Book Title: Haiyu Nanu Himmat Moti
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ હિંદુસ્તાનની લેટી સમય આવ્યો છે. અંગ્રેજ સરકારની તમા કર્યા વગર હિંદી સૈનિકો એની સામે પડ્યા છે. ગામે-ગામમાંથી આઝાદીનો અવાજ જાગી ઊઠ્યો છે. ઠેર-ઠેર રણહાક પડવા લાગી છે. માભોમના ચરણે શીશકમળ ધરવા સૌ થનગની રહ્યા છે.” પિતાજી ! હજુ એ દિવસ હું વીસરી નથી કે જે દિવસે મેં ઊભા થઈને કમળનું ફૂલ સંધ્યું હતું. આઝાદીના આશકોએ આપેલી રોટી (ચપાટી) ચાખી હતી. રોટી અને લાલ કમળ, એ તો છે ક્રાંતિનાં નિશાન ! આઝાદીવીરોનાં એંધાણ ! મારી સહિયરોએ પણ આમાં સાથ આપ્યો છે.” “શાબાશ ! બેટી, શાબાશ ! તું ભલે નાની હોય, | તને ભલે તેર જ વર્ષ થયાં હોય, પણ તારા હૃદયમાં તો મોટાંઓનાં પણ માન મુકાવે તેવી દેશદાઝ ઝળકે છે.” | પિતાજી ! હું હિંદુસ્તાનની બેટી છું. ક્રાંતિકારીઓના | નેતા નાનાસાહેબ પેશ્વાની બેટી છું. તમે કોઈ પણ કામ | સોંપતાં અચકાશો નહીં. હું કોઈથી ડરીશ નહીં. હું પાછી પાની કરીશ નહીં. કહો, પિતાજી કહો, શી વાત છે ?” ૧૮૫૭ની ક્રાંતિના નેતા નાનાસાહેબ પેશ્વાએ , પોતાની તેર વર્ષની વહાલસોયી છોકરીને ગળે લગાડી. I હિંદુસ્તાનની બેટી -0-0-0-0-0-0-૭ - ૧૫ 0-0-0 -0 -0 બેટી ! કપરી વેળા આવી ચૂકી છે. આઝાદી કાજે ક્રાંતિકારીઓ મેદાને પડ્યા છે. આમાં હિંદુ અને મુસ્લિમ છે છે, મજૂર અને માલિક છે, સૈનિક ને વેપારી છે. સહુ કોઈ પરદેશી ધૂંસરીમાંથી છૂટવા માગે છે. ખભેખભા | મિલાવીને રણજંગ ખેલવા માગે છે.” પિતાજી, હું તમારી દીકરી છું. હિંદુસ્તાનની બેટી છું. દેશની ગુલામી મનેય નથી ગમતી. અંગ્રેજોનો અધિકાર મનેય નથી પસંદ. બાળપણથી જ તમારી પાસે આઝાદીના 6 પાઠ શીખી છું.” 4 “દીકરી, આજે આઝાદીનું એ સ્વપ્ન સાકાર કરવાનો ૧૪-0-0-0-0-0-0-0- હૈયું નાનું, હિંમત મોટી -0 -0 -0 0 c:\backup-l\drive2-1\Bready\Haiyuna.pm5

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22