Book Title: Gyan Gosthi Author(s): Kanjiswami Publisher: Digambar Jain Kundamrut Kahan View full book textPage 6
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પ્રકાશકીય તત્ત્વનિરૂપણમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો તો મુખ્ય હતા જ અને સામાન્ય રીતે દિવસમાં બે વખત સવાર અને બપોરે આ પ્રવચનો થતાં. પરંતુ પૂજ્ય ગુરુદેવશ્રી સાથે રાત્રિ-ચર્ચાને તત્ત્વદર્શનમાં વિશિષ્ટ સ્થાન હતું. પૂજ્ય ગુરુદેવશ્રી જ્યાં-જ્યાં પધારતા ત્યાં-ત્યાં બે પ્રવચનો ઉપરાંત અમુક રીતે રાત્રિ-ચર્ચાનું આયોજન થતું જ. આ ક્રમ અવિરતપણે પીસ્તાલીસ વર્ષ સુધી ચાલુ રહ્યો હતો. રાત્રિ-ચર્ચામાં મુમુક્ષુઓ તેમના સ્વાધ્યાયમાં આવેલ પ્રશ્નો વિના સંકોચ રજુ કરતા અને પૂજ્ય ગુરુદેવશ્રી સાદી ભાષામાં ટૂંકા પણ સચોટ ઉત્તરો આપતા હતા અને ત્યારે તત્ત્વના ઊંડા રહસ્યો મુમુક્ષુ સમક્ષ ખુલ્લા થતા તા. આ રીતે રાત્રિ-ચર્ચાઓમાં ચર્ચાતા વિષયો લિપિબદ્ધ થઈ ગુજરાતી આત્મધર્મ' માસિકમાં નિયમિત રીતે પ્રકાશન થતા રહેતા હતા. સાથે આ વિષયો હિન્દી સંસ્કરણ પામી ૫. ટોડરમલ સ્મારક ટ્રસ્ટ, જયપુર તરફથી પ્રગટ થતા આત્મધર્મ' માં પણ પ્રકાશન થતા હતા. આશરે દોઢેક વર્ષ પહેલા ૫. ટોડરમલ સ્મારક ટ્રસ્ટ, જયપુર તરફથી જ્ઞાનગોષ્ઠી (હિંદી) નામના પુસ્તકનું પ્રકાશન થયેલ છે જેમાં હિંદી આત્મધર્મમાં પ્રગટ થયેલી પ્રશ્નોત્તરીનું પં. અભયકુમાર જૈન શાસ્ત્રીએ વિષયવાર વિભાગ કરી સંકલન કરેલ છે. રાજકોટ સંઘ તરફથી પ્રગટ થતાં (ગુજરાતી) જ્ઞાનગોષ્ઠી પુસ્તકમાં વિષયો તથા પ્રશ્નોત્તરીનો ક્રમ જેમ છે તેમ રાખી મૂળ ગુજરાતી “આત્મધર્મ' માં પ્રગટ થયેલ પ્રશ્નોત્તરીઓનું સંકલન કરવામાં આવેલ છે, તથા તે ઉપરાંત વિશેષમાં પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રીમુખે પ્રવચનો તથા ચર્ચામાં પ્રવાહિત થયેલા ઉદ્દગારોનું પણ ગુજરાતી આત્મધર્મમાંથી સંકલન કરી આ પુસ્તકના બીજા વિભાગમાં આપવામાં આવેલ છે. આ પુસ્તક બહાર પાડવામાં આવ્યું કે તરત જ બધી પ્રતો વેચાઈ જવા પામી હતી અને હજુ ઘણી માંગ આગળથી નોંધાએલી છે. આ બધું લક્ષમાં લેતા બીજી આવૃત્તિ છપાવવાનું નક્કી કરવામાં આવ્યું અને એ રીતે આ બીજી આવૃત્તિ બહાર પડ છે. આ પુસ્તકની કિંમત આશરે રૂા. ૨૦ થવા જાય છે, પરંતુ ઉદાર દાતાઓ તરફથી જ્ઞાનદાનનો પ્રવાહ વહેતો રહેતો હોવાથી અને આ પુસ્તક માટે ખાસ સ્વ. મણિલાલ જેઠાલાલની સ્મૃતિ અર્થે રૂા. ૫OOOનું દાન મળવાથી આ પુસ્તકની કિંમત રૂા. ૧૦ રાખવામાં આવી છે. આશા છે કે મુમુક્ષુઓના સ્વાધ્યાયમાં આ પુસ્તક ઉપયોગી થશે. શ્રી કહાનગુરુ સત્ સાહિત્ય ગ્રંથમાળા પ્રકાશન સમિતિ-રાજકોટ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 278