________________ 136 ] દર્શન અને ચિંતન પ્રગતિ અને પ્રવૃત્તિ કરનાર મૂળ ધ્યેયથી દૂર દૂર ચાલ્યો જાય છે એવો ભાવ ભારતના લેહીમાં જડાયેલે છે એ વાત સાચી છે. એ જ ભાવમાંથી નિવૃત્તિમાર્ગનો ઉદય થયું છે, એ માર્ગ વિકસ્ય પણ છે. પરંતુ એ નિવૃત્તિ પિતાને બેજે બીજા ઉપર નાખવા પૂરતી સિદ્ધ થઈ છે. હવે નિવૃત્તિને અર્થ એથી ઊલટ થી જોઈએ. બીજાને બોજ ઊંચકી બીજાને આરામ આપવા, રાહત આપવી; અને એમ ન થાય ત્યાં પિતાને બોજ તે બીજાના પર નાખવો જ નહિ, એ નિતિ હેવી જોઈએ. એનાથી જ અનાસક્ત કર્મચાગનો પાયો નાખી શકાય. નંદીસૂત્ર નામના જૈન આગમમાં ચાર પ્રકારની બુદ્ધિઓનું વર્ણન છે. કામ કરવાના અનુભવથી ઘડાતી બુદ્ધિ કર્મ જા; અનુભવથદ્ધની પરિચર્યા સેવાથી નીપજનારી બુદ્ધિ વૈયિકી; ઉંમરના પરિપાકને લીલે પરિપક્વ થનાર બુદ્ધિ પરિણામિક અને અવનવી સમસ્યાઓ ઉપસ્થિત થતા વેંત તેને તત્કાલ ઉકેલ કરવા માટે પ્રકટ થતી સૂઝ તે ઔત્પત્તિકી કહેવાય છે. ગાંધીજીમાં આ ચાર બુદ્ધિઓને વિરલ યુગ હતે એ તો સૌ જાણે છે, પણ તેમને વારસો તેમના જ કેટલાક ગણધર શિષ્યોને મળ્યો છે. મારી દૃષ્ટિએ તેમાં કાકાનું અચૂક સ્થાન છે. આ વસ્તુની પ્રતીતિ તેમનાં અન્ય લખાણની પેઠે “ગીતાધર્મ' વાંચતાં જ વાચકને થઈ જાય છે. એમ તે શ્રદ્ધેય ધર્મગ્રંથ લેખે અનેક શ્રદ્ધાળુઓ ગીતાને શબ્દપાઠ કરે જ છે અને કેટલાક વિશેષ જિજ્ઞાસુઓ અને સમજદાર તેના અર્થોનું અનેક રીતે ચિંતન-મનન પણ કરે છે, પણ મને લાગે છે કે ગુજરાતી સમજનારા વાચકે પ્રસ્તુત ગીતાધર્મનું ડું થોડું પણ નિયમિત વાચન-ચિંતન કરે તે ગીતા સમયના અધ્યયનનું ફળ તેમને મળવાનું જ અને વધારામાં ગીતાને સમજવાની અનેક ચાવીઓ પણ લાધવાની. આ નાનકડું પુસ્તક શ્રદ્ધાળુ અને સમાચક બંનેને એકસરખું ઉપયોગી થાય એવું હેવાથી તે પાથધર્મગ્રંથનું સ્થાન લેવાની યોગ્યતા ધરાવે છે. ગમે તેટલા વ્યાખ્યાનકારોએ ગીતાને આશ્રય લઈ પિતાનાં વિવેચનને પૂર્ણ બનાવવા પ્રયત્ન કર્યો હોય, છતાં ગીતા એ ચિંતન-ભાવનાપ્રેરક પૂર્ણગ્રંથ લાગે છે કે બધી પૂર્ણ વ્યાખ્યાઓ છતાં તેની પૂર્ણતા કાયમ જ રહે છે. ‘qfશ qમારા પૂરાવાથતે એ ઔપનિષદ-વચન ગીતાની બાબતમાં પણ યથાર્થ છે. સંસ્કૃતિ, એપ્રિલ 156. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org