તેને ખુલાસો મેળવી લે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40