________________
પ્રતપરિચય અને પાઠસંપાદનપદ્ધતિ / ૧૯૩ ૨૭૭૪ (સૂ).
પ્રતનાં કુલ પત્ર ૨૮ છે.
પ્રતના પાનાની લંબાઈ ૨૫.૫ સે.મિ. છે તથા પહોળાઈ ૧૧.૦ સે.મિ. છે. બન્ને બાજુ ૨.૫ સે.મિ. જેટલો હાંસિયો છે. દરેક પત્રની ઉપર ૧.૫ અને નીચે ૧૩ સે.મિ. જેટલી જગા છોડી છે. દરેક પત્રમાં વચ્ચે કુંડ-આકૃતિ કરી જગા કોરી રાખી છે.
હસ્તપ્રતના પત્રની દરેક બાજુએ ૧૧ લીટી છે. એક લીટીમાં લગભગ ૪૩થી ૪૫ અક્ષરો છે.
પ્રથમ પત્રમાં ફક્ત આગળની બાજુએ જ લખાણ છે, પાછળની બાજુ કોરી છે. તેથી પત્રક્રમાંક ૧ પત્રની આગળની બાજુએ જમણી તરફ હાંસિયામાં નીચે આપેલો છે. જ્યારે બાકીનાં પત્રોમાં પત્રક્રમાંક પાછળની બાજુએ જમણી તરફના હાંસિયામાં નીચે આપેલા છે.
પ્રતનાં કેટલાંક પાનાંનું જમણી તરફના છેડાનું કેટલુંક લખાણ ઊધઈથી ખવાઈ ગયું છે. છેલ્લા પત્ર ૨૮ની પાછળની બાજુએ ચાર લીટી છે અને ત્યાં ડાબી બાજુના હાંસિયામાં ઉપરની બાજુએ કૃતિનું નામ ભૂલીભદ્રગુણોત્કીર્તન ગુણરત્નાકરછંદ એમ આપીને ત્યાં પણ પત્રક્રમાંક ૨૮ આપ્યો છે.
હાંસિયાની બન્ને બાજુ ઊભી કાળી રેખાઓ કરેલી છે. છંદ અને કડીક્રમાંક ઉપર ગેરૂઆ રંગનાં ઝાંખાં નિશાન છે. ઘણુંખરું કડીક્રમાંકની ડાબી બાજુ બે ઊભા દંડ અને જમણી બાજુ એક ઊભો દંડ કરેલ છે. પણ એમાં એકરૂપતા નથી. ક્યાંક બન્ને બાજુએ એક એક દંડ પણ છે. ચરણને અંતે એક ઊભો દંડ છે. છંદના નામનિર્દેશ પછી બે ઊભા દંડ છે.
પ્રત સુવાચ્ય છે. અક્ષરો મોટા, સ્વચ્છ-સુઘડ, એકધારા છે.
પડિમાત્રા અને ઊભી માત્રા બન્નેનો ઉપયોગ થયો છે. બ્રહ્મ' જેવા શબ્દમાં નો 7 મળે છે. આ માટે જ ચિહ્ન છે. થકારની પ્રચુરતા છે. જેમકે “તપતપઇય', બઇઠીય’, ‘સેવઉય”, “રણઝણઈય'.
આ પ્રતનાં લેખનસંવત કે લેખનસ્થળનો નિર્દેશ થયો નથી. કિતિના આરંભે ભલે મીંડું કરાયું છે. આગળ જુ આકારના બે ઊભા દંડ છે. કૃતિનો આરંભ આ પ્રમાણે છે : [ ૬૦ || નમો શ્રી જિનાગમાય. અંતે પુષ્પિકા આ પ્રમાણે છે : ઇતિ શ્રી યૂલિભદ્ર ગુણોત્કીર્તને ગુણરતનાગર છંદે ચતુર્થાધિકાર, સંપૂર્ણતામસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org