Book Title: Gunratnakarchand
Author(s): Sahajsundar, Kantilal B Shah
Publisher: Shrutgyan Prasarak Sabha
View full book text
________________
મહિલાવયણ સુન્ની મન માહાલઈ, તવ નેપાલ ભરી તે ચાલઇ, ઝરમર ઝરમર મેહ ટબૂકઈ ઝલહલ ઝલહલ વીજ ઝબૂક. ૭૦ ગદ્યાનુવાદ : નારીનાં વચન સાંભળીને (તે) મનમાં આનંદ પામે છે. પછી તે નેપાળ તરફ ચાલે છે. ઝરમર ઝરમર વરસાદ ટપકે છે. ઝળહળ ઝળહળ વીજ ઝબકે છે. પાઠાંતર : ૧. રવ, ઘ, ચ, છ, , ઙ, ૮, ૪ સુણીનð (‘સુણી નિ'ને બદલે); ર, ગ, ચ, છ, જ્ઞ, ૮, ૪ માલ્હઈ; ૫, ૬ દેશ નેપાલ.
મુúામ છંદ
ઝબક્કઈ વીજ, ચબક્કઈ ચાલ, ટલક્કઇ ટોલ, ખલક્ક ખાલ,
ભડક્કઈ ઢોર, કડઈ ઝાડ, ધડુક્કઈ મેહ, ડેક્કઈ તાડ. ૭૧ ગદ્યાનુવાદ : વીજ ઝબકે છે, ચાલ ચબકે છે (જી, મકાનો કંપે છે, નાળાં છલકાય છે, ઢોર ભડકે છે, ઝાડ કડકડાટ કરે છે, મેઘ ધડૂકે (ગડગડે) છે, તાડ (વૃક્ષ) ફડકે છે (ફ્લશ્ડ ધ્વનિ કરે છે).
વિવરણ : વર્ણસગાઇ, રવાનુકારી અને સંયુક્તાક્ષરી શબ્દપ્રયોગો, આંતરપ્રાસની જળવાતી ભાત અને એ બધામાંથી ઊભું થતું નાદસંગીત આસ્વાદ્ય બને છે. વર્ષાના વાતાવરણને કવિએ શબ્દનાદના માધ્યમથી સુપેરે ચિત્રબદ્ધ કર્યુ છે.
રાજસ્થાની શબ્દકોશ ચાલ' = ધરતી, જીવન, લોક એવા અર્થો આપે છે. અને ‘ચબકના’ = કસક ઊઠના, રહરહ કર પીડાકા ઊઠના એવા અર્થો આપે છે. એટલે અહીં ચબક્કઇ ચાલ’નો ધરતી કણસે છે' એવો સંભવિત અર્થ લઈ શકાય. રા.શ.કો. ખલક્કઇ’નો છલકાય' એવો અર્થ આપે છે.
પાઠાંતર : ૧. ૨૬ ઝબકઇ; 7 ચમક્કે ચાલ ટ ચમક ચાલિ; TM ટબક્કઈ ગ ટબૂક્કઈ (‘ટલક્કઇ'ને બદલે); વ ખલકઈ. ૨ ૪ ઝાલ (ઝાડ'ને બદલે); ૨૧, ગ, ઘ, ચ, ૪, પ, રૂ, ટ, ૪ ટબક્કઈ મેહ; રવ, છ ફુટકઇ તાડ દ ન ખંડિ ધારા (ફડક્કઇ તાડ'ને બદલે).
પાઠચર્ચા : ∞, ગ જેવી પ્રતોને બાદ કરતાં બાકીની પ્રતો ટલક્કઇ ટોલ' પાઠ આપે છે. અર્થદૃષ્ટિએ તેમજ કવિએ પ્રયોજેલા આંતરપ્રાસ-સૌષ્ઠવને જોતાં ટલક્કઈ ટોલ’ પાઠ સ્વીકાર્ય બને એમ છે.
કિ વજ્જઈ વાઉલ, સીયલ વાઉ, સુગઇ એંબર મોર કિંગાય, ધડુક્કઈ મેહ, ન ખંડઈ ધાર, કરીઇ રાગ સુરંગ મલ્હાર ૭૨ ગદ્યાનુવાદ : વંટોળ અવાજ કરે છે, શીતલ વાયુ (વાય છે), આકાશ ખૂબ ગાજે છે, મોર કેકારવ કરે છે, મેઘ ધડૂકે છે, ધારા ખંડિત થતી નથી, સુંદર મલ્હાર રાગ કાઢવામાં આવે છે (ગવાય છે).
૩૨૮ / સહજસુંદરકૃત ગુગ઼રત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398