________________
ગીતાધર્મનું પરિશીલન
( ૬૩૪ સમાજના હિતની દષ્ટિએ તેની વ્યવસ્થારૂપે સમર્થન કર્યું છે, જ્યારે બીજી બાજુથી તેમનું સમર્થન એટલાં બધાં નવાં દ્વાર ખુલ્લાં કરે છે કે તેને લીધે જુનાં બદ્ધદાર ખોખામાં આજ સુધી દાખલ થતાં અટકેલે આવશ્યક પ્રકાશ સહેલાઈથી પ્રવેશ કરી શકે છે. એટલે કાકા ચાતુર્વણ્યના નિપ્રાણ જેવા સામાજિક ખામાં અત્યાર લગી લાભદાયક સિદ્ધ થયેલ સામાજિક તના પ્રાણને મોકળાશ કરી આપે છે. ઘણાને આ નિરૂપણું જૂની બાટલીમાં નો દારૂ ભરવા જેવું લાગે, પણ એમણે જે રીતે નવા પ્રાણનો નો દારૂ ભરવાની સૂચના કરી છે તે રીત જ એવી છે કે છેવટે એ જૂની આટલી જ કોઈ અણધારી રાસાયનિક પ્રક્રિયાથી લાંબે કાળે સાવ નવા રૂપમાં ફેરવાઈ જાય. સૌથી ચડિયાતા ગણાતા અને પિતાને ચડિયાતા માનતા બ્રાહ્મણ વર્ણ અને સૌથી ઊતરતા ગણાતા અને પિતાને ઊતરતા માનતા શુદ્ધ વર્ણ વચ્ચે જે કાકાની દૃષ્ટિ પ્રમાણે ભેદ હશે તે તે કામકાજ અને ફરજ પૂરત જ. એ ઉપરાંત એમાં આજ લગી જે ઊંચનીચપણાનું કે સ્પર્શાસ્પર્શની ભાવનાનું ઝેર એકત્ર થયું છે તે રહેવાનું જ નથી. શદ્ર અને વૈશ્ય પણ પિતાની ફરજ અદા કરે એટલે અમુક વર્ણની આગવી ગણાતી વેદ ઉપનિષદ આદિ સંપત્તિને અધિકારી બની શકશે; જ્યારે બ્રાહ્મણ પણ પિતાની નિયત ફરજ બજાવવા સાથે ભદ્રનાં ગણાય એવાં કામ કરવા છતાં પ્રતિષ્ઠિત લેખાશે.
આશ્રમવ્યવસ્થા વિશે લેખ બે દૃષ્ટિ આપે છે. પ્રથમ આશ્રમવ્યવસ્થા કેવી રીતે અસ્તિત્વમાં આવી, વિકસી અને તેને શું ઉપયોગ હતો તે જોવાની
સ્માત એતિહાસિક દષ્ટિ, બીજી દષ્ટિ એટલે હવે એ આશ્રમવ્યવસ્થા કઈ રીતે વિકસાવવી, બદલાયેલા સંજોગોમાં તેને કે ઉપગ કરે એ બતાવવાની છે.
આ દષ્ટિએ આકર્ષક અને ઉપયોગી રીતે રજૂ થઈ છે. એમાં બહુશ્રુતત્વ સાથે સ્વાનુભવ રસાયેલું હોવાથી આ લેખ વિચારપૂત બને છે.
ગૃહસ્થાશ્રમ છે કે બ્રહ્મચર્યાશ્રમ, સંન્યાસ છે કે વાનપ્રસ્થ, એ બધામાં નિર્બળ માટે જે સાવધાની રાખવાના અપવાદો સ્મૃતિમાં છે તે અપવાદે ઉત્સર્ગ બની જતાં વસ્તુતઃ ચારે આશ્રમનું બેખું ભયાવિટ બની ગયું છે. બ્રહ્મચારી નવા પ્રયોગો ને સાહસો કરતાં જીવના જોખમથી ડરે તો એના બ્રહ્મચર્યને અર્થ શેનવ વિદ્યા અને નવ તત્ત્વ શોધાય કેવી રીતે ? ગૃહસ્થ પણ ફૂકી ફૂંકીને પગ માંડે તે બાપના કૂવામાં ડૂબી જ મરે! કળિયુગ છે માટે અમુક અપવાદ જોઈએ. જંગલમાં ધર્મરક્ષા કળિયુગમાં કોણ કરે? તેથી નગરે અને ઉપવનને જ જંગલ માની કળિયુગમાં નિવૃત્તિ સેવવાને પ્રારંભ કરે એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org