Book Title: Haiyu Nanu Himmat Moti
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 3
________________ લેખકની વાત બાળસાહિત્યનાં પુસ્તકોની રચનામાં બાળકોમાં રાષ્ટ્રપ્રેમ, સાહસ અથવા તો ખમીર જ ગોડતી વાસ્તવિક વાર્તાઓ કે ઘટનાઓ લખવાનું મને વધુ પસંદ છે. આપણે ત્યાં મોટેભાગે બાળકોને પ્રતાપી પુરુષો અથવા તો વીર નરોએ દાખવેલાં પરાક્રમ અને શૌર્યની વાર્તાઓ કહેવામાં કે શીખવવામાં આવે છે. આવી કથાઓ જરૂર પ્રેરણાદાયી બની રહે પરંતુ જ્યારે બાળકને એના જેટલી જ વયના બીજા બાળકે બતાવેલી હિંમત કે બહાદુરીની વાત કરવામાં આવે, ત્યારે તે એની સાથે સહેલાઈથી તાદાભ્ય અનુભવી શકે છે. પોતાના જેટલી જ ઉંમરના બાળકે આવું સાહસ કર્યું. એ જાણીને પોતે પણ એના જેવું જ હિંમતભર્યું કામ કરી શકે, તેવો આત્મવિશ્વાસ અને ખમીર તેનામાં પ્રગટે છે. આ ઉદ્દેશને નજરમાં રાખીને બાળકો તથા નવશિક્ષિત પ્રૌઢો માટે બાળસાહસ કથાશ્રેણીનું આયોજન કર્યું છે. એના આ પ્રથમ પુસ્તકમાં દેશને માટે પરાક્રમ કરનારાં કે જાનફેસાની કરનારાં બાળકોની સત્ય ઘટનાઓ આપી છે. હૈયું નાનું હોય, પણ હિંમત વિરાટ હોય, તેવાં બાળકોની આ વાર્તાઓ છે. આ પુસ્તકને ભારત સરકારની N.C.E,R,T, સંસ્થા દ્વારા આયોજિત ૨૦મી બાળસાહિત્ય સ્પર્ધામાં ગુજરાતી ભાષાનાં પુસ્તકોમાં શ્રેષ્ઠ પુસ્તક તરીકે પારિતોષિક એનાયત થયું હતું. ઘણા લાંબા સમય પછી આ પુસ્તકનું તૈયાર થયેલું નવસંસ્કરણ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય અને શ્રી મનુભાઈ શાહ દ્વારા પ્રકાશિત થાય છે તેનો આનંદ છે. અહીં આલેખાયેલી સત્ય ઘટનાઓમાં બાળકોએ બતાવી આપ્યું કે દેશને માટે જીવન કે મૃત્યુની કોઈ વિસાત નથી. દેશની આઝાદી માટે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર રહેવું જોઈએ. આ ભાવના સ્વતંત્ર ભારતની આવતીકાલની પેઢીનો વારસો બની રહે એ જ અભ્યર્થના. તા. ૧૨-૪-૨૦૧૭ કુમારપાળ દેસાઈ એમદાવાદ કિંમત : રૂ. ૩૦ પ્રથમ આવૃત્તિ: 1974 છઠ્ઠી સંવર્ધિત આવૃત્તિ : 2017 Halyu Nanu, Himmat Moti A collection of inspiring stories for children by Kumarpal Desai Published by Gurjar Granth Ratna Karyalaya, Ahmedabad-1 © કુમારપાળ દેસાઈ પૃષ્ઠ : 40 ISBN : 978-93-5162-44-8 નકેલ : 1000 પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય અમરભાઈ ઠાકોરલાલ શાહ : રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001 ફોન : 22144663, e-mail: goorjar @ yahoo.com + + + + મુદ્ર કે : ભગવતી ઑફસેટ સી/૧૬, બંસીધર એસ્ટેટ, બાલડોલપુરા, અમદાવાદ-380 004

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22