Book Title: Gyan ane Swanubhuti Ek Vichaana
Author(s): Amarendravijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 13
________________ ૧૦૧ મુ. શ્રી અમરેન્દ્રવિજયજી જ્ઞાન અને સ્વાનુભૂતિ –એક વિચારણા કરવાથી પણ જ્ઞાનપ્રાપ્તિ થાય છે. આંતરિક નિર્મળતામાંથી જન્મતી આંતર સૂઝ વડે સાધક એગ્ય ગુરુને પારખી શકે છે. જે ગુરુએ પતે શાસ્ત્રનું રહસ્ય મેળવ્યું હોય અને મનઃશુદ્ધિ તથા ચિત્તધૈર્ય માટેની સાધનામાંથી પસાર થઈને અનુભવ પ્રાપ્ત કર્યો હોય, તે પિતાના અનુયાયી વર્ગને સ્વાનુભૂતિજન્ય યથાયોગ્ય માર્ગદર્શન આપી શકે છે. એવા સમર્થ ગુરુનાં ૩૯ ચરણ પકડનાર શિષ્ય, પિતાને વિશેષ જ્ઞાન ન હોવા છતાં, સરળતાથી આત્મવિકાસ સાધી શકે છે. આ બધું સ્મૃતિમાં રાખી સાધક શ્રુતજ્ઞાનાર્જનની પ્રવૃત્તિ કરે. ટૂંકમાં, શ્રતને મુખ્ય હેતુ ચિત્તવૃત્તિઓમાં પરિવર્તન લાવવાનું છે, એ મૂળભૂત વાત એ ન વીસરે. યુતની મર્યાદા શ્રતથી–વાચન, શ્રાવણ કે શાસ્ત્રાધ્યયનથી–આત્માનું પક્ષ જ્ઞાન મેળવી લઈ એ જ પ્રાપ્તવ્ય છે અને તે (આત્મા) સિવાયનું બીજું બધું–રિદ્ધિ સિદ્ધિઓ કે શક્તિઓ એ બધું–માથા ઉપરથી ઉતારેલ વાળ કે આંગળીથી જુદા કરેલા નખ તુલ્ય અસાર છે, એ વિચાર સ્થિર કરે એ અધ્યયનનું પ્રથમ કાર્ય છે. એ પછીની જ્ઞાનની બીજી ભૂમિકા છે મુક્તિમાર્ગની સ્પષ્ટ સમજણ, જ્ઞાનયોગ, કર્મગ, ભક્તિગ, રાજગ, લયયોગ આદિ વિવિધ સાધના-પદ્ધતિઓ અને તે સાથે ચિત્તની એકાગ્રતાની કેળવણી અર્થે ઉપયોગમાં લેવાતી અન્ય પ્રવૃતિઓનું–જેવી કે જપ, નાદાનુસંધાન, શ્વાસોશ્વાસનું નિરીક્ષણ, ચિત્તમાં ઊઠતા વિચારપ્રવાહનું તટસ્થ અવલોકન વગેરેનું–જ્ઞાન સંપાદન કરી, પિતાની પ્રકૃતિ, સંગે અને સામર્થ્યને અનુરૂપ પ્રક્રિયા શોધી કાઢવી એ આ ભૂમિકાનાં શ્રવણ-વાચન-શાસ્ત્રાભ્યાસનું લક્ષ્ય હોય. શ્રવણું, ચિંતન અને વિમર્શ દ્વારા મુમુક્ષુ જ્ઞાન અને ક્રિયાના હાર્દ સુધી પહોંચે છે. અંતિમ ધ્યેય સુધી પહોંચાડનાર સાધનામાર્ગોમાંથી છેવટ કઈ એકનું પણ અબ્રાંત દર્શન સાધકે મેળવી લેવું જોઈએ. આ થઈ બૌદ્ધિક સમજની વાત. અહી શાસ્ત્ર અટકી જાય છે. આત્મતત્તવનું પરોક્ષ જ્ઞાન અને તેની (આત્મતત્વની) પ્રાપ્તિનાં સાધનો તે બતાવી દે છે, શ્રવણ-વાચન અહીં સુધી પહોંચાડે છે; આંગળી ચીંધી માર્ગ બતાવી દે છે; પછીને પંથે આપણે પિતે કાપવાને છે. પછી ચાલવું આપણે રહ્યું, જે સાંભળ્યું, વાંચ્યું તે જીવનમાં અનુભવવું રહ્યું. આ બંને કાર્ય એકસાથે થતાં રહે છે; જેમ માર્ગ ઉપર થોડું ચાલીએ કે આગળ એક-બે ફર્લીગ સુધીને રસ્તો દેખાતો જાય છે, એટલું આગળ ન વધીએ ત્યાં સુધી એની આગળને માર્ગ દેખાતું નથી. ૩૯. વિતામનોવેશવાનો ગુન.....રસ્તૌતિ –ગશાસ્ત્ર, ટીકા, પ્રરતાવ ૧૨, બ્લેક પ૩ની અવતરણિકા. ૪૦, व्यापारः सर्वशास्त्राणां, दिक्प्रदर्शनमेव हि । पारं तु प्रापयत्येकोऽनुभवो भववारिधेः ॥ भतीन्द्रियं परं ब्रह्म, विशुद्धानुभवं विना । शास्त्रयुक्तिशतेनाऽपि, न गम्यं यद् बुधा जगुः ॥ -જ્ઞાનસાર, અનુભવાષ્ટક, શ્લેક ૨-૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20