Page #1
--------------------------------------------------------------------------
________________
૧૧૬]
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા શ્રી જ્ઞાનસારના બત્રીશ અષ્ટકનો
સંક્ષિપ્ત સાર ૧. પૂર્ણતા-પૌગલિક ઉપાધિથી રહિત સ્વભાવજનિત પૂર્ણતા એ જ પૂર્ણતા. જે વસ્તુઓથકી કૃપણ પિતાને પૂર્ણ માને છે, તેને ત્યાગ તે જ સાચી પૂર્ણતા છે. વિવેકી પુરૂષની દૃષ્ટિ પૂર્ણાનંદરૂપી અમૃતથી નિગ્ધ થયેલી હોય છે.
૨. મગ્નતા-પાંચ ઈન્દ્રિયોને પિતાના વ્યાપારથી પર બનાવીને અને મનને એકાગ્ર કરીને જ્ઞાનસ્વરૂપ એવા પર બ્રહ્મને વિષે વિશ્રાતિને ધારણ કરે છે, તે મગ્નતા કહેવાય છે, અર્થાત્ સ્વ-સ્વભાવમાં સ્થિરતા કરવાથી મગ્નતા પ્રાપ્ત થાય છે. પરભાવને વિષે આત્માનું કર્તાપણું નથી, પરંતુ જ્ઞાનરૂપ માત્ર કિયા છે. જ્ઞાનનું સુખ સ્વાધીન છે, સવાભાવિક છે, કટ્ટરહિત છે અને બીજું સુખ તેથી વિપરીત છે. પરાભાવથી પિતાને સુખી માનનાર ચક્રવર્તી જેવા પણું એક ક્ષણમાં રંક થઈ જાય છે, જેથી તે સુખ અસ્થિર છે. - ૩. સ્થિરતા-ચિત્તની અસ્થિરતા-ચંચલતાને નાશ થવાથી સ્થિરતા પ્રગટે છે, અર્થાત્ સંકલ્પ-વિકલ્પને ત્યાગ થવાથી સ્થિરતા પ્રગટે છે.
૪. મેહત્યાગ-“અને મારૂં” તે જ મોહ છે અને હું અને મારું જેનામાં નથી તે જ મેહરહિત છે. મોહ એટલે આત્મભિન્ન પદાર્થોને વિષે આત્મિયત્વ બુદ્ધિ ઉત્પન્ન કરનાર મેહનીય કર્મ-મૂઢતા.
Page #2
--------------------------------------------------------------------------
________________
પારમાર્ષિક લેખસંગ્રહ
| [ ૧૧૭ ૫. જ્ઞાની–તે જ ઉત્તમ જ્ઞાન છે, કે જેથી આત્મા વારંવાર એક પરબ્રહ્મ-નિર્વાણપદને વિષે તન્મય થાય છે. મોટા શાસ્ત્રપાઠને કાંઈ આગ્રહ નથી. રાગાદિકવાળું જ્ઞાન તે જ અજ્ઞાન સમજવું. તે જ જ્ઞાન કહેવાય છે, કે જે સ્વ-સ્વભાવલાભના સંસ્કારનું કારણ છે અને તેથી અન્ય બુદ્ધિ અર્થાત્ બીજું રાગાદિકવાળું જ્ઞાન માત્ર અંધ કરનાર છે, એમ મહાત્માઓએ કહ્યું છે.
૬. શમ-વિક૯૫ના વિષયને પાર ઉતરેલ સદા સ્વભાવ ગ્રહણવાળો એ જ્ઞાનને જે પરિપાક, તે “શમ કહેવાય છે. ગારૂઢ થવાને ઇચ્છતે મુનિ બાહ્ય ક્રિયાને પણ સેવે છે, પરંતુ અન્તર્ગતક્રિય એ ગારૂઢ મુનિ શમે કરીને જ સિદ્ધિને પામે છે.
૭. ઈન્દ્રિયજય–જે સંસારથી બહતા હો અને મેક્ષપ્રાપ્તિની આકાંક્ષા રાખતા હો, તે ઈન્દ્રિો પર જ્ય મેળવવાને ઘણું પરાક્રમ ફેરવે. હજારે સરિતાથી નહિ પૂરાય એવી સમુદ્રના ઉદર સમાન ઈન્દ્રિયોને સમૂહ તૃપ્તિમાન થત નથી, માટે અંતરાત્માએ કરીને તૃપ્ત થા!
૮. ત્યાગ-મમતાને ત્યાગ અને સમતાને સ્વીકાર, તેમજ બાહ્ય આત્મભાવને ત્યાગ અને અંતર આત્મભાવને
સ્વીકાર, તે જ ત્યાગ છે. જ્યાં સુધી આત્મતત્ત્વ પ્રકાશ કરીને પિતે પિતાને શિક્ષા આપે એવા ગુરૂત્વને પામતો નથી, ત્યાં સુધી ઉત્તમ ગુરૂની સેવા કરવી.
૯ કિયા–ભગવાન શ્રી જિનેશ્વરદેવના મુખાવિંદમાંથી નીકળેલા વચનરૂપ જિનાગમ તેને અનુસરીને ક્રિયાનું કરવું,
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૧૮]
શ્રી છ. અ. જૈન થસ્થમાલા તે ક્રિયા સમજવી. આને “વચનાનુષ્ઠાન કહેવાય છે.
૧૦. આત્માને વિષે તૃત-પગલથી પુદ્ગલ તૃપ્ત પામે છે અને આત્મા આત્માથી તૃપ્ત પામે છે, માટે પરતૃપ્તિને સમારો૫ જ્ઞાનીને ઘટતો નથી. પુદ્ગલની ભેગતૃષ્ણાએ આતુર જીવની વિષેગાર જેવી દુર્ગતિ થાય છે અને જ્ઞાનના સ્વાદથી તૃપ્ત જીવને ધ્યાનરૂપી અમૃતના ઉદ્ગાર જેવી પરંપરા થાય છે. જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને, ક્રિયારૂપી સુરલતાના ફળનું ભજન કરીને અને શામ્ય તાંબુલનું આસ્વાદન કરીને મુનિ ઉત્કૃષ્ટ તૃપ્તિને પામે છે.
૧૧. નિર્લેપ-પુગલભાવને હું કર્તા નથી, કરાવનાર નથી અને તગુણ અનુયાયી નથી. આવા જ્ઞાનવાળો આત્મા લેવાતા નથી. તપ અને શ્રુતજ્ઞાનાદિએ મત્ત એ ક્રિયાવાન આત્મા પણ લેપાય છે, પરંતુ ભાવના જ્ઞાન કરીને પૂર્ણ એ ક્રિયારહિત લેપાતું નથી. મોટા દોષની નિવૃત્તિ ક્રિયાના અને સૂક્ષ્મ દોષની નિવૃત્તિ જ્ઞાનના બળથી જ થાય છે. દેશવિરતિ-સર્વવિરતિને તે સ્થાનની ક્રિયાની મુખ્યતા છે, જ્યારે સાતમા, આઠમા અને નવમાં ગુણસ્થાને વર્તતા જીવને જ્ઞાનની મુખ્યતા છે.
૧૨. નિઃસ્પૃહ-સ્પૃહાવાન મુનિ તૃણ અથવા રૂની જેમ હલકે દેખાય છે અને ભવસમુદ્રમાં ડૂબે છે, તેમાં કાંઈ આશ્ચર્ય નથી. પરસ્પૃહા એ જ મહાદુઃખ અને નિઃસ્પૃહત્વ એ જ મહાસુખ છે.
૧૩. મૈનવા-(પુગલને વિષે અપ્રવૃત્તિ એ જ મૌન.) સમ્યકત્વ તે જ મૌન અને મૌન તે જ સમ્યકત્વ છે.
Page #4
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૧૯ શુદ્ધ શ્રદ્ધાએ નિર્ધાર કરેલ આત્મસ્વભાવની ઉપાદેયતાને વિષે જ ઉપગપરિણતિનું અવસ્થાન તે જ સમ્યકત્વ છે અને સમ્યગદર્શન કરીને હેપાદેયતા વિભક્ત કરી ઉપાદેયને વિષે રમણ સ્વભાવ એ જ મૌન છે. એ બન્નેનું ઐક્ય છે. આત્મા આત્માએ કરીને આત્માને વિષે શુદ્ધતા જાણે છે, માટે મુનિની જ્ઞાન અવસ્થા રત્નત્રયીમાં-જ્ઞાન, દર્શન અને ચારિત્રની એક્તા કરે છે. આત્માના જ્ઞાનમાં રમણ કરનાર જે પુરુષની ક્રિયા જ્ઞાનમયી છે તેનું મૌન સર્વોત્તમ છે. જેમ વિપરીતગ્રાહી મણિનું જ્ઞાન અને મણિની શ્રદ્ધા શુદ્ધ મણિમાં પ્રવૃત્તિ કરતું નથી, તેમજ જે જ્ઞાન અને શ્રદ્ધાથી શુદ્ધ આત્મસ્વભાવને વિષે આચરણ થતું નથી અથવા દુષનિવૃત્તિ થતી નથી, તે જ્ઞાન નથી અને તે દર્શન નથી. જેમ પ્રદીપની સર્વ ક્રિયા પ્રકાશ શક્તિવાળી છે, તેમ આત્મસ્વરૂપથી ભિન્ન જેના પરિણામ નથી એવા અનન્ય સ્વભાવવાળાની સર્વ ક્રિયા જ્ઞાનમય છે, તેનું મૌન સર્વોત્તમ છે.
૧૪. વિદ્યાવાન-તત્વને વિષે જે બુદ્ધિ તેને ચાગચાઓએ વિદ્યા કહી છે. આત્મા પરિણામી નિત્ય છે. પરસંગ-પુદ્ગલસંગ અનિત્ય એમ જે જાણે છે, તે વિદ્યાવાનું જાણ. સમતાના કુંડમાં સ્નાન કરીને અને કર્મમળને દૂર કરીને જે મલિનતાને પામતે નથી, તે અંતરાત્મા ઉત્કૃષ્ટ પવિત્ર છે. હું અને મારાપણાની બુદ્ધિ તે અવિદ્યા છે. સર્વદા ક્ષીર-નીરની જેમ એકરૂપ થઈ રહેલા કર્મ અને જીવને જે વિભિન્ન કરે છે અને જડ-ચેતન લક્ષણથી તેની વ્યવસ્થા કરીને પૃથ કરે છે, તે ભેદજ્ઞાની મુનિરાજ વિદ્યાવાનું છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૨૦ ]
શ્રી છ. અ. જૈન ગ્રન્થમાલા ૧૫. વિવેકવાનુ-આત્મા આત્માને, આત્માએ કરીને આત્માને માટે આત્માથી આત્માને વિષે જાણે, તે છે કારક છે. એ છ કારક જેને સાધકપણે પરિણમ્યા છે, તે મહાભાગને જડ-વિષમ એવા અવિવેકરૂપી જ્વરની સાથે આસક્ત થવાનું કયાંથી હોય? સંસારમાં શરીર, આત્મા અને આદિ શબ્દથી વચન, ચિત્ત, ચેતન્યાદિને અવિવેકઅભેદ એ સદા સુલભ છે. તે દેહાત્માદિનું ભેદ પરિજ્ઞાનઆત્માની એકતાને નિશ્ચય કટિ જન્માવડે દુર્લભ છે. સંસારમાં બધાય ભવસ્થ જીવે શરીર અને આત્માની અભેદવાસનાથી વાસિત જ છે. ભેદજ્ઞાની કેઈક જ હોય છે. એવા ભેદજ્ઞાની તે જ વિવેકવાન કહેવાય છે.
૧૬. માધ્યસ્થ–સ્વપક્ષમાં સત્ય અને પરપક્ષમાં નિષ્ફળ એવા નમાં જેનું મન તુલ્ય સ્વભાવવાળું છે, તે મહામુનિને માધ્યસ્થ જાણવા. તે અપક્ષપાતપણાએ કરીને તત્ત્વની પરીક્ષા કરનાર છે એમ સમજવું, પરંતુ એક નયપક્ષી મધ્યસ્થ થઈ શકે નહિ. સર્વ પ્રાણુઓ પોતાના કર્મકૃત આવેશવાળા છે અને પિતાના કર્મ ભેગવે છે. તેમની પ્રત્યે મધ્યસ્થ પુરુષ રાગદ્વેષ નહિ ધરતાં સમવૃત્તિથી રહે છે. પરચિંતા રાગાદિને હેતુ છે અને આત્મચિંતા પરમ સુખ આપનાર છે. મધ્યસ્થ પુરુષને મનરૂપી વાછડે યુક્તિરૂપી ગાયની પાછળ જાય છે, જ્યારે કદાગ્રહીને મનરૂપી મર્કટ તેને પૂછડે કરીને ખેંચે છે.
૧૭. નિર્ભથવાનુ-આત્માથી ભિન્ન પદાર્થો, કે જે દેહ વિષયાદિમાં સુખ આદિની આકાંક્ષા, આલંકાદિ સાત
Page #6
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસ ગ્રહ
[ ૧૨૧
પ્રકારના ભય, વિષયાદિમાં સુખપ્રાપ્તિ આદિ ભ્રમ અને સાંસારિક પ્રવૃત્તિ વિગેરે પાપપ્રવૃત્તિના નાશ કરવાથી નિચવાન્ થવાય છે. જે મહામુનિને કાંઈ ગાષ્ય નથી, આરાપ્ય નથી, હૈય નથી, દેય નથી અને જ્ઞાને કરીને જ્ઞેયને જાણે છે, તેમને કાઈ ઠેકાણે ભય નથી.
૧૮. અનાત્મશસા-સ્વગુણરૂપી દોરડાનું આલેખન કરે તેા તેના હિતના માટે થાય છે, પરંતુ પેાતે જ સ્તુતિ કરતા ભવસમુદ્રમાં પડે છે; માટે આત્મગુણપ્રશંસા ત્યાગ કરવા ચેાગ્ય છે. પૂના પુરુષાથી અત્યંત નીચત્વ ભાવવું. પ્રત્યેક આત્માને વિષે તુલ્ય દૃષ્ટિએ કરીને શુદ્ધ પર્યાયેા જેણે જાણ્યા છે, એવાં મહા મુનિને ઉત્કર્ષ એ અશુદ્ધ પર્યાય હાવાથી નથી હાતા.
૧૯. તત્ત્વદૃષ્ટિ-જેની ષ્ટિ રૂપવતી છે, તે રૂપને જોઇને રૂપને વિષે માહ પામે છે અને જેની અરૂપી તત્ત્વષ્ટિ છે, તે નિરૂપ એવા આત્મામાં મગ્ન છે. ખાદ્યષ્ટિ તે અતત્ત્વષ્ટિ અને અંતરદૃષ્ટિ તે તત્ત્વષ્ટિ જાણવી. તત્ત્વદૃષ્ટિથી જોઈ એ ત્યારે જ વસ્તુના સત્ય સ્વરૂપનું ભાન થાય છે. ખાદ્યષ્ટિ જીવ ભસ્મ કરીને, કેશલેાચે કરીને અને શરીર ઉપર રાખેલા મલિન વસ્ત્રોએ કરીને પેાતાને માટે માને છે, જ્યારે તત્ત્વષ્ટિ જ્ઞાનસામ્રાજ્યે કરીને પેાતાને ગરિષ્ટ જાણે છેમાને છે.
૨૦. સર્વાં સમૃદ્ધિવાન્-બાહ્યષ્ટિના પ્રચાર નિરૂદ્ધ કર્યો છતે મહાત્મા મુનિને સવાઁ સમૃદ્ધિ આત્માને વિષે પ્રત્યક્ષ દેખાય છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
બાહિર દૃષ્ટિ દેખતાં, માહિર મન ધાવે; અંતર દૃષ્ટિ દેખતાં, અક્ષયપ પાવે. ’ ૨૧. કવિપાક ચિન્તન-સર્વ જગત્ કવશ છે, એમ જાણી મુનિ સુખથી હું પામતાં નથી તેમજ દુઃખથી ભય પામતાં નથી. પ્રશમશ્રેણિ પર આરૂઢ થયેલા શ્રુતકેવલી પણ અશુભ કર્મના ઉદયથી બહુલસ’સારી થાય છે, તે ખીજાની શી વાત ? ઉદયમાં આવેલા સ કર્મો ક્ષય થવાના છે એમ સમજી તુલ્યષ્ટિ ધારણ કરે છે, તે જ ચાગિ સહજાનંદરૂપ પ્રાપ્ત કરે છે. કવિપાક છેલ્લા પુદ્ગલપરાવત્તની હદમાં પહોંચ્યા વિનાના જીવાને આરક્ષણુ કરવા છતાં, એટલે છેલ્લાથી અન્ય પુદ્ગલપરાવત્ત માં દેખતાં છતાં ધર્મને હરે છે અને ચરમ પુદ્ગલપરાવર્ત્તવાળા સાધુનું તે પ્રમાદાહિરૂપ છિદ્રો જોઈને ધર્મને અતિ મલિન કરે છે, જેથી પ્રમાદાદિને અવકાશ આપવા ન દેવા. જે પ્રમાદ વિગેરેથી શ્રુતકેવલી જેવા મહાપુરુષ પણ અનંતસંસારી થાય છે.
૧૨૨ ]
૨૨. ભવઉદ્વેગ-આ સંસારના પાર પામવા માટે, મુનિ મરણની બીકે રાજાના ભયથી તેલનું વાસણ ગ્રહણુ કરનાર અને રાધાવેધને સાધવા વિષે જેમ ઉદ્યમવંત થવાય છે, તેમ મુનિ ધક્રિયાને વિષે એકાગ્ર હાય છે. જેમ ઝેરનું એસડ ઝેર છે, તેમ ભયનું ઓસડ ભય છે. ઉપસર્ગાદિ ભય જ્યારે પ્રાપ્ત થાય, ત્યારે સંસારથી ખ્વીતા એવા સાધુ તે ઉપસર્ગ સમ્યક્ પ્રકારે સહન કરે છે અને નિભય રહે છે. વ્યવહારમાં સ્થિત સાધુ આ સંસારની ભીતિ ધ્યાવે, પરંતુ નિજભાવમાં રમણ કરનારને ભવભયના અવકાશ રહેતા નથી.
Page #8
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંહ
[ ૧૨૩ ૨૩. લોકસંજ્ઞાત્યાગ-ભવરૂપી દુર્ગમ પર્વતનું ઉલ્લંઘન કરી શકે એવા છ ગુણસ્થાનકને પ્રાપ્ત કરીને લેકોત્તર જેની સ્થિતિ છે, એવા મુનિ સંજ્ઞાને વિષે રક્ત થાય નહિ. ઘણું માણસે લકસંજ્ઞાને અનુસરનારા છે, પણ તેથી પ્રતિકૂળ જનાર એક મુનિરાજ છે, તેમ શુદ્ધ માગને અનુસરનાર બહુ જ વિરલ હોય છે. લોકસંજ્ઞાને ત્યાગી અને મત્સર-મમતા વિગેરે જેના નાશ થઈ ગયા છે તે સાધુ સુખમાં રહે છે. લોકનું અવલંબન કરીને બહુ જણાએ કરેલું કર્તવ્ય હોય તો મિથ્યાષ્ટિને ધર્મ કદી તજવા ગ્ય થાય નહિ. લોકસંજ્ઞાએ કરીને હણાએલા એવા પિતાના સત્ય વ્રતરૂપ અંગમાં થયેલી મર્મપ્રહારની મહા વ્યથાને નીચું ગમન કરવું, ઈત્યાદિ કરીને દર્શાવે છે. આત્મસાક્ષિક ધર્મમાં લોક્યાત્રાએ કરીને શું કામ છે? લેકમાં શ્રેયની ઈચ્છાવાળા બહુ છે, પણ કેત્તરમાં બહુ નથી. જેમ રત્નનાં વ્યાપારીઓ હંમેશાં શેડા છે, તેમ સ્વાત્મસાધક પણ બહુ થડા છે.
૨૪. શાસ્રરૂપી દષ્ટિ-જ્ઞાનીપુરુષ શાસ્ત્રરૂપી નેત્રથી સર્વભાવને જૂએ છે. જેઓ શાસ્ત્રજ્ઞામાં સ્વેચ્છાચારી છે, તેઓની શુદ્ધ બેંતાલીશ દેષરહિત ભિક્ષા આદિ પણ તેને હિતકારી થતાં નથી, જ્ઞાનાદિ ગુણની વૃદ્ધિ કરનાર નથી, કારણ કે-મિથ્યાત્વ તથા અજ્ઞાનાદિ દેથી તેનું હૃદય દૂષિત છે. શાસ્ત્રમાં કહેલા આચારને જે મુનિ પાળે છે અને શાસ્ત્ર એ જ જેના ચક્ષુ છે, એવા જ મુનિ પરમપદને પામે છે.
૨૫. પરિગ્રહત્યાગ-પરિગ્રહનું જોર એટલું બધું છે કે-તેને વશ થયેલા મુનિવરેની પણ સંગદેષથી મતિ
Page #9
--------------------------------------------------------------------------
________________
૨૪ }
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા
નષ્ટ થાય છે. પરિગ્રહરૂપી ગ્રહના આવેશથી દૂષિત વચનેરૂપી ખુલીને વેરનાર લિગિઆના-મુનિવેષ ધારણ કરનારાઆના વિકૃત પ્રલાપે। શું સંભળાતા નથી ? અર્થાત્ ઘેલછાના પ્રલાપા સંભળાય છે. પુત્રકલત્રને જેણે ત્યાગ કર્યાં છે, મૂર્છાથી જે રહિત છે તથા જ્ઞાન માત્રમાં જે પ્રતિબદ્ધ છે એવા ચેાગીને પુદ્ગલનિત અંધનથી શું ? બાહ્ય તથા અન્યતર પરિગ્રહને તૃણવત્ તજી દઈ ને જે ઉદાસીનભાવને ભજે છે, તે જ સાચા મુનિ જાણવા. મૂર્છાએ કરીને જેની બુદ્ધિ આચ્છાદિત છે તેને સર્વ જગત્ પરિગ્રહ છે અને મૂર્છાથી જે રહિત છે તેને સર્વ જગત્ અપરિગ્રહ છે.
૨૬. અનુભવજ્ઞાન-સર્વ શાસ્ત્રના વ્યાપાર માત્ર દિગ્દર્શન-દિશા માત્ર દેખાડનાર છે, પણ એક અનુભવ જ ભવસમુદ્રના પાર પમાડે છે. વિશુદ્ધ અનુભવ વિના સેકડા શાસ્ત્રયુક્તિઓથી પણ અતીન્દ્રિય પરબ્રહ્મનું જ્ઞાન થતું નથી એમ પરિતા કહે છે. ક્ષુધા અને તૃષા, શેક અને માહ, કામ, કષાય વિગેરેના અભાવે કરીને પણ નિઃકલેશ છે, એવા શુદ્ધ એપ વિના લીપીમય, અક્ષરમય, વાણીમય અથવા હૃદયને વિષે જાકારરૂપ ચિંતન-એ પ્રમાણે ત્રણ રૂપવાળી દૃષ્ટિથી જોઈ શકે નહિ, પણ ાનિષ્ઠ વિકલ્પને વિરહ થવાથી (મિથ્યાત્વ, અજ્ઞાન ને માહના અભાવથી) જ અનુભવજ્ઞાન પ્રાપ્ત થાય છે. અનુભવે કરીને જ સ્વસવેઘ પરબ્રહ્મને પ્રાપ્ત કરે છે.
૨૭. ચાગવાનું-આત્માને મેાક્ષની સાથે જેડવાથી સર્વ આચાર પણ ચાગ કહેવાય છે. તેના ભેઢ કરીને સ્થાન, વર્ણ, અર્થ, આલેખન અને નિરાલંબન તે જેતે ગાચર છે,
Page #10
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૨૫ તે ચોગ કહેવાય છે. પહેલા બે ક્રિયાગ છે અને પછીના ત્રણ જ્ઞાનગ છે. તે સ્થાનાદિના પ્રત્યેક ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા અને સિદ્ધિ-એ ચાર ભેદ છે. એ પ્રમાણે વીસ યોગ પણ પ્રીતિ, ભક્તિ, વચન અને અસંગ અનુષ્ઠાનના ભેદે ચાર પ્રકારે છે. આ બધા મળીને રોગના એંસી પ્રકાર થાય છે. તે સકલ ચોગથી શેલેશી યોગની પ્રાપ્તિ થવાથી અનુકમે મેક્ષાગ સિદ્ધ થાય છે. સ્થાનાદિ વેગથી જે રહિત છે, તેને તીર્થ ઉચ્છેદાદિનું આલંબન કરીને પણ સૂત્ર ભણાવવામાં મહાદેષ છે, એમ પૂર્વાચાર્યો કહે છે.
૨૮. નિયાગ-ચૈતન્યના સ્વભાવમાં આત્માને જેણે અર્પણ કર્યો છે, વિકારને જેણે ત્યાગ કર્યો છે, સાધુના શુદ્ધ આચારને જે પાળે છે અને પરમેશ્વરની અષ્ટપ્રકારે ભાવપૂજા કરે છે, એ જ મુનિનું કર્તવ્ય છે-એમ જે યથાર્થ સમજે છે, એવા બ્રહ્મવેદી પાપથી લેપાતા નથી.
૨૯ પૂજા–દયારૂપી જળથી સ્નાન, સંતેષરૂપી ઉજવળ વસ્ત્ર ધારણ કરનાર, વિવેકરૂપી તિલક, ભાવનાએ કરીને જેને આશય પવિત્ર છે, એવા ભક્તિ અને શ્રદ્ધારૂપી કેસરમિશ્રિત ચંદનરસવડે નવવિધ બ્રહ્મચર્યરૂપ અંગે શુદ્ધ આત્મા રૂપ દેવની પૂજા કરવાથી “ભાવપૂજા થાય છે. ગૃહસ્થને ભેદપૂર્વક ઉપાસના કરવારૂપ “દ્રવ્યપૂજા' ઉચિત છે અને અભેદ ઉપાસનારૂપ ભાવપૂજા સાધુને ચગ્ય છે.
૩૦. ધ્યાન-ધ્યાતા, ધ્યેય અને ધ્યાનનું ત્રિક જેનું એકતાને પામ્યું છે, એવા અનન્યચિત્ત મુનિને કાંઈ દુઃખ હેતું નથી. અંતરાત્મા ધ્યાતા છે, પરમાત્મા ધ્યેય છે અને
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૨૬
શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા એકાગ્રબુદ્ધિ એ ધ્યાન છે. એ ત્રણેયની સમાપત્તિ તે એક્તા છે. જેમ ધ્યાનથી વૃત્તિને અભાવ થયે છતે મણિને વિષે પ્રતિબિંબ પડે છે, તેમ નિર્મળ અંતરાત્મામાં પરમાત્માની સમાપત્તિ થાય છે. એમ ધ્યાનના ત્રિવિધ ફળથી વિસસ્થાનક તપ વિગેરે ઘટે છે. ઉક્ત ત્રિવિધ ધ્યાનફળરહિત તપાદિ કષ્ટ તે અભવ્ય આદિને પણ સંસારમાં દુર્લભ નથી.
૩૧. તપ-કર્મોનું જ્વલન કરવાથી જ્ઞાન એ જ તપ છે, એમ તો કહે છે. તે આત્યંતર તપ ઈષ્ટ છે. બાહ્ય તપ તેને વધારનાર છે. અજ્ઞાનીની સંસારના પ્રવાહને અનુસરનારી “હું લોકેની સાથે હોઈશ” ઈત્યાદિ લક્ષણવાળી આનુતસિકી પ્રવૃત્તિ હોય છે અને જ્ઞાનવંતની પ્રતિશ્રોતસામે પૂરે ચાલવારૂપ ધર્મ સંજ્ઞામૂલક ઉગ્ર માસક્ષપણાદિ પ્રવૃત્તિ હોય છે. એથી જ ચતુર્ણાની પિતે તદ્દભવસિદ્ધિગામી છે, એમ જાણતાં છતાં તપ આદરે છે. ભવથી વિરક્ત થયેલા તત્વજ્ઞાનના અથીને ધનના અર્થીની જેમ શીત-તાપાદિ દુઃસહ નથી. તે જ તપ કરે, કે જેને વિષે દુર્થાન નથી, ગહીન થતાં નથી અને ઈન્દ્રિયોને નાશ થતું નથી.
૩૨. સર્વનય આશ્રયજે ચારિત્રગુણમાં લીન છે, તે સર્વ નયના ધારક હોય છે. સમવૃત્તિવાળા સર્વ નયાશ્રિત જ્ઞાની આત્મસુખને આસ્વાદ કરે છે. સર્વ નયના જાણનારાઓનું તટસ્થપણું લેકને વિષે ઉપકારરૂપ થાય છે. પૃથક નય કરીને જે મૂઢ છે, તેને અહંકારની પીડા અને કલહફળની પ્રાપ્તિ થાય છે. લેકના હિતને માટે સર્વ નયાશ્રિત મત જેણે પ્રકાશિત કર્યો છે અને જેના ચિત્તમાં તે પરિણત થયો છે, તેને વારંવાર નમસ્કાર છે !
Page #12
--------------------------------------------------------------------------
________________
પારમાર્થિક લેખસંગ્રહ
[ ૧૨૭
પર્શન ઉપર દૃષ્ટાંત [ વૈદ્યો ]
છ જૂદા જૂદા વૈદ્યોની દુકાને છે. તેમાં એક વૈદ્ય સંપૂર્ણ સાચે છે. તે તમામ રોગોને, તેના કારણને અને તે ટાળવાના ઉપાયને જાણે છે. તેનાં નિદાન-ચિકિત્સા સાચા હોવાથી રોગીને રોગ નિમૂળ થાય છે. વૈદ્ય કમાય છે પણ સારૂં. આ જોઈ બીજા પાંચ કૂટ પણ પિતપોતાની દુકાન ખોલે છે. તેમાં તે સાચા વૈદ્યના ઘરની દવા પિતા પાસે હોય છે તેટલા પૂરતો તે રેગીને રોગ દૂર કરે છે અને બીજી પિતાની કલ્પનાથી પિતાના ઘરની દવા આપે છે તેથી ઉલટ રેગ વધે છે. પરંતુ દવા સસ્તી આપે છે એટલે લોભન માર્યા લેક લેવા માટે બહુ લલચાય છે અને ઉલટા નુકશાન પામે છે.
આને ઉપનય એ છે કે સાચે વૈદ્ય તે જૈનદર્શનવીતરાગદર્શન છે, જે સંપૂર્ણ સત્યસ્વરૂપ છે. તે મેહવિષયાદિને, રાગ-દ્વેષને, હિંસા આદિને સંપૂર્ણ દૂર કરવા કહે છે, જે વિષયવિવશ રેગીને મેંઘા પડે છે, ભાવતાં નથી: અને બીજા પાંચ કૂટવૈદ્યો છે તે કુદર્શને છે. તે જેટલા પૂરતી વિતરાગના ઘરની વાત કરે છે તેટલા પૂરતી તે રોગ દૂર કરવાની વાત છે. પણ સાથે સાથે મોહની, સંસારવૃદ્ધિની, મિથ્યાત્વની, હિંસા આદિની ધર્મના બહાને વાત કરે છે તે પિતાની કલ્પનાની છે અને તે સંસારરૂપ રોગ ટાળવાને બદલે વૃદ્ધિનું કારણ થાય છે. વિષયમાં રાચી રહેલ પામર સંસારીને મોહની વાતે મીઠી લાગે છે અર્થાત્ સસ્તી
Page #13
--------------------------------------------------------------------------
________________ 128] શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા પડે છે, એટલે કૂટવૈદ્યો તરફ ખેંચાય છે, પરંતુ પરિણામે વધારે રોગી થાય છે. વીતરાગદર્શન ત્રિવેદ્ય જેવું છે. અર્થા–૧–રોગીને રોગ ટાળે છે, ૨-નિરોગીને રોગ રહેવા દેતું નથી, અને ૩-આરેગ્યની પુષ્ટિ કરે છે. અર્થા–૧-જીવને સમ્યગ્દર્શનવડે મિથ્યાત્વરેગ ટાળે છે, ૨-સમ્યજ્ઞાનવડે જીવને રેગને ભંગ થતાં બચાવે છે, અને ૩-સમ્યારિત્રવડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારૂપ આરેગ્યની પુષ્ટિ કરે છે. સ્વ–પર વિચારકર્તવ્ય જ્યાં સુધી આત્મસ્વરૂપ જાણવામાં ન આવે, ત્યાં સુધી પરમાત્મતત્વને સાચો ખ્યાલ કદી થતું નથી; કારણ કે–આત્માનું સ્વરૂપે ન જાણનાર મનુષ્ય આત્મામાં સ્થિતિ કરી શકતા નથી. જ્યાં સુધી દેહ એ પર છે અને દેહી આત્મા તેનાથી જૂદે છે, તે ભેદ યથાર્થ સમજવામાં ન આવે ત્યાં સુધી જીવને મુંઝવણને પાર રહે તે નથી; માટે આત્માથએ આનો વિચાર પ્રથમ કર્તવ્ય છે.