________________
ઘરિ ઘરિ સોહઈ વન્નરવાલા, દડ ધજા સોવિન કલસાલા,
ભામિનિ ઓઢી નવરંગ ફાલા, નાનાવિધિ પરિ ચંપકમાલા. ૪૯ ગદ્યાનુવાદ : ઘેરઘેર દ્વારે લટકાવાતી) વંદનમાળા, દંડધજા અને સુવર્ણના કળશ શોભે છે. સ્ત્રીઓ નવરંગી ઓઢણી ઓઢે છે અને વિવિધ પ્રકારે ચંપકમાળા ધારણ
વિવરણ: ૪૯થી ૫૯ એમ સળંગ ૧૧ કડી સુધી એકસરખા ચરણાન્ત-પ્રાસ કવિએ પ્રયોજ્યા છે. પ્રત્યેક ચરણને અંતે “આલા” ઉચ્ચારણની પ્રાસતરાહ કવિએ જાળવી છે. પાઠાંતર: ૧. રર ઘરિ સોહઈ ઘરિ સોહઈ; ટ ઘરિ એક જ વાર); ગ સોવન (“સોહને બદલે). ૨ ટ ભામિનિ ઓ ભામિનિ ઓઢે; ઓઢ; ૪ ફલી; ર ગલિ (‘પરિને બદલે); ગ ચંપક પરિમાલા; ૪માલી.
ધૂપ-ઘટી પરિમલ સુવિશાલા, મધુકર ગુણ ગાઈ ઝીણાલા,
કેવિ વસઈ માનવ સુગુરાલા કે લટકાલા શિરિ છોગાલા. ૫૦ ગદ્યાનુવાદ : ધૂપદાનીનો પરિમલ સુવિશાળ (વ્યાપક) છે. મધુકર ઝીણા (મંદ) ગુણ ગાય છે (ગણગણાટ કરે છે). ત્યાં સદ્દગુણી, લટકાળા કે માથે છોગાળા કેટલાય માણસો વસે છે. વિવરણ: ‘ગુણ ગાઈનો સીધો અર્થ તો ‘ગુણ ગાય છે' એમ થાય. પણ પ્રાકૃતકોશ ગુણ = ઉચ્ચારણ એવો અર્થ આપે છે. હિંદીમાં ગુનગુનાની અને ગુજ. માં ગણગણવું છે જ. એટલે અહીં “ગુણનો અર્થ ગણગણાટ, ગુંજારવ' () લઈએ તો “મધુકર ગુણ ગાઈ'નો અન્વયાર્થ “મધુકર ગણગણાટ કરે છે – ગુંજારવ કરે છે એમ પણ થઈ શકે. પાઠાંતર : ૨. ગ સુવિશાલા (સુગુણાલાને બદલે).
ચતુરચઉપટ નઈ વેધાલા, રૂપઈ મદન સમા રતનાલા.
ઘની અલસર સુકમાલા, મહુવઈ પરગટ તે ચઉસાલા. ૫૧ ગદ્યાનુવાદ : (તેઓ) ઘણા ચતુર ને વિદગ્ધ (રસિક) છે. રૂપે કામદેવ જેવા રત્નમય (સુંદર?) છે. દાની, અલબેલા અને સુકોમળ છે. પૃથ્વી ઉપર તે ખૂબ પ્રસિદ્ધ છે. પાઠાંતર : ૧. ઇ, ૨, ૩, ૪, ૮, ૪ ચાતુર; ઇ ચુઘટ; 1 અતિ (‘નઇને બદલે). ૨ ઇ સગુણાલા; ઇ પુ4િ v. 1 નઈ (“તેને સ્થાને).
મદિરાપાન કરિ મતવાલા, ભોગી ભમર ભમ ભમરાલા.
સેરી મેરી લોક અટાલા, વચિ વચિ અંત્યજના હુઈ યલા. પર. ગદ્યાનુવાદ ; મતવાલા પુરુષો) મદિરાપાન કરે છે, ભમરાળા (ચંચળ) ભોગી ભ્રમરો ભમે છે, શેરીએ શેરીએ મસ્તીખોર લોકો છે, વચ્ચેવચ્ચે અંત્યજો – શૂદ્રોના વાડા છે. ૧૯૮ / સહજસુંદરકૃત ગુણરત્નાકરદ
Jain. Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org