Book Title: Gyansarna 32 Ashtak no Sankshipta Sar
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 4
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૧૧૯ શુદ્ધ શ્રદ્ધાએ નિર્ધાર કરેલ આત્મસ્વભાવની ઉપાદેયતાને વિષે જ ઉપગપરિણતિનું અવસ્થાન તે જ સમ્યકત્વ છે અને સમ્યગદર્શન કરીને હેપાદેયતા વિભક્ત કરી ઉપાદેયને વિષે રમણ સ્વભાવ એ જ મૌન છે. એ બન્નેનું ઐક્ય છે. આત્મા આત્માએ કરીને આત્માને વિષે શુદ્ધતા જાણે છે, માટે મુનિની જ્ઞાન અવસ્થા રત્નત્રયીમાં-જ્ઞાન, દર્શન અને ચારિત્રની એક્તા કરે છે. આત્માના જ્ઞાનમાં રમણ કરનાર જે પુરુષની ક્રિયા જ્ઞાનમયી છે તેનું મૌન સર્વોત્તમ છે. જેમ વિપરીતગ્રાહી મણિનું જ્ઞાન અને મણિની શ્રદ્ધા શુદ્ધ મણિમાં પ્રવૃત્તિ કરતું નથી, તેમજ જે જ્ઞાન અને શ્રદ્ધાથી શુદ્ધ આત્મસ્વભાવને વિષે આચરણ થતું નથી અથવા દુષનિવૃત્તિ થતી નથી, તે જ્ઞાન નથી અને તે દર્શન નથી. જેમ પ્રદીપની સર્વ ક્રિયા પ્રકાશ શક્તિવાળી છે, તેમ આત્મસ્વરૂપથી ભિન્ન જેના પરિણામ નથી એવા અનન્ય સ્વભાવવાળાની સર્વ ક્રિયા જ્ઞાનમય છે, તેનું મૌન સર્વોત્તમ છે. ૧૪. વિદ્યાવાન-તત્વને વિષે જે બુદ્ધિ તેને ચાગચાઓએ વિદ્યા કહી છે. આત્મા પરિણામી નિત્ય છે. પરસંગ-પુદ્ગલસંગ અનિત્ય એમ જે જાણે છે, તે વિદ્યાવાનું જાણ. સમતાના કુંડમાં સ્નાન કરીને અને કર્મમળને દૂર કરીને જે મલિનતાને પામતે નથી, તે અંતરાત્મા ઉત્કૃષ્ટ પવિત્ર છે. હું અને મારાપણાની બુદ્ધિ તે અવિદ્યા છે. સર્વદા ક્ષીર-નીરની જેમ એકરૂપ થઈ રહેલા કર્મ અને જીવને જે વિભિન્ન કરે છે અને જડ-ચેતન લક્ષણથી તેની વ્યવસ્થા કરીને પૃથ કરે છે, તે ભેદજ્ઞાની મુનિરાજ વિદ્યાવાનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13