Book Title: Gyansarna 32 Ashtak no Sankshipta Sar Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 1
________________ ૧૧૬] શ્રી જી. અ. જૈન ગ્રન્થમાલા શ્રી જ્ઞાનસારના બત્રીશ અષ્ટકનો સંક્ષિપ્ત સાર ૧. પૂર્ણતા-પૌગલિક ઉપાધિથી રહિત સ્વભાવજનિત પૂર્ણતા એ જ પૂર્ણતા. જે વસ્તુઓથકી કૃપણ પિતાને પૂર્ણ માને છે, તેને ત્યાગ તે જ સાચી પૂર્ણતા છે. વિવેકી પુરૂષની દૃષ્ટિ પૂર્ણાનંદરૂપી અમૃતથી નિગ્ધ થયેલી હોય છે. ૨. મગ્નતા-પાંચ ઈન્દ્રિયોને પિતાના વ્યાપારથી પર બનાવીને અને મનને એકાગ્ર કરીને જ્ઞાનસ્વરૂપ એવા પર બ્રહ્મને વિષે વિશ્રાતિને ધારણ કરે છે, તે મગ્નતા કહેવાય છે, અર્થાત્ સ્વ-સ્વભાવમાં સ્થિરતા કરવાથી મગ્નતા પ્રાપ્ત થાય છે. પરભાવને વિષે આત્માનું કર્તાપણું નથી, પરંતુ જ્ઞાનરૂપ માત્ર કિયા છે. જ્ઞાનનું સુખ સ્વાધીન છે, સવાભાવિક છે, કટ્ટરહિત છે અને બીજું સુખ તેથી વિપરીત છે. પરાભાવથી પિતાને સુખી માનનાર ચક્રવર્તી જેવા પણું એક ક્ષણમાં રંક થઈ જાય છે, જેથી તે સુખ અસ્થિર છે. - ૩. સ્થિરતા-ચિત્તની અસ્થિરતા-ચંચલતાને નાશ થવાથી સ્થિરતા પ્રગટે છે, અર્થાત્ સંકલ્પ-વિકલ્પને ત્યાગ થવાથી સ્થિરતા પ્રગટે છે. ૪. મેહત્યાગ-“અને મારૂં” તે જ મોહ છે અને હું અને મારું જેનામાં નથી તે જ મેહરહિત છે. મોહ એટલે આત્મભિન્ન પદાર્થોને વિષે આત્મિયત્વ બુદ્ધિ ઉત્પન્ન કરનાર મેહનીય કર્મ-મૂઢતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13