Book Title: Haiyu Nanu Himmat Moti
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan
View full book text
________________
હેતથી એની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું,
“બેટી, આખા દેશમાં આઝાદીની ચિનગારીમાંથી ક્રાંતિની જ્વાળાઓ જાગી છે. એક બાજુ એકવીસ વર્ષની ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કાશી અને મંદરા નામની સખીઓ સાથે ભલભલા અંગ્રેજ સેનાપતિઓને થાપ આપી રહી છે, બીજી બાજુ મારો સાથી તાત્યા ટોપે અંગ્રેજ સેનાપતિઓની વ્યુહરચના નિષ્ફળ બનાવીને અવનવાં સાહસ બતાવી રહ્યો છે. મારે ઠેર-ઠેર જવું પડશે. શહેર-શહેર ફરવું પડશે. આઝાદીના આતશને
બરાબર પેટાવવો પડશે, સહુ દેશવીરોને એકતાંતણે | બાંધવા પડશે. આથી આ કાનપુર શહેરની ક્રાંતિકારી સેનાની વ્યવસ્થા તને સોંપવી પડે તેમ છે. હું બીજે જઈશ. તું આ મોરચો સંભાળજે. તારા સાથમાં તાત્યા ટોપે અને બાલાસાહેબ રહેશે.” - નાનાસાહેબ પેશ્વાની તેર વર્ષની દીકરી ઊભી થઈ | ગઈ. એના નમણા ચહેરા પર વીરતા ઝળકી રહી.
એની કેડે ઝૂલતી તલવાર અંગ્રેજોનું લોહી ચાખવા તલપી રહી. એણે કહ્યું,
“પિતાજી, કાનપુરની શેરીએ શેરી અને ગલીએ ગલીની મને માહિતી છે. તમે સહેજે ફિકર કરશો નહીં.
અંગ્રેજ સેનાએ નાનાસાહેબની વીરતા જોઈ છે, હવે એમની બેટીની બહાદુરી જોઈ લે.”
નાનકડી મેનાના કપાળે ચુંબન કરીને નાનાસાહેબ બહાર નીકળી ગયા. ૧૮૫૭ની ક્રાંતિનો આ મહાન યોદ્ધો પળવારમાં તો ક્યાંય અદૃશ્ય થઈ ગયો.
કાનપુરમાં ભારે ઘમસાણ જામ્યું હતું. હજારો અંગ્રેજોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા. ક્રાંતિનો સંદેશ ફેલાઈ ચૂક્યો. આઝાદીવીરોએ કાનપુર જીતી લીધું.
એના પર વર્ષોથી ફરકતો અંગ્રેજોનો ઝંડો ઊતરી ગયો. ક્રાંતિકારીઓનો લીલો ઝંડો લહેરાવા લાગ્યો. કાનપુરમાં આવેલા વહીલરના કિલ્લામાં અંગ્રેજો ભરાઈ બેઠા. એકવીસ દિવસ સુધી આઝાદીના વીરોએ જબરો ! ઘેરો ઘાલ્યો. આખરે થાકીને નમી ગયેલા અંગ્રેજોએ સુલેહનો સફેદ વાવટો ફરકાવ્ય. ચારે કોર આઝાદીનો | આનંદ છવાઈ ગયો.
કાનપુરની મુક્તિના સમાચાર અલાહાબાદ પહોંચ્યા. અંગ્રેજ સેનાપતિઓ થોડી વાર તો સ્તબ્ધ બની ગયા.
આટલું વિશાળ સૈન્ય ! આવાં તીક્ષ્ણ હથિયારો, | છતાં આવો કારમો પરાજય !
ભારતવાસીઓની આઝાદીની તમન્ના આગળ છે હિંદુસ્તાનની બેટી -0-0-0-0-0-0-0-૧૭
0
0
0
0
0
0
0
0
૧૯-0-0-0-0-0-0-0- હૈયું નાનું, હિંમત મોટી
c: backup-1 drive2-1 Bready Haiyuna.pm5

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22