Book Title: Gujarati Bhashanu Bruhad Vyakaran
Author(s): Ravbahadur Kamlashankar Pranshankar Trivedi
Publisher: Macmilan and Company Limited

Previous | Next

Page 5
________________ પ્રસ્તાવના મારા ગુજરાતી ભાષાના લઘુ વ્યાકરણની પ્રસ્તાવનામાં કેન્દ્રાનુસારી પદ્ધતિ પર લધુ, મય, અને બૃહદ્ વ્યાકરણ રચવાની યોજના મેં દર્શાવી હતી તે પેજનાને અનુસાર ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ” એ પુસ્તકમાળાનું છેલ્લું પુસ્તક છે. અનુક્રમણિકા પર દૃષ્ટિ કરવાથી સમજાશે કે વ્યાકરણને લગતા તમામ વિષયનું આમાં વિસ્તૃત વિવેચન છે. એમાં ગુજરાતી ભાષાનો ઈતિહાસ” આપ્યો છે અને એ ભાષા નાગરી અપભ્રંશમાંથી અને જૂની ગુજરાતી જેને ડૉ. ટેસિટોરિ પ્રાચીન પશ્ચિમ રાજસ્થાની, અર્વાચીન ગુજરાતી ને મારવાડી ભાષાની માતા કહે છે તેમાંથી શી રીતે ઉદ્ધવ પામી છે તે દર્શાવ્યું છે. જાનાં પુસ્તકામાંથી પુષ્કળ ઉદાહરણ આપ્યાં છે અને હાલની ભાષાના શબ્દભંડોળ, રચના, અને વ્યુત્પત્તિ પર કેટલો બધે પ્રકાશ પડે છે તેનું સ્થળે સ્થળે નિરૂપણ કર્યું છે. ભાષાશાસ્ત્રીઓએ છેલ્લામાં છેલ્લા સંશાધન કર્યો છે તેને ગુજરાતી ભાષા સાથે જે સંબંધ છે તે સર્વ એમાં દાખલ કર્યો છે, તેમજ સંસ્કૃત પરથી ઉદ્ધવેલી હિંદ-આર્ય દેશી ભાષાએમાંથી ગુજરાતી ભાષા સાથે મુકાબલો કરવા સારૂ જરૂર પડતા દાખલા આપ્યા છે. ગુજરાતી ભાષાની જોડણી’ અને ‘શબ્દો શી રીતે છૂટા પાડવા’ એ વિવાદગ્રસ્ત અને ગુંચવણીઆ વિષયનું પણ એમાં વિવેચન કરી સર્વમાન્ય સમાધાન શી રીતે થઈ શકે તે તથા વ્યાવહારિક દૃષ્ટિએ સુગમ, ગ્રાહ્ય, અને લોકપ્રિય થઈ શકે એવો માર્ગ કયો છે તે દર્શાવ્યું છે. ભાષાની ઉત્પત્તિ અને વિકાસ તેમજ બંધારણની અને ઈતિહાસની દૃષ્ટિએ ભાષાનું વર્ગીકરણ, શિક્ષા (ઉચ્ચારશાસ્ત્ર), શબ્દશક્તિ-અભિધા, લક્ષણ, વ્યંજના-શબ્દાર્થમાં સંકોચ, વિસ્તાર, ભ્રષ્ટતા, પદવિભાગ અને પદવિચાર, શબ્દસિદ્ધિ, પદવિન્યાસ, વાક્યપૃથકકરણ, અને વિરામચિઠના વિષયો ઉપરાંત ગ્રન્થમાં ભાષાશૈલી વિષે વિવેચન કર્યું છે અને તેના ગુણદોષનું વિવરણ કરી ગુજરાતી સાહિત્યમાં ગદ્ય અને પદ્યમાં જે સામાન્ય દોષ નજરે પડે છે તે તરફ વાચકવર્ગનું ધ્યાન આકર્ષે

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 602