Book Title: Haiyu Nanu Himmat Moti
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 6
________________ નાટક જોવા અજબ-ગજબની ભીડ જામી. સ્ત્રીઓ માય નહીં. પુરુષો સમાય નહીં. બાળકોનો સુમાર નહીં. નાનેરાં બાળકોનું અનેરું નાટક. બંગાળના સારા-સારા માણસો પણ જોવા આવ્યા. નાટક શરૂ થયું. તખ્તા ઉપર નીલસાહેબ આવ્યા. શો એનો રોફ ! શો એનો મિજાજ ! જાણે હમણાં દુનિયા ડુલાવી દેશે ! અબઘડી પૃથ્વીનો પ્રલય કરશે ! મોંમાંથી ચિરૂટનો ધુમાડો નીકળે. દેશી લોકો માટે ગાળોનો ફુવારો છૂટે. ગર્વનો પહાડ ગર્જે. ડગલે ને પગલે દોરદમામ બતાવે. વાત એની તુમાખીભરી. દેશી માણસ એટલે ડુક્કર ! દેશી માણસ એટલે જંગલી ! ગોરા એટલા પ્રભુના પનોતા પુત્ર ! અંગ્રેજ એટલા ભગવાનના દૂત ! ગોરાનો ઘોડો ચાલે, આખી ધરતી ધમધમે. એનો કોરડો વીંઝાય, ભલભલાની ફેં ફાટે. કોઈ ફરિયાદ કરવા જાય કે મર્યો જ છે ! આઝાદીની વાત કરી કે એનું આવી જ બન્યું છે. -===== ૦–૦— હૈયું નાનું, હિંમત મોટી c:\backup~1\drive2-~1\Bready Haiyuna.pm5 ! નાદિરશાહી જેવા નીલસાહેબના જુલમ ચાલે. ઔરંગઝેબની જેમ અરજદાર પર હાથી ચલાવે. કોઈને તોપના ગોળે ઉડાડે, કોઈને બંદૂકના મોઢે નીલસાહેબનો તાપ આકરો ! નીલસાહેબનો જુલમ દેશના લોકો નીલસાહેબ પાસે ગયા ને પૂછ્યું, “સાહેબ ! તમને તમારો દેશ ગમે ?” નીલસાહેબ બૂટ પછાડી, બૂમ પાડીને બોલ્યા, “ઓહ ! મેરા દેશ ! હમારા વતન !” લોકોએ પૂછ્યું, આકરો. “જેમ તમને તમારો દેશ ગમે એમ અમને અમારો દેશ ન ગમે ?” સાહેબ કહે, “તુમ્હારા દેશ ? જંગલી દેશ ! હિંદુસ્તાન શું કોઈ દેશ છે ? ઓહ ! કાલા આદમીનો દેશ !” લોકોમાં એક જુવાનિયો હતો. એણે કહ્યું, “સાહેબ ! તમારી મા વરવી-કદરૂપી હોય તો તમે કોઈ રૂપાળી સ્ત્રીને મા કહેશો ખરા ? તમારી માતાને માતા નહીં કહો ?” નાટક કરીએ 0-0-0

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22