Book Title: Gyan ane Swanubhuti Ek Vichaana
Author(s): Amarendravijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 4
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ-મહત્સવ-ગ્રંથ આત્માનું એવું નિર્મળ, કર્ણોપકર્ણ પ્રાપ્ત થયેલું નહિ પણ પોતીકું જ (firsthand) સ્પષ્ટ જ્ઞાન મેળવવા એનું પ્રત્યક્ષ દર્શન-સ્વાનુભૂતિ આવશ્યક છે. આત્માનું આવું અપરોક્ષ જ્ઞાન, જ્ઞાન તરીકે ગણનાપાત્ર છે. કેરી વિષે પુસ્તકનાં પુસ્તક વાંચીએ, પણ જ્યાં સુધી તેને ચાખીએ નહીં ત્યાં સુધી તેને સ્વાદ નથી મળતો, એટલું જ નહિ, એ (સ્વાદ) ની યથાર્થ સમજણ પણ નથી મળતી. એવું જ આત્મા વિષે છે. શ્રતથી, તર્ક-યુક્તિ–આગમ વગેરેથી એની બૌદ્ધિક પ્રતીતિ મળે, પરંતુ ગમે તેટલું વાંચીએ, સાંભળીએ કે વાતો કરીએ પણ જ્યાં સુધી આત્માને આત્મા પોતે-ઈન્દ્રિયો કે મનની મદદ વિના–સાક્ષાત્ ન જુએ, એ આનંદસાગરને અનુભવ ન મેળવે, ત્યાં સુધીની આત્મા વિષેની આપણી સમજ અધૂરી જ રહે છે. એક વાર પણ આત્માને નિજાનંદને અનુભવ થઈ ચૂક્યો હોય ત્યારે જ આત્મતત્ત્વને તે યથાર્થપણે સમજી શકે છે. સાધના-પ્રક્રિયા પ્રશ્ન એ થાય કે અનુભવજ્ઞાન સુધી પહોંચાય શી રીતે? અહીં મુખ્ય વાત તો સ્વાનુભૂતિ માટેની તીવ્ર વ્યાકુળતા અને ઉત્કટ ઝંખના જાગવી એ જ છે. આ માનવભવ એમ જ નથી ગુમાવવો એવી તીવ્ર ચટપટી લાગી જાય તો ઉપાય અવશ્ય હાથ લાગે. આવશ્યકતા એવી વસ્તુ છે કે તે આપમેળે જ બધું શોધી કાઢે છે. આ વ્યાકુળતા પ્રગટયા પછી સત્તા, પ્રતિષ્ઠા, નામના, કીતિ આદિની આકાંક્ષા નિવૃત્ત થાય છે; એમાં મેળવવા જેવું કંઈ લાગતું નથી. બાળક નાનું હોય છે ત્યાં સુધી એ ઢીંગલીઓ સાથે રમે છે અને એ રમતમાં આનંદ મેળવે છે. મોટું થતાં એ રમત તે છોડતો જોય છે. તેવું જ જગતની વસ્તુઓનું છે. તેમાં જ્યાં સુધી આનંદ આવે, મળવવા જેવું લાગે, ત્યાં સુધી સમજવું કે હજી બાળકઅવસ્થા છે. શા એને “ભવબાળકાળ” કહે છે; ધર્મયાન આવતાં જ એ બધું છૂટી જાય છે અને તે આત્મા સત્ય માટે દોડે છે. એટલે પ્રથમ તો જીવનના ધ્યેય વિષે નિશ્ચય થો જોઈએ. ધ્યેય નક્કી થયા પછી એની સિદ્ધિ અર્થે શું જરૂરી છે તે જાણી લઈ, સાધકે પોતાની સાધનાની યોજના (Plan) ઘડી કાઢી, એ પ્રમાણે જીવનનું ઘડતર કરતાં, પ્રથમ નજીકનાં અને પછી દૂરનાં લક્ષ્ય સિદ્ધ કરતાં, આગળ વધવું જોઈએ. આપણી સાધના-પ્રક્રિયાનું ટૂંકમાં દર્શન (૧) દશેય ? મુક્તિ=સર્વકર્મ રહિત થઈ સ્વરૂપમાં સ્થિતિ. (૨) સર્વ કર્મના ક્ષય માટે આત્મજ્ઞાન (આત્મા સંબંધી માત્ર બૌદ્ધિક જાણપણું નહિ . “ આત્મનિરીક્ષણ” (“ ધર્મચક્ર ફેબ્રુઆરી-એપ્રીલ, ૧૯૬ર) અને “ આધ્યાત્મિક ઉત્થાન” (“ કલ્યાણ, મે-જૂન, ૧૯૬૩) એ શીર્ષક હેઠળ લેખકે અહીં રજૂ કરવામાં આવેલા મુદ્દાઓમાંના કેટલાક મુદાઓનું વિશદ વિવેચન કરેલું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20