Book Title: Granth Ane Granthkar Pustak 01
Author(s): Hiralal Tribhovandas Parekh
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 7
________________ અવસરે એમણે એન. સેક્રેટરીને એક પત્ર લખી મોકલી, તે માટે યોજના કરવાનું સૂચવ્યું હતું. કારોબારી કમિટીએ તે પરથી વાર્ષિક સમાલોચના માટે રૂ. ૧૦૦) નું પારિતોષિક જાહેર કરી સન ૧૯૦૯ ની ગ્રંથ પ્રસિદ્ધિનું અવલોકન કરવાનું કાર્ય છે. બળવંતરાય કલ્યાણરાય ઠાકરને સોંપ્યું; સન ૧૯૧૦ નું પ્રો. કાન્તિલાલ છગનલાલ પંડયાને આપ્યું; પણ એ બંને સજજનેને, દૂર સ્થળે રહેવાનું અને ત્યાં સાધનની પૂરતી અનુકૂળતા નહિ તે કારણે અને વળી એકજ વષ ની સમાલોચના કરવામાં કંઈક અપૂર્ણતા આવી જવાની અને કોઈને અજાણે અન્યાય થવાની ભીતિથી, તેઓએ તે કાર્ય કરવામાં શિથિલતા દાખવેલી. તેથી તે મુશ્કેલી દૂર કરવાને કમિટીએ સ્વ. ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદીને સન ૧૯૦૯, ૧૯૧૦ અને ૧૯૧૧, એમ ત્રણ વર્ષનું સામટું અવલોકન કરવાનું જણાવી તે વર્ષોનાં પ્રકાશનો પણ તેમને મુંબઈ મોકલી આપ્યાં હતાં; તેમ છતાં એ ધારેલો હેતુ સિદ્ધ થયો નહિ. આમ નિરાશા મળતાં સન ૧૯૧૬ નું સાહિત્યનું અવલોકન કરવાનું ગુજરાત સાહિત્ય સભા તરફથી મેં માથે લીધું અને પ્રિન્સિપાલ આનન્દશંકર ધ્રુવના પ્રમુખપદે તે લેખ વાંચ્યો હતો. તે પ્રસંગે એમણે પ્રમુખસ્થાનેથી એક મનનીય વ્યાખ્યાન આપ્યું હતું તે તેના અંગે એક વિશેષ લાભ થયો હતો. | દરમિયાન સોસાઇટી તરફથી વાર્ષિક સભાના દિવસે, એકાદ જાણતા વિદ્વાનને નિમંત્રણ કરી, સાહિત્ય, ઈતિહાસ કે તત્ત્વજ્ઞાનના વિષય પર વ્યાખ્યાન અપાવવાની રઢિ દાખલ કરી, જે હજુ ચાલુ છે. આ પુસ્તકના પ્રારંભમાં સદરહુ વાર્ષિક વ્યાખ્યાન મુકવાની ધારણ રાખી હતી. શ્રીયુત કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ચાલુ વર્ષનું વાર્ષિક વ્યાખ્યાન આપવાનું સ્વીકાર્યું હતું; પણ અત્યારની સત્યાગ્રહની લડતમાં તેઓ જોડાતાં, તેમને જેલનિવાસ પ્રાપ્ત થયો એટલે એ કાર્ય મૂલત્વી રાખવું પડયું; હાલ તુરત એ સ્થાન સન ૧૯૨૮ નાં પ્રકાશનનું અવલોકન એ લેખને આપ્યું છે, જે ઉપર નિર્દેશેલ અખતરાના અનુસંધાનરૂપ છે. ડાંક વર્ષ પર શ્રીયુત નરસિંહરાવ ભોળાનાથ દીવેટિયા–એઓએ સ્વ. વૃજલાલ શાસ્ત્રીની મૃત્યુ તારીખ અને વાર પૂછાવેલા, પણ તે વિષે કશી ખાત્રી લાયક માહિતી મળી શકી નહિ. તે દિવસથી અર્વાચીન ગ્રંથકારોનાં જીવનચરિત્રનાં સાધને–એમનાં જીવનને લગતી હકીકત, બને તેટલી વિશ્વસનીય, વિગતવાર અને પ્રમાણભૂત એકઠી કરવાને અને નોંધવાને કંઈક

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 286