Book Title: Haiyu Nanu Himmat Moti
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan
View full book text
________________
રહી. આખરે એનું શરીર સાવ થાકી ગયું. આ સમયે સૂબેદાર ટીકાસિંહે બીજી બાજુથી ભારે હુમલો કર્યો. અંગ્રેજોની સેનામાં હાહાકાર મચી ગયો.
તક જોઈને મેના આગળ નીકળી ગઈ. એને જેર કરવા માગતી અંગ્રેજ સેનાને થાપ આપીને પોતાનો ઘોડો દોડાવી મૂક્યો. થોડી વારમાં તો મેના અદૃશ્ય થઈ ગઈ.
હમણાં પૂરા જોશથી ઝઝૂમતી હતી એ બાળા ગઈ ક્યાં ? અંગ્રેજ સેના આંખ ચોળવા લાગી. મેના ગંગા નદીના કિનારે પહોંચી. તાત્યા ટોપે ત્યાં જ મળી ગયા.
મેના તાત્યા સાથે વાત કરતી હતી, એટલામાં ઝાડીમાં છુપાયેલા બેત્રણ અંગ્રેજ ઘોડેસવાર એમની સામે આવ્યા. તાત્યાએ પળનો પણ વિલંબ કર્યા વગર બાજુમાં પડેલી નાવમાં ઝંપલાવી દીધું. તાત્યા ટોપે ગંગાના સામા કિનારે પહોંચી ગયા.
અંગ્રેજ ઘોડેસવારોએ મેનાનો હાથ પકડીને કડકાઈથી કહ્યું, “બોલ, જલદી બોલ. હમણાં નાવમાં કોણ ગયું ?”
મેનાએ કહ્યું, “પહેલાં આ હાથ છોડો તો જવાબ આપું.”
સૈનિકોએ હાથ છોડ્યો. જેવો હાથ છૂટ્યો કે તરત
જ મોંએથી જવાબ આપવાને બદલે મેનાએ તલવારના ઘાથી જવાબ વાળ્યો. એણે તલવાર ઘુમાવવા માંડી. એક પછી એક ત્રણે અંગ્રેજ સિપાઈઓને મેનાની તલવારનો આકરો સ્વાદ ચાખવા મળ્યો. નાનકડી છોકરીનો ઘા એટલો જોરથી લાગ્યો કે ત્રણે ઘોડા પરથી ગબડી ગયા. જમીન પર ઢગલો થઈને પડ્યા..
એવામાં ઘોડાના દાબડા ગાજી ઊઠ્યા. મેનાને ખ્યાલ આવી ગયો કે મોટી સંખ્યામાં અંગ્રેજ સૈન્ય આ તરફ આવી રહ્યું છે. એણે ઘોડા પર સવાર થઈને ભાગવાની કોશિશ કરી, પણ ચારે બાજુ થી આવતા અંગ્રેજ સિપાઈઓએ મેનાને ઘેરી લીધી.
મેના મૂંઝાય તેવી ન હતી. એણે જોયું કે હવે ? બચવાનો કોઈ ઉપાય નથી. ભાગવાની કોઈ તક નથી. મરવાનું છે તો માયકાંગલાની માફક શા માટે મરવું? તરત જ એનો હાથ તલવાર પર ગયો. વીજળીવેગે એની તલવાર અંગ્રેજ ઘોડેસવારો વચ્ચે ઘૂમવા લાગી.
તેર વર્ષની મેનાએ ભારે જોરથી તલવારના દાવપેચ ખેલ્યા. એવામાં તલવારની સામસામી ટકરામણમાં તલવાર એના હાથમાંથી છટકી દૂર પડી. હવે કરવું શું ? મેના | લાચાર બની ગઈ. તરત જ સૈનિકોએ એને કેદ કરી.
0
-0
0
-0
0
-0
0
-0
0
-0
0
-
0
|
0
-0
0
9
0
૨૨ -0-0-0-0-0-0-0- હૈયું નાનું, હિંમત મોટી
હિંદુસ્તાનની બેટી
-0-0-0-0-0-0-0 ૨૩
c:\backup-l\drive2-1\Bready\Haiyuna.pm5

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22