Book Title: Gyan ane Swanubhuti Ek Vichaana
Author(s): Amarendravijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 6
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણમહાત્સવ ગ્રંથ આ રીતે આપણા ધ્યેય-આત્મજ્ઞાનનું અંતિમ સાધન ધ્યાન છે;૧૧ એ લક્ષમાં રાખી “ એની પ્રાપ્તિ કરાવવા માટે મહાવ્રતાઢિ યમ, નિયમ, તપનું આસેવન છે.”—એ સમજપૂર્વક આરાધના થવી જોઈએ;૧૨ એમ થાય તેા, એ આરાધના ઉત્તરોત્તર વધુ આત્મવિકાસ કરાવનારી અને યમ, નિયમ, તપ સીધાં જ મેાક્ષપ્રાપક નથી, પર`તુ તે ચિત્તની શુદ્ધિ અને સ્થિરતામાં સહાયક અની પરપરાએ મેાક્ષસાધક છે. યમ, નિયમ, તપ વગેરે સીધાં જ મેાક્ષપ્રાપક છે, એવી માન્યતાને કારણે, યમ, નિયમ, તપ, સંયમાદિની શુદ્ધિ અર્થે જરૂરી આત્મનિરીક્ષણ ન રહેતાં, એનાથી નીપજવું જોઈતું પરિણામ પ્રગટતું નથી. દા. ત. તપના યથાયોગ્ય આસેવનથી નાડીશુદ્ધિ થવી જોઈ એ; એટલે કે નાડીઓમાં રહેલ મળે! (Toxins) ખળી જાય; પરિણામે, શરીર હલકુ ફૂલ લાગે અને, ધ્યાન, સ્વાધ્યાય આદિની આરાધનામાં શરીર વિઘ્નભૂત ન રહેતાં, ચિત્તની સ્થિરતા સુલભ બને. જ્ઞાનપ્રાપ્તિ માટે બુદ્ધિની કેળવણી–બુદ્ધિના વિકાસ-ઉપરાંત હૃદયની વિશાળતાના વિકાસ ઉપર, સંયમ ઉપર, સ'કલ્પશક્તિને સુદૃઢ બનાવવા ઉપર તથા ચિત્તને શાંત, શુદ્ધ અને ઇચ્છાનુસાર એકાગ્ર કરવાની શક્તિ સ`પાદન કરવા ઉપર વધારે ધ્યાન અપાયું જોઈ એ. અંતઃકરણની આવી અવસ્થામાં જ વાસ્તવિક જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે છે. ૧૩ તત્ત્વદર્શન મનની પ્રશાંત અવસ્થામાં પ્રાપ્ત થાય છે. માટે ચિત્ત ઉત્તરાત્તર વિકલ્પરહિત પ્રશાંત મનતું જાય, અને સમત્વ સ્થિર થતું જાય, એ દિશામાં નિત્ય, અવિરત પ્રયાસ કરવા જોઈએ. સામાયિક ભાવની–સમભાવની સ્થિરતાથી જ્ઞાનપ્રાપ્તિ થાય છે. ૧૪ સામાયિક ભાવ જેટલા ઊંડા તેટલુ જ્ઞાન ઊંડું. શ્રુતજ્ઞાનપ્રાપ્તિમાં જરૂરી વિવેક સ્વાનુભૂતિ સુધી પહોંચવા માટે જરૂરી સાધનાનું આપણે વિહંગાવલેાકન-ઊડતું અવલેાકન કયું; પણ ત્યાં સુધી પહોંચીએ તે પહેલાં આપણે અનુભવીએના વચનથી -શ્રુતથી નભાવવુ રહ્યું. એ જ્ઞાનાર્જનના વિષયમાં પણ આપણા ચિત્તમાં સ્પષ્ટતા હેાવી જોઈ એ. કાઈ એક વિષયનું જીવનભર અધ્યયન કરતાં રહીએ તાય પાર ન આવે એટલાં શાસ્ત્રો છે. માટે આપણા ધ્યેય વિશે નિશ્ચિત દૃષ્ટિ કેળવી, “ શાસ્ત્ર ઘણાં મતિ થેાડલી ” –એ વિચારના ખ્યાલ રાખી વિવેકપૂર્વક એમાંથી પસંદગી ન કરીએ તે જિંગ્નુગીભર શાસ્ત્રો ભણતાં રહીએ છતાં આત્માન્નતિની દૃષ્ટિએ ખાસ લાભ ન થાય, એવુય અને. ૧૧. आत्मज्ञानफलं ध्यान - मात्मज्ञानं च मुक्तिदम् । —અધ્યાત્મસાર, પ્રસ્તાવ ૬, શ્લાક ૧. ૧૨. ૧૩. ૧૪. Jain Education International मूलोत्तरगुणाः सर्वे सर्वा चेयं बहिष्क्रिया । मुनीनां श्रावकाणां च ध्यानयोगार्थमीरिताः ॥ —ઉપમિતિભવપ્રપંચા કથા, પ્રસ્તાવ ૮, શ્લોક ૭૨૬. વિશતિવિશિકા, ૧, ગાથા ૧૭–૨૦. यदिदं तदिति न वक्तुं साक्षाद् गुरुणाऽपि हन्त शक्येत । औदासीन्यपरस्य प्रकाशते तत् तत्त्वं स्वयं तत्त्वम् ॥ —યામશાસ્ત્ર, પ્રસ્તાવ ૧૨, શ્લોક ૨૧. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20