________________
‘આવતો થરહર કંપાવે, ડાહ્યાને જિમતિમ બહેકાવે,
હીંહાંહુંહુંકાર કરાવે, પાંસલિયા હાડા કકડાવે.”
રામવિજયે ૬૩ કડીના ગોડી પાસ સ્તવન (અથવા દઈ' (ર.સં.૧૭૭૨/ ઈ.સ.૧૭૧૬)ની રચના કરી છે. અંતિમ કડી સોરઠામાં છે.
જિતવિજયે પણ ૨૫ કડીના ગોડી પાર્શ્વનાથ જિન છેદ' પ્ર.)ની ભુજંગી છંદમાં રચના કરી છે. આ કવિએ પણ વિવિધ ભયો (સર્પ, રોગ, અગ્નિ, વાયુ આદિની સામે સંકટમોચન ગોડી પાર્શ્વનાથનો મહિમા ગાયો છે.
જીવણવિજયે (તપા.ના જીવવિજયજીશિષ્ય) ૧૨ કડીમાં શંખેશ્વર પાર્શ્વનાથ છેદ (ર.ઈ.૧૭૪૨) (પ્ર.)ની પહુડી છંદમાં રચના કરી છે. ઝડઝમકયુક્ત હિંગળી ભાષાશૈલી ધ્યાન ખેંચે છે.
ધર્મવર્ધને ૨૯ કડીનો ગોડી પાર્વછંદ અથવા અષ્ટભય નિવારણ છંદ પ્ર.) રચ્યો છે.
જ્ઞાનસારે ૧૩૩ કડીનો પૂર્વદિશવર્ણન છેદ (ર.સં.૧૮૫ર / ઈ.સ. ૧૭૯૬)ની રચના કરી છે. આ કૃતિની ભાષા ગુજરાતી-હિંદી મિશ્ર છે. આરંભ જાતિ ત્રિભંગીથી કર્યો છે તે છેક ૧૩૨ કડી સુધી ચાલે છે. છેલ્લી કડી છપ્પયમાં છે.
કઈ મેં દેખા દેશ વિશેષા નહિ રે અબકા સબહી મેં જિહ રૂપ ન રેખા નારી પુરુષા ફિરફિર દેખા નગરીમેં. જિહ કાંણી ચુચરી અંધરી બધરી લંગરી પંગુરી હવે કાઈ પૂરવ મતિ જાજ્યો પશ્ચિમ જાજ્યૌ દક્ષિણ ઉત્તર હો ભાઈ.”
જ્ઞાનસાર કવિએ સં.૧૮૪૯થી ૧૮૫ર એમ ચાર ચાતુર્માસ પૂર્વદિશમાં કર્યા હતાં. એ અનુભવને આધારે એમણે પૂર્વદિશ અને એના જનપદને અહીં વર્ણવ્યો
મુનિ મેઘરાજે ૯ કડીના શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન છેદ' પ્ર.) રચ્યો છે. સંસ્કૃત રણકાવાળી વિશિષ્ટ લયછટા દાખવતું, ત્રિભંગી છંદમાં થયેલું ગાન ધ્યાન ખેંચે છે. જુઓ એક કડી :
પવિત્રાભરણે ત્રિભુવનસરણં મુકટાભરણે આચરણે, સુરવર ચિતચરણ, શિવસુખકરણ, દારિદ્રહરણ આવરણ, સુખસંપત્તિભરણે, ભવજલતરણ, અઘસંહરણે ઉદ્ધરણે,
ગો અમૃતઝરણું, જનમનહરણ, વરણાવરણ, આદરણું.”
સરૂપચંદ (ખ. હર્ષના શિષ્ય)નો હિન્દી-રાજસ્થાનીમાં ‘ઉપાધ્યાય જયમાણિક્યજી રો છેદ (ર.ઈ.સ.૧૭૬૫) પ્ર.) રચાયો છે.
૮૬ / સહજસુંદકૃત ગુણરત્નાકરછેદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org