________________
ગીતાધર્મનું પરિશીલન
[ ૬૩૫, કર્મ કરવું પણ ફળમાં આસક્તિ ન રાખવી, એ વિષય જ ગીતાને મુખ્ય પ્રતિપાદ્ય છે. આ વિષય ઉપસ્થિત કેવી રીતે થયો એ ખાસ વિચારણીય છે. પ્રવૃત્તિમાર્ગ જેમ બહુ જુને છે તેમ તે સર્વજન-સાધારણ છે અને જીવન માટે અનિવાર્ય પણ છે. હરકોઈ પ્રવૃત્તિ કરે છે તે કાંઈને કાંઈ ફળેચ્છાથી જ કરે છે. સામાન્ય અનુભવ જ એ છે કે જ્યારે પિતાની ઇચ્છામાં બાધા આવતી દેખાય ત્યારે તે બાધાકારી સામે ઊકળી જાય છે, અધીરે બને છે અને અધીરાઈમાંથી વિધિ અને વેરનું બીજ રોપાય છે. અધીરે માણસ.
જ્યારે અકળામણ અને મૂંઝવણનો ભાર સહી નથી શકતો ત્યારે તે શાંતિ માટે ઝંખે છે અને છેવટે એને સ્થૂળ દૃષ્ટિએ એમ જ લાગે છે કે આ પ્રવૃત્તિની ધુંસરી, કામના બંધન અને ચાલુ જીવનની જવાબદારીથી છૂટું તે. જ શાંતિ મળે.
આ માનસિક વૃત્તિમાંથી નિવૃત્તિમાર્ગ જ. દેખીતી રીતે તે નિવૃત્તિમાર્ગમાં પ્રવૃત્તિનો બેજો ઓછો થવાથી શાંતિ એક રીતે જણાઈ, પણ જીવનનો ઊંડો વિચાર કર્યા વિના છૂળ નિવૃત્તિમાર્ગ તરફ વળનારને. મેટો સંધ ઊભે થતાં અને તે સંધ દ્વારા નિવૃત્તિજન્ય વિશેષતાને લાભે સમાજમાં પ્રતિષ્ઠિત થતાં પ્રવૃત્તિમાં પડેલા લેકના મનમાં નિવૃત્તિ પ્રત્યે આદર પિકા અને નિવૃત્તિગામી સંઘથી દેશ વ્યાપી ગયો, ઊભરાઈ ગયે. ધીમે ધીમે એ નિવૃત્તિગામી સંઘે નભાવવા માટે પણ પ્રવૃત્તિશીલ લેકે ઉપર એક જાતને જે વળે. સામાન્ય માણસ નિવૃત્તિને નકામી ગણું શકે નહિ અને પ્રવૃત્તિમાં રસ લઈ શકે નહિ એવી સંદિગ્ધ સ્થિતિ આખા દેશમાં ભી થઈ. આમાંથી સામસામે બે છાવણુઓ પણ ગોઠવાઈ. પ્રવૃત્તિમાર્ગી નિવૃત્તિમાર્ગને અને નિવૃત્તિમાર્ગ પ્રવૃત્તિમાર્ગને વગોવે એવું કલુષિત વાતાવરણ ઊભું થયું અને કુટુંબના, સમાજના, રાજકરણના તેમ જ નીતિ અને અર્થને લગતા બધા જ પ્રશ્નોને એ વાતાવરણે કર્યું. આ સંધર્ષ એટલે સુધી ઓ કે કુટુંબી કુટુંબમાં જીવવા છતાં, સમાજમાં રહેવા છતાં, રાજ્યની છાયામાં રહેવા છતાં તેને સાથે પિતાને લગવાડ નથી એમ માનતે થયો અને અમુટુંબી હોય તેઓ પણ કુટુંબના વૈભવથી જરાય ઊતરતા રહેવામાં નાનમ માનતા થયા. આવી વસ્તુસ્થિતિમાંથી જ આખરે અનાસક્ત કમંગને. વિચાર જન્મે અને તે ચર્ચા, સ્પષ્ટ થતે એટલી હદ સુધી વિકસ્યું કે ગીતાના પ્રણેતામાં તે પૂર્ણપણે, સોળે કળાએ અવતર્યો. આ વિચારે પ્રવૃતિ અને નિવૃત્તિમાર્ગને સંઘર્ષ ટાળે. પ્રવૃત્તિનું ઝેર અને નિવૃત્તિનું આલસ્ય. બને આનાથી ટળે છે, એ જ એની વિશિષ્ટતા છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org