Book Title: Haiyu Nanu Himmat Moti
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 5
________________ થોડા છોકરા ભેગા થયા છે. બધાય નમૂછિયા છે. હજી ઊગીને ઊભા થાય છે. શાળામાં ભણે છે. બધા છોકરા ભેગા થયા. ભેગા મળીને વિચાર કરે. મોટાઓ દેશ માટે લડે છે. લાઠી-સોટી ખાય છે. સામી છાતીએ ગોળી ઝીલે છે. જુવાનો ગુલામીને નિંદે છે. મોતના દાવ ખેલે છે. અંગ્રેજ સરકારની આંખમાં ધૂળ નાંખે છે. બૉબધડાકા કરે છે. સહુ પોતપોતાની ફરજ બજાવે છે. આપણે બાળકોએ છે પણ આપણી ફરજ બજાવવી જોઈએ. | દેશ સહુનો છે. ગરીબ-અમીરનો છે. સ્ત્રી-બાળકોનો છે છે. સહુએ દેશ માટે કંઈ કરી છૂટવું જોઈએ. બધાએ ભેગા મળીને વિચાર કર્યો અને અંતે નક્કી માટે નાટક કરીએ. આપણે માથે અંગ્રેજોની નાગચૂડ છે. એ નાગચૂડ તોડવી છે. આ માટે નાટક કરીએ, બધા છોકરા રાજી થઈને બોલ્યા, “જરૂર નાટક કરીએ. એવું નાટક કરીએ કે બૉબબંદૂકની ગરજ સારે. તીર-તલવારની તાકાત આપે. ઊંઘતાને જગાડી દે. જાગેલાને જાન આપવા તૈયાર કરે. બોલો, ભારતમાતાની જે !” બધાએ નાટકનો વિષય પસંદ કર્યો. વિષય કોઈ પુરાણો નહીં, ભૂતકાળની કોઈ વાત છે નહીં. સાવ આજનો ! નીલસાહેબનો ! બંગાળના જુલમી અધિકારીનો ! અંગ્રેજોની તુમાખીનો ! વાર્તા તૈયાર થઈ. વાત તો સહુના મોઢે હતી. નીલસાહેબ તરીકે ઓળખાતા અંગ્રેજના જુલમનો પાર નહોતો. જીવતા-જાગતા જાલિમનો નમૂનો હતો. અહંકારમાં છે રાવણ હતો. અનાચારમાં દુર્યોધન હતો. સંવાદો રચાયા. પોશાક તૈયાર થયા. તખ્તો તૈયાર કર્યો, ભજવવાની તારીખ જાહેર થઈ. છે નાટક કરીએ -0-0-0-0-0-0-0-0 - ૭ 0 0 0 કર્યું : 0 0 0 આપણે નાટક કરીએ. આપણી પાસે બૉબ નથી. આપણી પાસે તીર-તલવાર નથી. આપણી પાસે તોપ નથી. આપણે આપણા દેશમાં ગુલામ છીએ. ગુલામી એ 6 મોટું પાપ છે. ગુલામી એ જીવનનો શાપ છે. ક -0-0-0-0-0-0-0– હૈયું નાનું, હિંમત મોટી c: backup-l\drive2-1\Bready Haiyuna.pm5

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22