Book Title: Gyan ane Swanubhuti Ek Vichaana
Author(s): Amarendravijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 3
________________ મુ. શ્રી અમરેન્દ્રવિજયજી જ્ઞાન અને સ્વાનુભૂતિ–એક વિચારણા ૯૧ સંબંધ છે, વેપાર પર એની જે અસર છે, તે જાણવા માટે. દાક્તર કિરત્સર્ગ વિષે વાંચે તે શરીર ઉપર એની શી અસર છે એ વધુ સારી રીતે સમજવા અને એના પ્રતિકાર માટે શું થઈ શકે તેમ છે તે જાણવા. એ જ રીતે, આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાન તે જ ગણાય છે જે આત્મા સંબંધી હાય. મુમુક્ષુ બીજી વસ્તુઓનું–જગતનું જ્ઞાન મેળવે તે પણ આત્મા અને જગતને સંબંધ સમજવા. જગતની માહિતી મેળવતાં પણ તેના કેન્દ્રમાં આત્મતત્ત્વ–ચૈતન્ય જ હોય. આત્મનિર્મળતાના પ્રકટીકરણમાં જે સહાયભૂત હોય તેવું જ્ઞાન જ અહીં ગણનાપાત્ર બને છે. ચૈતન્યને બાજુએ રાખી એકલી જગતની માહિતી કઈ ગમે તેટલી મેળવે, પણ આ ક્ષેત્રમાં એની ઉપયોગિતા ન ગણાય. આત્મા, જગત અને એ બે વચ્ચેનો સંબંધ, એ મુમુક્ષુની જ્ઞાનપ્રવૃત્તિને વિષય હોય. પ્રથમ કૃત–શાસ્ત્રશ્રવણ કે અધ્યયન, પછી એના ઉપર ચિંતન, અને એમાંથી ભાવનાજ્ઞાન સુધી પહોંચે તે ક્ષયોપશમ જ બની જાય. આમ મુમુક્ષુનું જ્ઞાન આગળ વધતાં વધતાં સ્વાનુભવ સુધી પહોંચે. શાસ્ત્ર ભણી જવા માત્રથી આત્માનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. શ્રુતથી મેળવેલું જ્ઞાન પક્ષ છે, તેથી તે સ્પષ્ટ ન હોઈ શકે. “અws gોક્ષમ્ ”૩ તેથી, આત્માનું અપરોક્ષ જ્ઞાન મેળવવું જોઈએ. “પ્રત્યક્ષમ્!” ૪ આપણું રોજના વ્યવહારમાં પણ “દાક્તરે કે વકીલે કેટલાં પુસ્તક વાંચ્યા છે?”એ નથી જોવાતું, પરંતુ તે રોગનું નિદાન કરી શકે છે? દવાથી આપણને આરામ આપી શકે છે?—એ જોવાય છે. એ કરી શકે તે દાક્તર માન્ય બને છે; જે કેસ જીતી આપે તે વકીલ માન્ય બને છે; તેમ કર્મ સામે, ભવ સામે જીત અપાવે તે જ્ઞાન મુમુક્ષુ વાંચ્યું છે. એ માટે શાસ્ત્રાધ્યયન સાથે સાધના જોઈએ. | લાખ લેકપ્રમાણુ સાહિત્યનું નવનિર્માણ કરનાર ઉપાધ્યાયજી શ્રીમદ્દ યશોવિજયજી મહારાજને અનુભવજ્ઞાન લાધ્યું ત્યારે એમના મુખેથી સરી પડેલા આ ઉદ્દગાર છે: “સંશય નવિ ભાંજે શ્રુતજ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠો; વાદવિવાદ અનિશ્ચિત કરતે, અનુભવ વિણ જાય હેઠે રે.” અનુભવજ્ઞાનના નિર્મળ પ્રકાશ આગળ જીવનભરના અથાક પરિશ્રમથી મેળવેલું બહોળું શ્રુતજ્ઞાન એમને ફિક લાગે છે, “જૂઠું લાગે છે. ૫ આત્મસ્વરૂપનું અભાન એ જ અજ્ઞાન છે. એ અજ્ઞાન ટાળી આપે તે જ્ઞાન, દેહાધ્યાસ ટળે–દેહમાં આત્મબુદ્ધિ એટલે કે “હું” એ બુદ્ધિ ટળે, સ્વરૂપનું અનુસંધાન ચાલુ રહે-કર્મકૃત ભાવોમાં “હું” બુદ્ધિ ન થાય, તેનું નામ જ્ઞાન, પ્રમાણનયતવાલેક, પરિચ્છેદ ૩, સૂત્ર ૧. એજન, પરિચ્છેદ ૨, સૂત્ર ૨. પાસમાં જિમ વૃદ્ધિનું કારણ, ગોયમને અંગૂઠા; જ્ઞાનમાંહિ અનુભવ તિમ જાણે, તે વિણ જ્ઞાન તે જૂઠો રે. –શ્રી પાળરાસ, ખંડ ૪, ઢાળ ૧૦. 8. ૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20