________________
કવિની સરજત છે.
સ્થૂલિભદ્ર કોશાને ત્યાં બાર વર્ષ ભોગવિલાસમાં રત રહ્યા અને સાડાબાર કરોડ સોનામહોર જેટલો દ્રવ્યવ્યય કર્યો એ પ્રસંગને ઉ.મા.'નો આધાર છે.
વરરુચિ પંડિતની દ્વેષવૃત્તિનું કથાનક ‘શી.”, ‘ભ.બા.વૃ.’, ‘યો.’ આદિ ગ્રંથોમાં વીગતે આવે છે. એમાંથી અહીં એકલસંથી વિદ્યા જાણતી પુત્રીઓએ પંડિતને ભોંઠો પાડ્યો એ પ્રસંગ, પોતાનો મહિમા દર્શાવવા ગંગાતટે પ્રપંચ કરીને વરિચ ગંગાના જળમાંથી રોજે ધન મેળવતો એ પ્રસંગ, શકટાલ વિરુદ્ધ દુહો લખી એનો ઘેરઘેર પ્રસાર કરાવી વરરૃચિએ રાજાની અપ્રત્યક્ષ કાનભંભેરણી કરી એ પ્રસંગ, નંદરાજા ગુસ્સે થતાં શ્રીયકે પિતાની હત્યા કરી. એ પ્રસંગ તથા મંત્રીપદનો પ્રસ્તાવ થતાં સ્થૂલિભદ્રને રાજાનું તેડું ગયું એ બધા કથાપ્રસંગો સાતેક કડીમાં જ અતિસંક્ષેપમાં સ્થૂલિભદ્ર-કોશાના કથાનકની ભૂમિકારૂપે માત્ર નિર્દેશાયા જ છે. પણ પિતા શકટાલે જાતે જ વિષપાન કરી લીધું અને આખા કુટુંબને રાજાના કોપમાંથી ઉગારી લેવા માટે જ પુત્ર શ્રીયકને રાજસભામાં પોતાની હત્યા કરવા સમજાવ્યો એવા મૂળ કથાનકમાં આવતા પ્રસંગનો કોઈ નિર્દેશ અહીં મળતો નથી. આ પ્રસંગકથન વિના, અહીં, તવ સિરીઇ માર્યઉ પિતા' – શ્રીયકે ત્યારે પિતાની હત્યા કરી - એ પ્રસંગની માર્મિકતા અગ્રાહ્ય રહે છે. અને શ્રીયકના પાત્ર વિશે ગેરસમજભર્યો પ્રશ્નાર્થ ઊભો કરી શકે એમ છે.
‘ઉ.મા.’માં નંદરાજાએ સ્થૂલિભદ્રને બોલાવવા સેવકો મોકલ્યાનો ઉલ્લેખ છે, જ્યારે અહીં, શ્રીયક જાતે મોટા ભાઈને બોલાવવા જાય છે. પણ આ ફેરફારથી સ્થૂલિભદ્રના મનોસંઘર્ષને સારો ઉઠાવ મળ્યો છે. કેમકે એક તરફ કોશાની પ્રીતિ અને બીજી તરફ લઘુબાંધવ શ્રીયકની રાજ્ય અને કુટુંબ પ્રત્યેની ફરજોને પ્રેરતી શિખામણ એ બે પિરબળો સક્ષમ બન્યાં છે.
સ્થૂલિભદ્રનું રાજસભામાં ગમન, રાજાએ મંત્રીપદનો કરેલો પ્રસ્તાવ અને વિચારીને પોતે નિર્ણય લેશે એવો સ્થૂલિભદ્રનો જવાબ – એ પ્રસંગો ‘ઉ.મા.’ને અનુસરે છે. મૂળમાં પણ સ્થૂલિભદ્ર એકાંતે જઈ આંતરવિમર્શ કરે છે, અહીં પણ, કવિએ રાજા, રાજ્યતંત્ર, વિષયાસક્તિ, સ્ત્રીમાં આસક્તિ વગેરે વિશે ઊંડું વિચારતા સ્થૂલિભદ્રને નિરૂપ્યા છે. શાસનદેવીએ આપેલા સાધુવેશને ધારણ કરી, કેશલોચ કરી સ્થૂલિભદ્ર રાજસભામાં આવ્યા તે પ્રસંગ પણ ‘ઉ.મા.’ના કથાનકને અનુસરતો છે. ‘યો.’, ‘ઉ.સુ.પૃ.’ રાજસભામાંથી પાછા ફરતા સ્થૂલિભદ્ર કોશાને ત્યાં પાછા તો નથી જતાને એવી ખાતરી રાજાએ કરાવી એમ કહે છે. અહીં કવિ યો.’ અને ‘ઉ.સુ.પૃ.’ના આ પ્રસંગને અનુસર્યા નથી. સ્થૂલિભદ્ર, પછી, સંભૂતિવિજય પાસે ચારિત્ર્ય ગ્રહણ
૧૦૦ / સહજસુંદરકૃત ગુણરત્નાકરછંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org