Book Title: Haiyu Nanu Himmat Moti
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 15
________________ ૨૬ કરતાં જોયો છે ખરો ?” સેનાપતિએ ગુસ્સે થઈને ટેબલ પર હાથ પછાડતાં કહ્યું, “યાદ રખ્ખો, તુમ નહીં બતાઓગી તો હમ તુમ્હે જિંદા જલા દેગા.” મેનાએ કહ્યું, “મોતથી અમે ડરતા નથી. અમારે તો અંગ્રેજ સલ્તનતને મોતને ઘાટ ઉતારવી છે. દેશનું કામ કરતાં-કરતાં મોત મેળવવામાં બહુ મજા આવે છે, સેનાપતિસાહેબ !” સ૨ કોલિન કેમ્પબેલ અંગ્રેજ સલ્તનત સામે બોલાતાં આવાં કટુ વેણ સાંભળીને ઊભો ને ઊભો સળગી ઊઠ્યો. એનો ગુસ્સો ફાટી નીકળ્યો. આ નાનકડી છોકરીની આટલી હિંમત ! કદીય અસ્ત ન પામનારી અંગ્રેજ સલ્તનતના અસ્તની વાત એક અંગ્રેજ જનરલ સામે કરે છે ! એણે હુકમ કર્યો, “ઇસ શેતાન લડકી કો જિંદા જલા દો.” સજા સાંભળીને મેના ખડખડાટ હસી પડી. એક બાજુ ફાટેલા જ્વાળામુખી જેવા જનરલ કેમ્પબેલનો ગુસ્સો ! એની સામે નાનકડી છોકરીનું મુક્ત ખડખડાટ હાસ્ય ! •~ ——હૈયું નાનું, હિંમત મોટી c:\backup~1\drive2-~1\Bready Haiyuna.pm5 મેનાએ કહ્યું, “સેનાપતિ ! તમને પસંદ હોય તે સજા મને કરજો. આથીય સખત સજા હોય તો તે પણ જરૂર આપજો. તમારા મનની મનમાં ન રહી જાય. બાકી મોતથી હું ડરતી નથી. દેશને માટે પ્રાણનું બલિદાન આપવા જેવું બીજું કોઈ મોટું કામ નથી. આથી વધુ મજાનું બીજું કોઈ મોત નથી. મને આનંદ અને અભિમાન છે કે હું દેશની કંઈક સેવા કરી શકી, પણ જતાં-જતાં એક વાત કરી દઉં. દીવા જેવી ચોખ્ખી વાત. હવે તમે યાદ રાખો. તમારી સલ્તનત યાદ રાખે! હવે લાંબો સમય તમે અમારા પ્યારા દેશને ગુલામીમાં જકડી રાખી શકશો નહીં. તમારો સેનાપતિ લ્યુ વ્હીલર સખત હાર પામ્યો છે. ક્રાંતિની આગ પેટાઈ છે. ગુલામીનાં બંધન દૂર થયે જ એ ઓલવાશે. તમારે જવું પડશે. હિન્દુસ્તાનમાંથી હટી જવું પડશે.” સેનાપતિ કેમ્પબેલ આ નાનકડી બાળાની વાતો સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. હિંદીઓને ગાળ આપવા ટેવાયેલી એની જીભ સિવાઈ ગઈ. એ કશો જવાબ આપી શક્યો નહીં. ન કોઈ ધાકધમકી આપી શક્યો. બસ, આ હિંમતબાજ છોકરીને જોતો જ રહ્યો, જોતો જ હિંદુસ્તાનની બેટી ૩-૦-૦

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22