Book Title: Gyansarna 32 Ashtak no Sankshipta Sar Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 2
________________ પારમાર્ષિક લેખસંગ્રહ | [ ૧૧૭ ૫. જ્ઞાની–તે જ ઉત્તમ જ્ઞાન છે, કે જેથી આત્મા વારંવાર એક પરબ્રહ્મ-નિર્વાણપદને વિષે તન્મય થાય છે. મોટા શાસ્ત્રપાઠને કાંઈ આગ્રહ નથી. રાગાદિકવાળું જ્ઞાન તે જ અજ્ઞાન સમજવું. તે જ જ્ઞાન કહેવાય છે, કે જે સ્વ-સ્વભાવલાભના સંસ્કારનું કારણ છે અને તેથી અન્ય બુદ્ધિ અર્થાત્ બીજું રાગાદિકવાળું જ્ઞાન માત્ર અંધ કરનાર છે, એમ મહાત્માઓએ કહ્યું છે. ૬. શમ-વિક૯૫ના વિષયને પાર ઉતરેલ સદા સ્વભાવ ગ્રહણવાળો એ જ્ઞાનને જે પરિપાક, તે “શમ કહેવાય છે. ગારૂઢ થવાને ઇચ્છતે મુનિ બાહ્ય ક્રિયાને પણ સેવે છે, પરંતુ અન્તર્ગતક્રિય એ ગારૂઢ મુનિ શમે કરીને જ સિદ્ધિને પામે છે. ૭. ઈન્દ્રિયજય–જે સંસારથી બહતા હો અને મેક્ષપ્રાપ્તિની આકાંક્ષા રાખતા હો, તે ઈન્દ્રિો પર જ્ય મેળવવાને ઘણું પરાક્રમ ફેરવે. હજારે સરિતાથી નહિ પૂરાય એવી સમુદ્રના ઉદર સમાન ઈન્દ્રિયોને સમૂહ તૃપ્તિમાન થત નથી, માટે અંતરાત્માએ કરીને તૃપ્ત થા! ૮. ત્યાગ-મમતાને ત્યાગ અને સમતાને સ્વીકાર, તેમજ બાહ્ય આત્મભાવને ત્યાગ અને અંતર આત્મભાવને સ્વીકાર, તે જ ત્યાગ છે. જ્યાં સુધી આત્મતત્ત્વ પ્રકાશ કરીને પિતે પિતાને શિક્ષા આપે એવા ગુરૂત્વને પામતો નથી, ત્યાં સુધી ઉત્તમ ગુરૂની સેવા કરવી. ૯ કિયા–ભગવાન શ્રી જિનેશ્વરદેવના મુખાવિંદમાંથી નીકળેલા વચનરૂપ જિનાગમ તેને અનુસરીને ક્રિયાનું કરવું, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13