Book Title: Gyan ane Swanubhuti Ek Vichaana Author(s): Amarendravijay Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_ View full book textPage 2
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ તે કેટલીય શાખા-પ્રશાખાઓ છે, તેમાંની કેઈએકનું અધ્યયન કરવામાં જ આખી જિંદગી ખરચી નાંખનારા છે આ જગતમાં! ધારો કે કઈ વ્યક્તિએ વિશ્વનાં મોટામાં મોટાં ગ્રંથાલયમાં ગણના પામતી મેકેની લાયબ્રેરીના ૪૦ લાખ પુસ્તકો વાંચીને ધારી લીધાં, એમાં ભરેલું જ્ઞાન મેળવી લીધું, તો આપણે એને જ્ઞાની કહીશું? તમે કહેશેઃ “ના, એ તે ફક્ત માહિતી કહેવાય.” તેમ કેઈએ શાનું અધ્યયન કર્યું, મેટામોટા જ્ઞાનભંડારોમાં સંગ્રહીત સકળ શામાં પારંગતતા મેળવી, તો એણે જ્ઞાન મેળવ્યું એમ કહેશો કે માહિતી મેળવી એમ કહેશે ? શા તે ત્યાં સુધી કહે છે કે સાડાનવ પૂર્વ ભણી જનાર પણ અજ્ઞાની હોઈ શકે. જેમ પહેરવેશ ઉપરથી કોણ કેટલું ભણેલો છે તે ન કહી શકાય—મેલાંઘેલાં કપડાં વાળો વિદ્વાન હોઈ શકે અને મૂલ્યવાન કપડાં પહેરીને સુઘડ દેખાતો માણસ પણ અબૂઝ હઈ શકે–તેમ શાસ્ત્રોના માત્ર ઓછા-વધતા જાણપણથી જ જ્ઞાની–અજ્ઞાનીને વિભાગ ન કરી શકાય. ઘણું ભણેલે અજ્ઞાની હોઈ શકે અને એકે શાસ્ત્ર ન ભણેલે મહાજ્ઞાની હોઈ શકે. તો પછી આરાધનાની કાયાપલટ–ધૂળનું સોનું-કરનાર “જ્ઞાન” એ શી વસ્તુ છે? જ્ઞાનનું મહત્ત્વ બતાવનાર શાસ્ત્રવચનમાં “જ્ઞાન” શબ્દથી શુ અભિપ્રેત છે? જ્ઞાન શબ્દને વાસ્તવિક અર્થ શો ? કોઈ વ્યક્તિ (દા. ત. નોબેલ પારિતોષિકના સ્થાપક આલફ્રેડ નોબેલ)ના નામથી અને કામથી આપણે પરિચિત હઈએ, પણ પ્રત્યક્ષ કે છબી દ્વારા એનું રૂપ જોયું ન હોય, તે એ વ્યક્તિને આપણને અકસ્માત ભેટો થઈ જાય ત્યારે આપણે એને ઓળખી શકીએ ખરા? આપણે જ્ઞાનને નામથી ઓળખીએ છીએ, અને કામથી—ક્રિયા કરતાં અનેકગણી કર્મનિર્જરા કરાવનાર વગેરે તરીકે પણ ઓળખીએ છીએ; પણ એનું સ્વરૂપ શું?–એ વિચાર કદી કર્યો છે? એને પિછાણી શકીએ એવી સ્થિતિ છે આપણું? તો ચાલે, વિવિધ દષ્ટિકોણથી જ્ઞાનનું નિરીક્ષણ કરી આપણે એના સ્વરૂપને અહીં વિશેષ પરિચય મેળવીએ. મુમુક્ષુની જ્ઞાન-પ્રવૃત્તિ એજીનીયરીંગ લાઈનમાં દાક્તરીનું કે સર્જરીનું જ્ઞાન એ કોઈ કલીફિકેશન-લાયકાત નથી; એ જ્ઞાન ઈજનેરીના ક્ષેત્રમાં જ્ઞાન ગણાતું નથી, તેમ સફળ દાક્તર થવા માટે કાયદાપોથીઓનું જ્ઞાન ઉપયોગી નથી. પ્રત્યેક ક્ષેત્રમાં “જ્ઞાન” એટલે તે તે ક્ષેત્રને સ્પર્શતા વિષયનું જ્ઞાન જ ગણનાપાત્ર બને છે. દાક્તરને શરીરરચનાનું, રોગનું, રોગનાં લક્ષણોનું અને દવાઓનું જ્ઞાન જરૂરી; વકીલને કાયદાનું, સાક્ષીઓના માનસનું, સાક્ષીની ઊલટતપાસ (Cross-examination) ની આંટીઘૂંટીનું; અને વેપારીને ઘરાકનું, માલનું, બજારનું, બજારની રૂખનું જ્ઞાન ઉપયોગી મનાય છે. વેપારી રાજકીય પ્રવાહ જાણવા ઈચ્છે તે પણ પોતાના વિષય સાથે એને જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20