________________
કેટલાં કહું ! પણ સદાયે અમારે શિરે જ દોષ ચઢે. વળી હું તો તારો બોલ પણ સહી લઉં. વિવરણ: જેમ સ્થૂલિભદ્ર કોશાને વેશ્યાચરિત્ર સંભળાવ્યું તેમ કોશા હવે કુલવંતી હોવાનો માત્ર દેખાવ કરતી, પતિને છેતરતી પરિણીતા કુગૃહિણીનાં “ચરિતર' - અપલક્ષણો વર્ણવી બતાવે છે. આ વર્ણન પાત્રમુખે થતું હોઈ પાત્રગત લાગણીઓનો સંસ્પર્શ પામ્યું છે. કોશાના ઉદ્ગારોમાં આળ સહી લેવાની નમ્રતા - ઉદારતા છે, તો કુગૃહિણી માટેના મર્મપ્રહારો અને ચાબખા પણ છે. પાઠાંતર : ૧. ૨ કાઇ ન. ૨. ર૩, ગ, ઘ, પ, , ૩, ૪, ૮ પરદેસી/શી તાસ (પરદેશઈ વાસને બદલે). ૪. ૮ “કાજિ' નથી; ઊં લેખવઇ કુવરણી. ૬. ર૪ અમનઈ સદા; ૩ સહી વલી; $ દોસ તોર; ગ તાહારા તોરો ન તુમ્હચા (તોર’ને બદલે); ૪ કેતાં કહ્યું (“તોરુ સહું' ને બદલે). પાઠચર્ચા : બીજી પંક્તિમાં 5 પ્રતના “પરદેશઇ વાસને સ્થાને મોટા ભાગની પ્રતોનું પરદેસી/શી તાસ' નું વ્યાપક પાઠાંતર મળે છે પણ 5 નો અન્વયાર્થ વધુ સ્પષ્ટ થતો હોવાથી પાઠ યથાવત્ રાખ્યો છે.
છેલ્લી પંક્તિના પ્રથમ ચરણમાં પ્રતમાં માત્ર “દો – ' લખાયો છે જે સ્પષ્ટત: લેખનદોષ હોઈ દોસ] કરી લીધું છે. છેલ્લા ચરણમાં માત્ર ૬ પ્રત જ દોસ' પાઠ આપે છે; બાકીની પ્રતો “બોલ' આપે છે. “તારો દોષ સહી લઉં' એ કરતાં “તારો બોલ સહી લઉં' કોશાનો આ ઉદ્ગાર અહીં વધુ ઉચિત જણાવાથી બોલ” પાઠ લીધો છે. એથી દોસ” શબ્દનું પુનરાવર્તન પણ ટળે છે.
આય બોલઈ સહૂ મન મિલતા માટઈ, દેખી ઘઢ ગલઈ જિમ ખાટી,
પાણી લૂણ ભલ્યઉ જિમ આટઈ, કિમ ઊઠઈ બઈઠ ગુણ સાટછે. ૮૯ ગદ્યાનુવાદ : ખાટી વસ્તુ જોઈ જેમ દાઢ ગળે છે તેમ મન મળ્યું હોય તેથી સહુ કોઈ બોલે છે. જેમ લોટમાં પાણી અને મીઠું ભળ્યું હોય તેમ ગુણને કારણે બેઠેલા હોય તે કેમ ઊઠે ? – અળગા થાય ? વિવરણ: આ કડીમાં દષ્ટાંત અને વિચારની સંગતિ બહુ સ્પષ્ટ નથી. ખાટી વસ્તુથી જેમ આપોઆપ દાઢ ગળે છે તેમ સ્નેહસંબંધમાં સહજ રીતે બોલવાનું થાય છે; લોટમાં પાણી અને મીઠું પછી અલગ થઈ શકતાં નથી તેમ ગુણથી ખેંચાયેલા પણ પછી અલગ થઈ શકતા નથી – એમ અભિપ્રેત જણાય છે. પાઠતર : ૨૨, ગ, ઘ, ૪, ૬, ૮, ૩ છંદનું નામ નથી ઇ અડલ્લ છંદ : છંદ. ૧. ર૩, ગ, ઘ, ૨, ૪, ૩, ૪ બોલ; ૪ મનગમતા (“મન મિલતા'ને બદલે); ર૩, . ૨૪૦ / સહજસુંદરત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org