Book Title: Gyansarna 32 Ashtak no Sankshipta Sar Author(s): Punyavijay Publisher: Z_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf View full book textPage 3
________________ ૧૧૮] શ્રી છ. અ. જૈન થસ્થમાલા તે ક્રિયા સમજવી. આને “વચનાનુષ્ઠાન કહેવાય છે. ૧૦. આત્માને વિષે તૃત-પગલથી પુદ્ગલ તૃપ્ત પામે છે અને આત્મા આત્માથી તૃપ્ત પામે છે, માટે પરતૃપ્તિને સમારો૫ જ્ઞાનીને ઘટતો નથી. પુદ્ગલની ભેગતૃષ્ણાએ આતુર જીવની વિષેગાર જેવી દુર્ગતિ થાય છે અને જ્ઞાનના સ્વાદથી તૃપ્ત જીવને ધ્યાનરૂપી અમૃતના ઉદ્ગાર જેવી પરંપરા થાય છે. જ્ઞાનરૂપી અમૃતનું પાન કરીને, ક્રિયારૂપી સુરલતાના ફળનું ભજન કરીને અને શામ્ય તાંબુલનું આસ્વાદન કરીને મુનિ ઉત્કૃષ્ટ તૃપ્તિને પામે છે. ૧૧. નિર્લેપ-પુગલભાવને હું કર્તા નથી, કરાવનાર નથી અને તગુણ અનુયાયી નથી. આવા જ્ઞાનવાળો આત્મા લેવાતા નથી. તપ અને શ્રુતજ્ઞાનાદિએ મત્ત એ ક્રિયાવાન આત્મા પણ લેપાય છે, પરંતુ ભાવના જ્ઞાન કરીને પૂર્ણ એ ક્રિયારહિત લેપાતું નથી. મોટા દોષની નિવૃત્તિ ક્રિયાના અને સૂક્ષ્મ દોષની નિવૃત્તિ જ્ઞાનના બળથી જ થાય છે. દેશવિરતિ-સર્વવિરતિને તે સ્થાનની ક્રિયાની મુખ્યતા છે, જ્યારે સાતમા, આઠમા અને નવમાં ગુણસ્થાને વર્તતા જીવને જ્ઞાનની મુખ્યતા છે. ૧૨. નિઃસ્પૃહ-સ્પૃહાવાન મુનિ તૃણ અથવા રૂની જેમ હલકે દેખાય છે અને ભવસમુદ્રમાં ડૂબે છે, તેમાં કાંઈ આશ્ચર્ય નથી. પરસ્પૃહા એ જ મહાદુઃખ અને નિઃસ્પૃહત્વ એ જ મહાસુખ છે. ૧૩. મૈનવા-(પુગલને વિષે અપ્રવૃત્તિ એ જ મૌન.) સમ્યકત્વ તે જ મૌન અને મૌન તે જ સમ્યકત્વ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13