Book Title: Gyansarna 32 Ashtak no Sankshipta Sar
Author(s): Punyavijay
Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf

View full book text
Previous | Next

Page 11
________________ ૧૨૬ શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા એકાગ્રબુદ્ધિ એ ધ્યાન છે. એ ત્રણેયની સમાપત્તિ તે એક્તા છે. જેમ ધ્યાનથી વૃત્તિને અભાવ થયે છતે મણિને વિષે પ્રતિબિંબ પડે છે, તેમ નિર્મળ અંતરાત્મામાં પરમાત્માની સમાપત્તિ થાય છે. એમ ધ્યાનના ત્રિવિધ ફળથી વિસસ્થાનક તપ વિગેરે ઘટે છે. ઉક્ત ત્રિવિધ ધ્યાનફળરહિત તપાદિ કષ્ટ તે અભવ્ય આદિને પણ સંસારમાં દુર્લભ નથી. ૩૧. તપ-કર્મોનું જ્વલન કરવાથી જ્ઞાન એ જ તપ છે, એમ તો કહે છે. તે આત્યંતર તપ ઈષ્ટ છે. બાહ્ય તપ તેને વધારનાર છે. અજ્ઞાનીની સંસારના પ્રવાહને અનુસરનારી “હું લોકેની સાથે હોઈશ” ઈત્યાદિ લક્ષણવાળી આનુતસિકી પ્રવૃત્તિ હોય છે અને જ્ઞાનવંતની પ્રતિશ્રોતસામે પૂરે ચાલવારૂપ ધર્મ સંજ્ઞામૂલક ઉગ્ર માસક્ષપણાદિ પ્રવૃત્તિ હોય છે. એથી જ ચતુર્ણાની પિતે તદ્દભવસિદ્ધિગામી છે, એમ જાણતાં છતાં તપ આદરે છે. ભવથી વિરક્ત થયેલા તત્વજ્ઞાનના અથીને ધનના અર્થીની જેમ શીત-તાપાદિ દુઃસહ નથી. તે જ તપ કરે, કે જેને વિષે દુર્થાન નથી, ગહીન થતાં નથી અને ઈન્દ્રિયોને નાશ થતું નથી. ૩૨. સર્વનય આશ્રયજે ચારિત્રગુણમાં લીન છે, તે સર્વ નયના ધારક હોય છે. સમવૃત્તિવાળા સર્વ નયાશ્રિત જ્ઞાની આત્મસુખને આસ્વાદ કરે છે. સર્વ નયના જાણનારાઓનું તટસ્થપણું લેકને વિષે ઉપકારરૂપ થાય છે. પૃથક નય કરીને જે મૂઢ છે, તેને અહંકારની પીડા અને કલહફળની પ્રાપ્તિ થાય છે. લેકના હિતને માટે સર્વ નયાશ્રિત મત જેણે પ્રકાશિત કર્યો છે અને જેના ચિત્તમાં તે પરિણત થયો છે, તેને વારંવાર નમસ્કાર છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13