________________
૧૦થી ૧૩ રેડકી છંદમાં અને ૧૪મી કડી છપ્પયમાં છે. અહીં કવિ સરસ્વતીને અન્ય શક્તિઓના અવતાર રૂપે વર્ણવે છે, એની સ્વરૂપ-શોભાને પ્રશંસે છે અને પોતાની ઉપર અમૃતવાણીની કૃપા કરવા યાચના કરે છે.
સરસ્વતીની શોભા વર્ણવતી રેડકી છંદની એક કડી જુઓ : ‘સિરિ સોહઈ સિંદૂર શિખા, રાતા નિમ્મલ નખા, હસઈ કમલમુખા, રમલિ ચડઈ, કરિ ધરઇ મધુર વીણા, વાજઈ સરસ ઝીણા, નાઈ સુગુણલીણા, ગણિ ગઈ, રણઝણ) તલતાલ, સુણઈ સુસર ઢાલ,
જપઈ જાનમાલ, રત્તિદિગં. સેવઉ સેવઉ સાર૬માય.
હર્ષસાગર નામના કવિએ ૧૧ કડીનો પદ્માવતીનો છેદ (ક) (લે.ઈ.સ.૧૫૭૫ પહેલાં) રચ્યો છે. પણ આ હર્ષસાગર કયા તે નિશ્ચિત થઈ શકતું નથી. સંસ્કૃત ભાષાના પ્રભાવવાળી આ રચનામાં જિનશાસનદેવી પદ્માવતીદેવીની શોભા વર્ણવીને એમનો મહિમા ગાવામાં આવ્યો છે. કૃતિમાં આવતા આંતરપ્રાસ, અલંકારો અને લયછટા નોંધપાત્ર છે. અહીં પદ્માવતીદેવીનું વર્ણન વિશેષણ-ખચિત પદાવલિ યોજીને કરવામાં આવ્યું છે.
કૃતિ લીલાવતી છંદમાં યોજાઈ હોવાનું જણાય છે. આ કૃતિની પદ્માવતીદેવીની શોભા વર્ણવતી એક કડી જુઓ :
નાસા અણીયાલી અધર પ્રવાલી જીભ રસાલી નિરદોષી, દાડિમકણ દેતી મધુર લવતી જિનગુણ યુવતી તારનખી, જિત કિન્નરવાદી સુસ્વરવાદી જિનગુણ લાધી રાગવતી.'
આ સદીના સોમસુંદરસૂરિશિષ્ય ૩૬ કડીના નેમિનાથ સમવસરણ) સ્તવન અથવા છંદ પ્ર.) તેમજ નન્નસૂરિએ જીરાઉલા પાર્શ્વનાથ છંદ ની રચના કરી છે.
આ સદીમાં જૈનેતર કવિ નાકરનો સમાપ્રચુર, સ્તોત્રશૈલીમાં રચાયેલો ભવાની છંદ મળે છે. એની ઝડઝમકયુક્ત એક કડી જુઓ :
અસુર સંહારિણી સુરહિતકારિણી પ્રકટિત રૂપ મનોહરણા, | ભિન્ન તિલક ચરણ શિર ચાંપિત, હરતી પ્રાણ મહિસાસુરણા.”
૧૬મી સદી સુધી આ છંદરચનાઓનું પ્રમાણ પછીની બે સદીમાં મળતી છંદરચનાઓની તુલનામાં અલ્પ છે. હવે પછી ૧૭–૧૮માં સૈકામાં કવિઓને હાથે મોટા ભાગની છંદરચનાઓનું સર્જન થાય છે.
- ૧૭મી સદીમાં કવિ ભાવવિજયનો ૫૧ કડીનો અંતરીક્ષ પાર્શ્વનાથ છંદ
૭૮ / સહજસુંદરકત ગુણરત્નાકરછેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org