Book Title: Gita Dharmnu Parishilan Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 9
________________ “ગીતાધમ નું પરિશીલન [ ૬૨૩ દેહગત વાસનાઓને કાબૂમાં લઈ રેવાને માટે જે આત્મિક શક્તિને આપણે ઉપયોગ કરીએ છીએ તેને જ શમ–દમ નામ આપેલું છે.' શમ અને દમ બન્નેમાંથી પહેલાં શેના ઉપર ભાર આપો એને ખુલાસે પણ સ્વાભાવિક જ છેઃ “બાહ્ય કે બદલવાથી સ્વભાવ આપોઆપ બદલાય છે એ સાચું, અને એ વાત પણ ખરી છે કે સ્વભાવમાં ફેરફાર થવાથી ટેવોને નવું વલણ મળ્યા વિના રહેતું નથી. એટલે સાધકોએ અને સમાજના આગેવાનેએ બંને બાજુથી શરૂઆત કરવી જોઈએ.” છા પ્રકરણમાં તેજની વિશદ ચર્ચા કર્યા પછી કાકાએ સાતમા પ્રકરણમાં યજ્ઞ, દાન અને તપ એ ત્રણ ગુણેની એકસાથે મીમાંસા કરી છે. આપણે બધા જ તપનો રૂઢ અર્થ જાણીએ છીએ. ભારતમાં તપના જેટલા પ્રાગ થયા છે અને જેટલા કાળથી તેનાં વિવિધ સ્વરૂપ ખીલતાં ખીલતાં છેવટે તે બપી બન્યું છે તેને ઈતિહાસ ભારતીય વાડમયમાં અને ભારતીય બધી ધર્મપરંપરાઓમાં જીવિત છે. એક રીતે ભારતને તપિ ભૂમિ કહી શકાય. કઠણમાં કઠણ તપથી માંડી સહેલામાં રહેલા અને વધારેમાં વધારે સગવડકારક તપની સૃષ્ટિ ભારતીય જીવનમાં વ્યાપેલી છે, તેમ છતાં અનેક બાબતોમાં ભારતીય સમાજની પામરતા જાણીતી છે. આનું મૂળ કારણ પકડી કાકાએ તપનો અર્થ એવી રીતે વિસ્તાર્યો છે કે તે તેના બાહ્ય બહુરૂપીપણાને સજીવ બનાવી શકે. તપની વ્યાપક વ્યાખ્યા હરકેાઈ વાચકના ધ્યાનમાં સહેલાઈથી ઊતરી શકે તે માટે તેમણે પિતાના પૌરાણિક જ્ઞાનસંગ્રહમાંથી ગંગાને હિમાલયથી નીચે આણનાર જનુને દાખલે બહુ જ આકર્ષક રીતે ટાંક્યો છે અને બીજી પણ દાખલા સૂચવ્યા છે. વિચારના વિકાસ સાથે જ આચારને વિકાસ થાય છે. બંનેને સંવાદી વિકાસ એ જ સામાજિક સંસ્કૃતિને વિકાસ. જેમ જેમ સંસ્કૃતિ વિકસતી જાય તેમ તેમ પ્રાચીન શબ્દમાં નવા અર્થના સ્તરે ઉમેરાતા જ જવાના, ચા શબ્દ પ્રાચીન ટંકશાળમાં તૈયાર થયો; ત્યાર બાદ કલ્પી ન શકાય એટલા તેના અર્થો ખીલતા અને સમાજમાં રૂઢ પણ થતા ગયા છે. કાકાએ એના અર્થવિકાસનો ઈતિહાસ ધ્યાનમાં રાખી સામાજિક માને સિદ્ધ કરી શકે એ તેને સ્થિર અર્થ સરળ શબ્દોમાં કર્યો છે. એ અર્થ સહેલાઈથી સમજી શકાય અને સામાજિક પ્રવૃત્તિમાં તેને અમલ કરવાનું બળ મળે તે હેતુથી તેમણે પિતાના “હિમાલયને પ્રવાસમાંથી સાર્વજનિક વાસણ માંજવાનાં પરિણામ અને શૌચક્રિયા વખતે પ્રથમથી નહિ પણ પછી ઉપર માટી નાખવાના લાભ સૂચવતા બે દાખલાઓ ટાંક્યા છે. આ દાખલા સામાન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22