________________
‘ગુણરત્નાકરછંદ'ની સમીક્ષા / ૧૦૯
ઠગવિધાને સ્થાને હવે એ જુદી જ, પ્રીતિની લાગણીનો અનુભવ કરે છે. પહેલાં ઠગાઈનો ભાવ હતો, હવે સ્વ-ભાવ (નારીહૃદયની પુરુષ માટેની પ્રણયઝંખના) પ્રકટે છે. અનેક પુરુષો સાથે રંગરાગ માણવા છતાં સાચા પ્રીતિજળથી એનું હૃદય ભીંજાયું જ નથી. માટે તો કવિ એને પાણી માટે ઝંખતા જળ વિનાના તળાવની ઉપમા આપે છે ને !
સખી આગળ પ્રેમની કબૂલાત કરતાં એ કહે છે
:
છયલ પુરુષ છઇ કોડિ, સખી પણિ એ મુઝ ભાવઇ' (૨.૫૯) તેથી જ તો સ્થૂલિભદ્રે વેશ્યાચરિત્ર સંભળાવીને જે આળ મૂક્યું એની કેવી વેદના આ પ્રેમઘેલીએ અનુભવી હોય ! પણ પ્રિયતમને તો શું કહી શકાય ? આ મથામણને કવિએ આ રીતે ચિત્રાંકિત કરી છે :
અગિન બલઇ તો જલ બૂઝાવઉં નીર જલઇ તુ કેમ સમજાવઉં, અવર કુબોલ સુણી મન ખીજઇ, કંત કહઇ તઉં કિસ્યઉં કહીજઇ.' (૨.૮૭) (અગ્નિ સળગતો હોય તો જળથી બુઝાવું, પણ પાણી બળતું હોય તો શી રીતે ઠારું ? બીજાના ખરાબ બોલ સાંભળી મન ખિન્ન થાય, પણ કંથ જ જો કહે તો એમને શું કહેવાય ?)
રંગરાગ પછીનો કોશાનો પ્રસન્નતાપૂર્ણ તત્કાલ પ્રતિભાવ આ છે :
*પ્રીઊડા કિસી કહું તુઝ કરણી, જગધૂરતિ કીધી તે ઘરણી.' (૨.૧૫૨) (હે પિયુડા, તારી આ કરણી (કૃત્ય)ને હું કેવી કહું ! જગતને ધૂતનારીને તેં ગૃહિણી કીધી.)
પ્રિયતમ સાથેના વિષયભોગની પરિતૃપ્તિનું ચિત્ર એક જ લસરકામાં કવિ ઊભું કરે છે :
(મને સરસ
...મુઝ ગુલાલ મિલીઉ હવઇ સૂધઉ.' (૨.૧૫૩) શુદ્ધ ગુલાલ હવે પ્રાપ્ત થયો છે.)
પોતાને મળી ચૂકેલા સ્વામી પ્રત્યે એ કેવો સમર્પિત-ભાવ વ્યક્ત કરે છે : નિય માલી વાડી સંભાલઉં.....' (૨.૧૫૪)
નિજના
મારા માળી હવે આ તમારી વાડી સંભાળો...)
પ્રિયતમ પ્રત્યે કોશાને ગૃહિણી તરીકે કેવાકેવા અભિલાષ જાગે છે :
પગ ચાંપઉં ને પાય તલહાંસ, તુઝ સેવતી ન છોડä પાસઉં' (૨.૧૫૫) પિતાનું મરણ થતાં રાજ્યનું તેડું લઈ નાનો ભાઈ શ્રીયક સ્થૂલિભદ્રને બોલાવવા આવે છે. શ્રીયક મોટા ભાઈને સુખનિદ્રા ત્યજી રાજમુદ્રાના સ્વીકાર માટે પોરસ ચડાવે છે. હૃદયમાં વ્યાકુળતા અનુભવતા સ્થૂલિભદ્ર કોશાને ત્યાં જવા તો નીકળે છે, પણ
Jain Education International
-
-
For Private & Personal Use Only
www.jainelibrary.org