Book Title: Gita Dharmnu Parishilan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 6
________________ -૧૨૦3 દર્શન અને ચિંતન ઉન્મેષ અર્થે નેત્રોજનની અચૂક ગરજ સારે તેવું છે. એ આખું પ્રકરણ મનનપૂર્વક વાંચવા જેવું જ છે. અહીં તે આપણે તેમાંના કેટલાક ઉદ્ગારે જોઈએ: “જે ધર્મએથેની મૂળ પ્રેરણું જીવનમાંની કેન્દ્રસ્થ વસ્તુઓમાંથી મળેલી હોય છે તેના વિકાસને સહેજે અટકાવ થઈ શકતું નથી. મનુષ્યજાતિનું જીવન જેમ જેમ સમૃદ્ધ થતું જાય છે તેમ તેમ ગીતાનાં વચનને અર્થ વ્યાપક, ગૂઢ અને સમૃદ્ધ થતો ગમે છે. આવી સ્થિતિ અનંતકાળ સુધી ટકશે એમ તે કોણ કહી શકશે? પણ ગીતાગ્રંથને હજી ઘડપણ આવ્યાનાં ચિહ્નો દેખાતો નથી એટલું તે જરૂર કહી શકાશે'...“ગીતાના લેખકને જીવનધર્મનું જેટલું રહસ્ય સમજાયું હતું તેટલું જ ગીતાના શબ્દોમાં છે એમ માની લેવામાં ભૂલ છે. ગીતાગ્રંથ એ એક જીવંત વ્યકિત છે. તેનું જીવન ગીતાના લેખથી અલગ, સ્વતંત્ર અને વર્ધમાન છે, એટલું સ્વીકાર્યા પછી ગીતાના મૂળ ઉપદેશને વળગી રહીને નવી દ્રષ્ટિથી નવા અર્થે તેમાં જોવા એમાં સત્યને કઈ દ્રોહ નથી, પણ બંનેની કૃતાર્થતા જ છે.” ગીતાધર્મ” માં કુલ ૩૫ પ્રકરણે છે. ગીતામાં પ્રતિપાદેલા ૨૬ દેવી ગુણે પિકી યજ્ઞ, દાન અને તપ એ ત્રણ ગુણોને એક જ પ્રકરણમાં ચર્ચા છે અને શબ-દમ એ બે ગુણ પણ એક જ પ્રકરણમાં લીધા છે. બાકીના દરેક ગુણ પર સ્વતંત્ર પ્રકરણ હેવાથી દેવીસંતને લગતાં ૨૩ પ્રકરણે થાય છે. વધારાનાં ૧૨ પ્રકરણે ગીતા સમગ્રને સમજવામાં સહાયક થઈ શકે એવા કેટલાક મુદ્દાઓને સ્પર્શી તેમ જ દૈવી ગુણ-સંપતિને આધારે રચાનાર સમાજના સ્વરૂપને સ્પષ્ટ કરવાના ખ્યાલથી લખાયેલાં છે. તે પ્રકરણને ક્રમ આ પ્રમાણે -છે: ૧. ગીતાનું લેકશાસ્ત્ર, ૨. અભય, ૩. સત્વસંશુદ્ધિ, ૪. ધૃતિ, ૫. શમદમ, ૬. તેજ, ૭. યજ્ઞ, દાન અને તપ, ૮. ક્ષમાં, ૯. માર્દવ, ૧૦. આર્જવ, ૧૧. અહ, ૧૨. અપશુન, ૧૩. હા, ૧૪. શૌચ, ૧૫. અલેલુપત, ૧૬. અચાપલ, ૧૭. નાતિમાનિતા, ૧૮. અધ, ૧૯. જ્ઞાનયોગ-વ્યવસ્થિતિ, ૨૦. સ્વાધ્યાય, ૨૧. દયા, ૨. અહિંસા, ૨૩. સત્ય, ૨૪. શાંતિ, ૨૫. ચાતુર્વણ્ય, ૨૬. ગીતામાં હિંસા કે અહિંસા ? ૨૭, બ્રહ્મ એટલે શું ? ૨૮. કર્મવાદની પૂર્વ પીઠિકા, ૨૦. બ્રહ્મચર્ય, ૩૦ જીવનગ, ૩૧. fટા પ્રમાણપૂ, ૩૨. જે. વાધિકારણે, ૩૩. આશ્રમવ્યવસ્થા, ૩૪. ગીતામાંનું રૂપકાત્મક યુદ્ધ, ૩૫. ગીતાગ્રંથનું જીવંતપણું. સમાજને ધારણ કરનાર લેખે વીસપત્નું નિરૂપણ કરવા કાકા ઇચ્છે છે. તેથી તેમને સમાજની વ્યાખ્યા કરવાનું અને સાથે સાથે સમાજશાસ્ત્રની વિષયમર્યાદા નિરૂપવાનું પ્રાપ્ત થાય છે. માટે પ્રથમ પ્રકરણમાં તેમણે આ બધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22