Book Title: Granth Ane Granthkar Pustak 01 Author(s): Hiralal Tribhovandas Parekh Publisher: Gujarat Varnacular Society View full book textPage 8
________________ વ્યવસ્થા થવા મનમાં ગડમથલ કર્યો કરતા; તે સંજોગમાં શ્રીયુત વિજયરાય કલ્યાણરાય વૈદ્ય અમદાવાદમાં સ્થાયી આવી વસતાં, અને સેાસાઇટી તરફથી કાંઇ સાહિત્યનું કાર્ય સંપાદન કરવાની–મળવાની તેમણે ઇચ્છા પ્રદર્શિત કરતાં, કમિટીએ તેમને પ્રાચીન કવિઓની ચિરત્રાવળી, ઉપલબ્ધ પ્રસિદ્ધ વૃત્તાંત પરથી તૈયાર કરી આપવાનું સોંપ્યું. આ પ્રમાણે રફતે રફતે અને ક્રમસર એ યેાજના આગળ ચાલુ રાખી, ગુજરાતી ગ્રંથકર્તાઓની ચરિત્રાવળી, એમનાં જીવનની સાધનસામગ્રી, કાઇ રૂપે અભ્યાસીને અને વાચકને સુગમ અને ઉપયોગી થાય, એ તેમાં મુખ્ય હેતુ હતેા. પ્રસ્તુત ગ્રંથમાં તેથી પ્રાચીન લેખક-કવિઓના સમાવેશ કર્યાં નથી અને અર્વાચીનમાં પણ પ્રથમ વિદ્યમાન ગ્રંથકારાના જીવનચરિત્રની હકીકત, એમનીજ પાસેથી અને તેટલી મેળવી, તે નોંધ, ખાસ કરીને એમના ગ્રંથાની યાદી, તેના પ્રકાશનની સાલ સાથે આપીને, જેમ બને તેમ તે પ્રમાણભૂત થાય એવા પ્રયત્ન કર્યો છે. અહિં મારે ઉપકાર સાથે કહેવું જોઇએ કે જે ગ્રંથકર્તાઓને છાપેલુ માહિતીપત્રક મેકલી આપ્યું હતું, તેમાંના ઘણાખરાએ તેમાં જરૂરપુરતી વિગતા ભરી મેાકલીને અને પછી તે તેાંધતા કાચા ખરડા તપાસી જઇને, મારૂં કાય જેમ સરળ કરી આપ્યું હતું તેમ તેમાંની વિગતે તેટલે દરજ્જે વિશ્વસનીય છે, એવું પ્રમાણપત્ર આપ્યું છે એમ કહી શકું. વળી વિદ્યમાન ગ્રંથકારામાંના ઘણાંનાં નામેા આ સંગ્રહમાં મળી નહિ આવે. જે જે ગ્રંથકારાને છાપેલું માહિતીપત્રક માકલી આપેલું, તેમાંનાં કેટલાકની હકીકત વખતસર લખાઇ આવી નહાતી અને ખીજા ભાઈએ ચાલુ રાજકીય લડતમાં જોડાતાં, તેમની પાસેથી કામપુરતી માહિતી મેળવવાનું પણ કઠિન થઇ પડયું હતું. આ સંજોગમાં એ ઉણપ આગળનાં પુસ્તકામાં જરૂર દૂર કરવામાં આવશે. તે પછી અર્વાચીન વિદેહીનાં ચરિત્રા ઉતારવાની ઉમેદ રાખી છે. પ્રસ્તુત સંગ્રહમાં વર્ષ દરમિયાન પ્રકટ થયેલાં સાહિત્ય, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન અને પુરાતત્વ વિષેનાં લેખા, રેફરન્સની સવડ માટે, કરી છાપવાના તેમજ ગુજરાતી માસિકામાં આવી ગયલા મૌલિક અને અગત્યના લેખાતી સૂચિ, જેમ ઇંગ્રેજી જલેામાં આવે છે તેમ, આપવાના વિચાર હતા; પરંતુ પુસ્તકનું કદ ધાર્યાં કરતાં બહુ વધી જવાથી એ વિભાગ ઉમેરવાનું આ વખતે બની શક્યું નથી.Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 286