Book Title: Haiyu Nanu Himmat Moti
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan
View full book text
________________
0
તાત્યા જેવો કાબેલ સેનાપતિ ક્યાંથી મળશે ?
નાનકડી મેના પ્રખ્યાત અંગ્રેજ રણયોદ્ધાઓનો સામનો કરનાર તાત્યા પાસે આવી. એણે તાત્યાને વિનંતી કરી : તમે અહીંથી વહેલી તકે નાસી જાઓ. બીજા શહેરમાં ચાલ્યા જાઓ.”
મહાન યોદ્ધો તાત્યા શૂરવીર બાળાની વાત પર હસી પડ્યો. એણે કહ્યું, “મેના, તને હોમાવા દઉં, મારી સેનાને હોમાવા દઉં અને હું નાસી જાઉં ? એ બને નહીં.”
મેનાએ ફરી વિનંતી કરી, તાત્યાને સમજાવ્યો કે જો તેઓ યુદ્ધમાં હોમાઈ જશે તો આઝાદીની ક્રાંતિને | ધક્કો પહોંચશે. એમના પર ક્રાંતિનો ઘણો મોટો આધાર
છે. એમની આબાદ યૂહરચના વગર વિશાળ અંગ્રેજ સલ્તનતને નમાવવી મુશ્કેલ બનશે.
અવનવા દાવપેચથી અંગ્રેજ રણસેનાને નસાડનાર તાત્યા વિચારમાં પડ્યો.
મેના નાની હતી, પણ એની વાત નાની ન હતી. 6 ઘણી મોટી અને ગંભીર હતી. એણે મેનાની વાત સ્વીકારી. 6 મેનાએ તાત્યાના કાનમાં એની વ્યુહરચના કહી. 6 મેના પોતાની સેના સાથે અંગ્રેજો પર જોશભેર (૨૦)- 0-0-0-0-0-0-0- હૈયું નાનું, હિંમત મોટી
તૂટી પડી. એવું સખત આક્રમણ કર્યું કે થોડી વાર તો આખીય અંગ્રેજ સેના વેરવિખેર બની ગઈ. અંગ્રેજ સેનાની ગોઠવણમાં ભંગાણ પડ્યું. એની આગેકૂચમાં ગોટાળો થયો. બરાબર આ જ સમયે તાત્યા ઘેરાવામાંથી છટકી બહાર નીકળી ગયા.
મેના તલવાર ઘુમાવતી અંગ્રેજોની સેનામાંથી માર્ગ કરતી હતી. કેટલાય અંગ્રેજોને એની તલવારનું તેજ બતાવ્યું. એની તલવારના વારથી ઘણા રણમેદાન પર સદાને માટે પોઢી ગયા. મેનાની સાથે એની સખીઓ પણ તલવાર વીંઝતી હતી.
એક બાજુ કસાયેલા અંગ્રેજ યોદ્ધાઓ, બીજી બાજુ નાનકડી બાળાઓ !
એક બાજુ શસ્ત્રસજ્જ સૈન્ય , બીજી બાજુ આઝાદીને વરેલી પણ સામાન્ય શસ્ત્ર ધરાવતી છોકરીઓ !
યુદ્ધમાં શસ્ત્ર કરતાં વધુ મહત્ત્વની વાત તો શસ્ત્ર | ચલાવનારની ભાવના ને તમન્ના છે. તેર વર્ષની બાળાની | આટલી તાકાત જોઈને સહુ કોઈ આશ્ચર્યમાં ડૂબી ગયા. મેનાની શૂરવીરતાએ મોટેરાંઓના દિલમાં અનેરી હિંમત જગાવી.
મેના ખૂબ લડી. કેટલાયને માર્યા. આગળ વધતી ! હિંદુસ્તાનની બેટી -0-0-0-0-0-0-૭ - ૨૧
0
0
0
-0
0
-0
0
-0
-0
0000
-0
c:\backup-l\drive2-1\Bready\Haiyuna.pm5

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22