Book Title: Gita Dharmnu Parishilan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Catalog link: https://jainqq.org/explore/249227/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ નું પરિશીલન જે ધર્મો દરેક પ્રતિષ્ઠિત ધર્મપરંપરાનાં આવશ્યક અંગે છે અને જેનું જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ગૌરવપૂર્ણ સ્થાન છે તે ધર્મોને સામાન્ય રીતે નિર્દેશ કરી તેના ઉપર સમાજની દૃષ્ટિએ વિવેચન કે નિરૂપણ ન કરતાં, કાકા કાલેલકરે તે ધર્મોને, ગીતાને આશ્રય લઈ ગીતાધર્મ” તરીકે નિર્દેશી તેના ઉપર સમાજશાસ્ત્ર લખ્યું છે અથવા સામાજિક દૃષ્ટિએ તે ધર્મોની ઉપયોગિતાનું નિરૂપણ કર્યું છે તેનું શું કારણ? આ પ્રશ્ન સહજ જ ઊઠે છે. ગીતાનું અનન્ય સાધારણ આકર્ષકપણું એ જ આ પ્રશ્નને સીધાસાદે ઉત્તર છે. ગીતાના એ જ મૌલિક આકર્ષકપણુએ હજારથી વધારે વર્ષ થયાં અનેક વિદ્વાને અને સતિને પિતા વિશે ચિંતન કરવા, લખવા અને જીવન ઘડવા પ્રેર્યા છે. એવી સ્થિતિમાં કાકા જેવા બહુશ્રત, સ્વતંત્રદ્રષ્ટા અને પ્રયોગવાર ગીતાને આશ્રય લઈ તેમાં પ્રતિપાદિત દૈવી સંપત તરીકે ગણવાયેલ છવ્વીસ ધ કે સગુણ ઉપર વિવેચન કરે તે એ જરાયે અસ્થાને નથી. પણ અહીં એ સવાલ તે ઊભે થાય જ છે કે અનેક ધર્મ એક અથવા બીજી રીતે આકર્ષક તે છે જ, તેમાં ગીતાનું જે અનન્યસાધારણ આકર્ષકપણું છે તે શા કારણે ? એના એવા આકર્ષકપણાનાં મુખ્ય અંગે મને પિતાને નીચે પ્રમાણે જણાય છે: (૧) પ્રશ્નોત્તર પદ્ધતિ, બૌદ્ધ પિટક, જૈન આગમ કે અન્ય કોઈ પણ ધર્મગ્રંથ જોઈએ તે તેમાં મુખ્યપણે પ્રશ્નોત્તરરૂપે જ ચર્ચા થયેલી દેખાય છે; સંવાદશૈલી એ ચર્ચાની સ્પષ્ટતાનું આવશ્યક અંગ બની ગઈ છે. પણ અન્ય ગ્રંથની સંવાદશૈલી અને ગીતાની સંવાદશૈલી વચ્ચે મહત અંતર છે, એ જ એના આકર્ષકપણાનું એક પ્રાથમિક અંગ છે. અન્ય ધર્મગ્રંથોમાં કઈ જિજ્ઞાસ સીધી રીતે ગુરુને જઈ પ્રશ્ન કરે છે અને ગુરુ પણ સીધી રીતે જ જવાબ આપે છે; જ્યારે ગીતામાં તેમ નથી. એમાં પ્રશ્નોત્તરની માંડણી એવી ઉઠાવદર, એવી કુતૂહલવર્ધક થઈ છે કે તેને લીધે શ્રેતા અને વાચની જિજ્ઞાસા ખુદ ધૃતરાષ્ટ્ર કરતાં પણ અનેકગણુ તીવ્ર બની જાય છે. ગીતાકારે સામસામે શસ્ત્ર Page #2 -------------------------------------------------------------------------- ________________ ૬૧૦ ] દર્શન અને ચિંતન ફેંકવા કેડે બાંધી ઊભાં રહેલાં બંને પ્રતિસ્પધી સૈન્ય વચ્ચે જ અર્જુનને મેઢે ધર્મ વિષયક પ્રશ્ન કરાવ્યો છે, અને યુદ્ધના અંતિમ નિર્ણયમાં જેમને અગત્યને ફાળ હતું અને જે સારથિરૂપે દેરવણી પણ આપવા કબૂલ થયેલ એ શ્રીકૃષ્ણને મુખે જ એ પ્રશ્નને વિસ્તૃત જવાબ અપાવ્યો છે. એક તો યુદ્ધત્તિ જ લેકેને સહેજે ભાવતી વસ્તુ છે, એને રસ જાગ્યા પછી માણસ મરણપર્વત પાછી પાની નથી કરતો. બીજું એ કે જે યુદ્ધમાં સીધું ઝંપલાવી ન શકે તેને પણ એ નજરે જોવું ગમે જ છે. જ્યાં નજરે જોવાની શક્યતા ન હોય ત્યાં પણ યુદ્ધ વાત યા એ ઉક્તિ તે કામ કરે છે. તેથી ધૃતરાષ્ટ્ર કરતાં પણ તીવ્ર જિજ્ઞાસા આપણામાં એ જાગે છે કે બધું તે ઠીક, પણ કૃષ્ણનાં લાંબાં લાંબાં વ્યાખ્યાને અતિ અને નિર્ણય શેર કર્યો ? અને તેનું પરિણામ શું આવ્યું ? સંજય દ્વારા ધૃતરાષ્ટ્રની જિજ્ઞાસા પૂર્ણપણે સંતોષાઈ હશે કે નહિ એ તે તે જાણે, પણ આપણે જ્યારે કરશે વચને તવ એ ઉદ્ગાર અર્જુનના મુખમાંથી સાંભળીએ છીએ અને તેને પાકે યુનિર્ણય જાણીએ છીએ ત્યારે આપણને એટલી તે નિરાંત વળે જ છે કે હવે યુદ્ધ બંધ પડવાનું નથી, અને બન્યું પણ તેમ જ નૈમિષારણ્યમાં કે બીજા તવનમાં પણ ધર્મ અને તત્વજ્ઞાનની ચર્ચા ચાલતી હેય તે ભારતીય માનસ બધું કામ છોડી એ તરફ વળે છે, ત્યારે અહીં તે યુદ્ધભૂમિ ઉપર જ ધર્મ અને તત્વજ્ઞાનના પ્રશ્નો ઝીણવટથી ચર્ચાય છે અને તે પણ યુદ્ધની કાર્યકાર્યતાને ઉદ્દેશીને જ, એટલે સ્વાભાવિક રીતે જ ગીતાની આ શિલી બહુ રોચક બની છે. (૨) ગીતાના આકર્ષકપણાનું બીજું મુખ્ય અંગ એમાં ચર્ચાયેલા વિષયની પસંદગી અને તે પાછળ રહેલી ગીતાકારની દૃષ્ટિ. પિતાના સમય સુધીમાં જે ધાર્મિક અને તાત્ત્વિક મુખ્ય મુખ્ય પરંપરાઓએ ભારતીય માનસ ઉપર કબજે જમાવ્યો હતો, તે બધી પરંપરાઓને સંક્ષેપમાં આવરી લઈ ગીતાકારે પિતાની દષ્ટિએ તેની મીમાંસા કરી છે અને તેમાંથી પિતાની એક સુનિશ્ચિત દૃષ્ટિ ફલિત કરી છે. એ દષ્ટિ તે કર્મવેગની અર્થાત ફલેછાત્યાગની. ભારતીય માનસ ઉપર મોક્ષ-પુરુષાર્થની અને તેના અંગ લેખે નિવૃત્તિમાર્ગની એવી ઊંડી છાપ પડી હતી કે જેને લીધે જીવનવ્યવસાયમાં પડેલ દરેક પ્રવૃત્તિશીલ માણસ મેક્ષ અને નિવૃત્તિની વાતોમાં જેટલે રસ લેત, તેટલે સ્વીકારેલ પ્રવૃત્તિમાં ભાગ્યે જ રસ લેત. એથી ન તે તેની જીવનક્ષેત્રવિષયક પ્રવૃત્તિ યોગ્ય રીતે સધાતી અને ન મોક્ષની આકાંક્ષા પૂરી પડતી. એવી પ્રજાવ્યાપી અસમંજસ સ્થિતિમાં ગીતાકારે યુદ્ધને વિશે જીવનયુદ્ધને લગતી દષ્ટિ સ્પષ્ટ કરી. Page #3 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મનું પરિશીલન અનાસક્તિપૂર્વક પ્રવૃત્તિ કરવાની આ દષ્ટિ નવી તે ન જ હતી, પણ ગીતાકારે જેવા સોગમાં અને કેવી રીતે તેની ચેખવટ કરી છે તે બેશક અપૂર્વ હેઈ ભારે આકર્ષક બની છે. (૩) આકર્ષકપણાનું ત્રીજું મહત્વનું અંગ તે ગીતાની પ્રતિપાદનકલા અને કવિતા. ગીતાકારે સાંખ્ય તત્વજ્ઞાન, યોગમાર્ગ, ભક્તિમાર્ગ, યજ્ઞ પરંપરા આદિ અનેક વિષયને ઠીક ઠીક વિસ્તારથી છણ્યા છે; એટલું જ નહિ, પણ તેણે દશમા અને અગિયારમા અધ્યાયમાં અનુક્રમે વિભૂતિનિરૂપણ તેમ જ વિશ્વરૂપદર્શન દ્વારા જે કાવ્યકલા દર્શાવી છે તે બધું, મુખ્ય પ્રશ્નની દૃષ્ટિએ આડકથા જેવું લાગવા છતાં પણ, તેણે છેવટે એ બધા વિષયોને અને પિતાની કલાને પિતાના મુખ્ય પ્રતિપાદ્ય વિષયફલેચ્છાત્યાગ સાથે એવી રીતે સુસંવાદીપણે જેલ છે કે વચ્ચે વચ્ચે નાનીમોટી ગમે તેવી અસંગતિઓ આવતી હોય તે તે પણ તેના સુસંવાદી સૂરમાં સાવ લુપ્ત જેવી થઈ જાય છે. ગીતાકાર કૃષ્ણના મુખે છેવટે થથેર િતથા યુદ્દ એમ કહેવડાવે છે ત્યારે આપણને એવી પ્રતીતિ થાય છે કે કૃષ્ણ અર્જુનને જે કર્મગ ઉપદે, જે ફલેછાત્યાગ નિરૂપ્યો તે તેણે પિતે જ અમલમાં મૂક્યો. ચોથેરરિ તથા ગુરુ એ વચન દ્વારા કૃષ્ણ અર્જુનને એટલું જ કહે છે કે તારા પ્રશ્નોના જવાબમાં જે કંઈ કહેવાનું હતું તે મેં તેને કહ્યું, હવે હું પરિણામનિરપેક્ષ છું, તને ફાવે તેમ નિર્ણય કર. ઉપર સૂચવેલ અને બીજા કેટલાંક તને લીધે ગીતાનું જે આકર્ષક સ્થાન સિદ્ધ થયેલું તેને જ લીધે શ્રી. શંકરાચાર્યના પહેલાંના વિદ્વાને ગીતા ઉપર લખવા પ્રેરાયેલા. જોકે એ પ્રાચીન વ્યાખ્યાઓ આજે ઉપલબ્ધ નથી, તથાપિ શ્રી. શંકરાચાર્યથી માંડી આધુનિક યુગ સુધી શૈવ વૈષ્ણવ આદિ અનેક પરંપરાઓના સુપ્રસિદ્ધ આચાર્યોએ ગીતા ઉપર સંસ્કૃતમાં લખેલી ટીકા, અનુટીકાનું વિશાળ સાહિત્ય ઉપલબ્ધ છે. ગીતાના મૌલિક આકર્ષકપણુમાં, તેના ઉપરની નાનાવિધ સંપ્રદાયની વિવિધ દષ્ટિવાળી વ્યાખ્યાઓને લીધે, એર ઉમેરો થયો છે. સંસ્કૃતમાં લખાયેલાં ભાષ્યો અને વૃત્તિઓ ઉપરાંત ગીતાના ભૌલિક આકર્ષકપણુમાં અસાધારણ ઉમેરે કરનાર એક બીજું પણ સાહિત્ય છે, અને તે લેકભાષામાં રચાયેલ ગીતા ઉપરની વ્યાખ્યાઓ. તેરમા સૈકાના સુપ્રસિદ્ધ મહારાષ્ટ્રીય સંત જ્ઞાનેશ્વર પહેલાં કોઈ પણ પ્રાંતીય વિદ્વાને કે તે ગીતા ઉપર કંઈ લખ્યું હોય તે તે અત્યાર લગી અજ્ઞાત છે. પણ મને પિતાને એ સંભવ લાગે છે કે કોઈ ને કોઈ વિડ આળવાર કે નામનાર સતિ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૬૧૮] દર્શન અને ચિંતન ગીતા ઉપર દ્રાવિડ ભાષામાં કંઈક અવશ્ય લખેલ હેવું જોઈએ. જે આ સંભવ ખોટ હોય તે લેકભાષામાં પ્રથમ લખવાનું માન જ્ઞાનેશ્વરને ફાળે જ જાય છે. અત્યાર લગીની મારી તપાસમાં જે માલુમ પડ્યું છે તે ઉપરથી એટલું કહી શકાય કે ગીતા પર બંગાળી કે હિંદી ભાષામાં કેઈએ આધુનિક યુગ પહેલાં લખ્યું નથી. ગુજરાતી ભાષામાં ગીતાના જે બા-અવયાર્થ પૂરતી વ્યાખ્યા મળે છે તે વિક્રમની ૧૭મી સદી પહેલાંના નથી. યુરોપીય વિદ્વાનોના હાથમાં ગીતા આવી ત્યારથી તેણે વિશ્વના સમગ્ર તત્વજ્ઞવર્ગનું ધ્યાન ખેંચ્યું છે. તિલક અને અરવિંદ ગીતા પર હાથ અજમાવ્યું ત્યારથી તે તે ભારતીય ધર્મગ્રંથનું એક બહુમૂલ્ય રત્ન બની ગઈ છે. એમ તે આધુનિક યુગમાં દયારામ પછી મણિલાલ નભુભાઈ વગેરેએ ગીતા પર ગુજરાતીમાં લખ્યું છે, પણ છેવટે જ્યારે એની તરફ ગાંધીજીની દષ્ટિ વળી અને પિતે યથાવત જેવેલ જીવનની પદ્ધતિ અને સાર્વજનિક પ્રયોગ કરી અજમાવેલ પિતાની વિચાર સરણી ગીતાની વ્યાખ્યારૂપે તેમણે ઉપસ્થિત કરી ત્યારથી તો ગુજરાતી ભાષામાં અનેક રીતે ગીતા પર વિવેચન થવા લાગ્યાં છે અને અન્ય ભાષામાંથી ગુજરાતી ભાષામાં સંક્રમણે પણ થયાં છે. કાકાએ મૂળમાં તે “ગીતાધર્મનું સમાજશાસ્ત્ર મરાઠી ભાષામાં લખેલું. તેનું જ ગુજરાતીમાં આ રૂપાંતર છે. એમ તે કાકાએ ગુજરાતીમાં પણ ગીતાનું વિવેચન કરેલું છે, પણ તે વિવેચન અને પ્રસ્તુત સમાજશાસ્ત્ર એ બંનેને પ્રકાર જુદે જુદે છે. પિલું વિવેચન સમગ્ર ગીતાને આરે છે, જ્યારે પ્રસ્તુત સમાજશાસ્ત્ર સેળમા અધ્યાયમાં પ્રતિષાદિત દેવી સંપત્ પૂરતા ભાગને જ આવરે છે. એક કાળે પ્રજામાં પારલૌકિક સ્વર્ગની ભાવના પ્રબળ હતી. એને સિદ્ધ કરવાને પુરુષાર્થ મોટા પાયા પર અને વિવિધ રીતે પ્રજાવ્યાપી થયો હતું. તેની સામે બીજી મોક્ષની ભાવના સબળપણે ઉપસ્થિત થઈ. તેને લીધે સ્વર્ગ ગમે તેવું સુખમય છતાં અંતે વિનશ્વર છે એમ ઠરતું ગયું. મોક્ષ એ અવિનશ્વર–શાશ્વત સુખ છે એ ભાવના જેમ જેમ બળ પકડતી ગઈ તેમ તેમ સ્વર્ગની ભાવનાને લીધે જે શાસ્ત્રનિષ્ઠા, કાર્ય-કર્મવિભાગ અને સહકારવૃતિ આદિ સગુણે પ્રજામાં ખીલ્યા હતા તે સદ્ગણે અંતર્મુખ દષ્ટિથી વિશેષ વિચારના અને વિકાસના વિષયે તે બન્યા જ, પણ વધારામાં બીજા પણ કેટલાક નવા યમ, વેગ આદિ સદ્ગણને વિકાસની તક મળી. આ બધું ચાલતું હતું ત્યારે જ એક ન વિચાર ઉદયમાં આવી રહ્યો હતો. તેનું વલણ એ હતું કે મેક્ષ ભલે શાશ્વત સુખની અવસ્થા હોય, છતાં તે પારલૌકિક Page #5 -------------------------------------------------------------------------- ________________ “ગીતાધર્મનું પરિશીલન [ ૬૧૯ મક્ષ એટલે વ્યક્તિગત આધ્યાત્મિક વિકાસની જ એક ભૂમિકા છે. કંઈ વ્યક્તિ એવા વિકાસની પરાકાષ્ઠા સાથે તેણે તે તે એક અંગત અને મર્યાદિત સિદ્ધિ છે. પારલૌકિક મોક્ષને જીવનસર્વસ્વ માની ઊંડામાં ઊંડી સાધના કરનારના જીવનગત સણોને વ્યાપક દષ્ટિએ સામાજિક ઉત્કર્ષમાં શ ઉપગ? આ વિચારવલણે લકસંગ્રહની અગર તે સામાજિક શ્રેયની પ્રબળ ભાવનાનું રૂપ ધારણ કર્યું. સ્વર્ગની તેમ જ મેક્ષની ભાવનાના પ્રાધાન્ય વખતે જે જે ગુણોએ પ્રજાના હૃદયમાં ઘર કર્યું હતું અને જે સદ્ગણોના વિકાસને પૂરી તક હતી તે સદ્ગણે પ્રત્યે લોકસંગ્રહવાદીઓની જરાયે ઉપેક્ષા નહોતી; ઊલટું તેમનું કહેવું એ હતું કે જે સગુણ વિશે ગંભીર ચિંતકે વિચાર કરે છે અને જેને સાધવા પુરુષાર્થ મથે છે તે સદ્ગુણેના ઉપગની દિશા માત્ર બદલવાની છે. આથી વૈયક્તિક મોક્ષ થત અટકશે નહિ અને સામૂહિક કલ્યાણને માર્ગ વધારે સરળ બનશે. લોકસંગ્રહની આ ભાવનાનાં કેટલાંક બીજે તો ઈશપનિષદ અને મહાયાનની ભાવનામાં પડ્યાં જ હતાં. તે બીજેને વધારે વિકસિરૂપે ચર્ચવાને પ્રશ્ન ગીતાકારે હાથમાં લીધે. ગીતાની લોકસંગ્રહ વિષયક મુખ્ય દૃષ્ટિ સાંપ્રદાયિક આચાર્યોની વ્યાખ્યાઓમાં સાવ ગણુ બની ગઈ હતી. તેને પ્રકાશ અને. તેનું ઉદ્દઘાટન તિલકે ગીતારહસ્યમાં કર્યા. તિલકે કર્મગ દ્વારા જે વસ્તુનું પ્રતિપાદન કર્યું છે તે મુખ્ય વસ્તુનું શ્રી અરવિંદ પૂર્ણ દારા પિતાની ઢબે નિરૂપણ કર્યું છે. ગાંધીજીએ એ જ કર્મગ કે અનાસક્તિગનું પિતાની સાવ અનોખી રીતે સમર્થન કર્યું છે. આ રીતે ગીતાના લોકસંગ્રહવિચારની ભાવના સ્પષ્ટપણે તેમ જ પ્રબળપણે સામાજિક સેવાની અને સામાજિક કલ્યાણની વિચાર-દિશામાં પરિણમી. લેકકલ્યાણની વાતને આજે ગીતા દ્વારા એટલું બધું સમર્થન મળે છે કે હરકઈ ચિંતક કર્મ ગીની નજર સૌથી પ્રથમ ગીતા પર પડે છે. - કાકાએ એ જ લકસંગ્રહની બલવતી ભાવનાથી પ્રેરાઈ ગીતાધર્મનું સમાજશાસ્ત્ર લખ્યું છે. તેઓ પિતે જ નવેસર વ્યાખ્યા કરવા પાછળ પિતાની. શિી દષ્ટિ રહી છે તેનું સ્પષ્ટીકરણ “ગીતાધર્મ”ના છેલા પ્રકરણમાં.. ગીતાધર્મનું જીવન્તપણું” એ મથાળા નીચે, ઐતિહાસિક દષ્ટિએ, નાનાવિધ દાખલા-દલીલે સાથે, અસરકારક રીતે કરે છે. તેમનું આ સ્પષ્ટીકરણ જેઓ પોતપોતાના ધર્મગ્રંથની “મમીની પેઠે પૂજા કરે છે અને તેમાં પૂર્ણપણાનો, કે અંતિમપણાને આરોપ કરી અંતે તે ધર્મગ્રંથોને દેશકાળ–બાહ્ય જેવા અવ્યવહાર અને માત્ર શ્રદ્ધાસ્પદ બનાવી મૂકે છે તે સૌનાં વિચારચક્ષના. Page #6 -------------------------------------------------------------------------- ________________ -૧૨૦3 દર્શન અને ચિંતન ઉન્મેષ અર્થે નેત્રોજનની અચૂક ગરજ સારે તેવું છે. એ આખું પ્રકરણ મનનપૂર્વક વાંચવા જેવું જ છે. અહીં તે આપણે તેમાંના કેટલાક ઉદ્ગારે જોઈએ: “જે ધર્મએથેની મૂળ પ્રેરણું જીવનમાંની કેન્દ્રસ્થ વસ્તુઓમાંથી મળેલી હોય છે તેના વિકાસને સહેજે અટકાવ થઈ શકતું નથી. મનુષ્યજાતિનું જીવન જેમ જેમ સમૃદ્ધ થતું જાય છે તેમ તેમ ગીતાનાં વચનને અર્થ વ્યાપક, ગૂઢ અને સમૃદ્ધ થતો ગમે છે. આવી સ્થિતિ અનંતકાળ સુધી ટકશે એમ તે કોણ કહી શકશે? પણ ગીતાગ્રંથને હજી ઘડપણ આવ્યાનાં ચિહ્નો દેખાતો નથી એટલું તે જરૂર કહી શકાશે'...“ગીતાના લેખકને જીવનધર્મનું જેટલું રહસ્ય સમજાયું હતું તેટલું જ ગીતાના શબ્દોમાં છે એમ માની લેવામાં ભૂલ છે. ગીતાગ્રંથ એ એક જીવંત વ્યકિત છે. તેનું જીવન ગીતાના લેખથી અલગ, સ્વતંત્ર અને વર્ધમાન છે, એટલું સ્વીકાર્યા પછી ગીતાના મૂળ ઉપદેશને વળગી રહીને નવી દ્રષ્ટિથી નવા અર્થે તેમાં જોવા એમાં સત્યને કઈ દ્રોહ નથી, પણ બંનેની કૃતાર્થતા જ છે.” ગીતાધર્મ” માં કુલ ૩૫ પ્રકરણે છે. ગીતામાં પ્રતિપાદેલા ૨૬ દેવી ગુણે પિકી યજ્ઞ, દાન અને તપ એ ત્રણ ગુણોને એક જ પ્રકરણમાં ચર્ચા છે અને શબ-દમ એ બે ગુણ પણ એક જ પ્રકરણમાં લીધા છે. બાકીના દરેક ગુણ પર સ્વતંત્ર પ્રકરણ હેવાથી દેવીસંતને લગતાં ૨૩ પ્રકરણે થાય છે. વધારાનાં ૧૨ પ્રકરણે ગીતા સમગ્રને સમજવામાં સહાયક થઈ શકે એવા કેટલાક મુદ્દાઓને સ્પર્શી તેમ જ દૈવી ગુણ-સંપતિને આધારે રચાનાર સમાજના સ્વરૂપને સ્પષ્ટ કરવાના ખ્યાલથી લખાયેલાં છે. તે પ્રકરણને ક્રમ આ પ્રમાણે -છે: ૧. ગીતાનું લેકશાસ્ત્ર, ૨. અભય, ૩. સત્વસંશુદ્ધિ, ૪. ધૃતિ, ૫. શમદમ, ૬. તેજ, ૭. યજ્ઞ, દાન અને તપ, ૮. ક્ષમાં, ૯. માર્દવ, ૧૦. આર્જવ, ૧૧. અહ, ૧૨. અપશુન, ૧૩. હા, ૧૪. શૌચ, ૧૫. અલેલુપત, ૧૬. અચાપલ, ૧૭. નાતિમાનિતા, ૧૮. અધ, ૧૯. જ્ઞાનયોગ-વ્યવસ્થિતિ, ૨૦. સ્વાધ્યાય, ૨૧. દયા, ૨. અહિંસા, ૨૩. સત્ય, ૨૪. શાંતિ, ૨૫. ચાતુર્વણ્ય, ૨૬. ગીતામાં હિંસા કે અહિંસા ? ૨૭, બ્રહ્મ એટલે શું ? ૨૮. કર્મવાદની પૂર્વ પીઠિકા, ૨૦. બ્રહ્મચર્ય, ૩૦ જીવનગ, ૩૧. fટા પ્રમાણપૂ, ૩૨. જે. વાધિકારણે, ૩૩. આશ્રમવ્યવસ્થા, ૩૪. ગીતામાંનું રૂપકાત્મક યુદ્ધ, ૩૫. ગીતાગ્રંથનું જીવંતપણું. સમાજને ધારણ કરનાર લેખે વીસપત્નું નિરૂપણ કરવા કાકા ઇચ્છે છે. તેથી તેમને સમાજની વ્યાખ્યા કરવાનું અને સાથે સાથે સમાજશાસ્ત્રની વિષયમર્યાદા નિરૂપવાનું પ્રાપ્ત થાય છે. માટે પ્રથમ પ્રકરણમાં તેમણે આ બધી Page #7 -------------------------------------------------------------------------- ________________ • ગીતાધમ 'નું પરિશીલન [ કર્ ખાખતા સ્પષ્ટ કરી છે, અને ગીતાની દૃષ્ટિ તેમ જ આય પરપરા ધ્યાનમાં રાખી ગીતાના સમાજશાસ્ત્રને લોકશાસ્ત્ર તરીકે ઓળખાવ્યુ` છે. આધુનિક સમાજશાસ્ત્રીઓની સમાજશાસ્ત્રવિષયક કલ્પના અને વિષયમર્યાદા બહુ જ વ્યાપક છે અને તેથી જ તે લેાકશાસ્ત્રના પર્યાય અની રહે છે. અભય એ મૂળે આધ્યાત્મિક ગુણ મનાતા આવ્યા છે. એના આધાર અમરત્વની ભાવના છે. જિજીવિષા શબ્દને વૈયક્તિક જીવનની તેમ જ હાર્દિક છ્તનની ઇચ્છા પૂરતો સ`કુચિત અર્થે રૂઢ થયેલા હોવાથી ભયની પરપરા જન્મે છે અને સ્મૃતિકારાએ તથા નીતિવિદોએ પણ રાજતંત્ર, વર્ણ વ્યવસ્થા આદિ બધાં જ તાને સુસંગતિ રાખવાના એક ઈલાજ તરીકે ભયનું સમ ન કર્યું છે. ઊગતા પ્રજામાનસને ધડવા, વિકસાવવા અને સુસ’સ્કારી બનાવવાની જવાબદારી લેનાર કેળવણીકારા સુધ્ધાં ભયમૂલક ત વ્યવસ્થાની હિમાયત કરતા આવ્યા છે. તેથી સહેજ જ પ્રશ્ન થાય છે કે અભયમૂલક સમાજવ્યવસ્થાની હિમાયત કરનાર ફાકાએ પર પરાગત અને શાઅસમર્થિત ભયમૂલક વ્યવસ્થાના કાંઈ વિચાર અથવા ખુલાસો કર્યો છે કે નહિ ? આને ઉત્તર અભયની હિમાયત કરતાં અહુ સૂક્ષ્મ અને દીર્ઘદષ્ટિ વાપરી સમાધાનકારક રીતે દાખલાદલીલ સાથે આપ્યા છે. એમાં એમના સ્મૃતિશાસ્ત્રવિષયક અભ્યાસ અને કેળવણીકારની શુદ્ધ દૃષ્ટિ એ મને જોવા મળે છે. તેમના કહેવાના નિષ્ક એટલો જ છે કે જે પેાતે ભયભીત રહે તે સમાજ તા કદી ઉત્કર્ષ સાધી શકતા જ નથી, પણ જે બીજાને ભયભીત રાખવાની ગડમથલમાં જ પડેલ હાય તે સુધ્ધાં પોતાના સ્થાયી અને સ્પૃહણીય ઉત્કર્ષ સાધી શકતો નથી, કેમ કે તેવા ઉત્કષમાં ઉપયેગી થાય એવાં તેનાં શક્તિસાધના ખોટી રીતે વપરાય અને ધસાય છે. આ દૃષ્ટિથી ન હરવા અને ન ડરાવવાની અભયનીતિ જ સમાજના વ્યાપક ઉત્કર્ષ માટે આવશ્યક છે. સત્ત્વસંશુદ્ધિના પ્રકરણમાં સામાજિક સંગઠનના સાચા આધાર લેખે સત્ત્વસંશુદ્ધિનું જે વિવિધ દૃષ્ટિએ કાકાએ નિરૂપણ કર્યુ છે તેમાં સામાજિક વિકાસને સક્ષિપ્ત ઇતિહાસ જ આવી જાય છે. હૃદયશુદ્ધિ એ જ સત્ત્વસંશુદ્ધિ છે. જેટલા પ્રમાણમાં તે હાય તેટલા પ્રમાણમાં જ સામાજિક સંગઠન ટકી શકે છે એવું યથા વિધાન કર્યા પછી પરશુરામ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, રામચંદ્ર, શિવાજી આદિના પૌરાણિક અને ઐતિહાસિક દાખલાઆ ટાંકી કાકાએ ઠીક જ કહ્યું છે કે : “ શિવાજીએ હિંદુ સંગઠન કર્યું. તેથી આજે આપણે બે ફરવા નીકળીએ તો તે કાળાનુકૂળ અગર તે વ્યષ્ટિ અને સમષ્ટિના તેટલું જ સમાજના નહિ થાય. વ્યક્તિ અને > Page #8 -------------------------------------------------------------------------- ________________ દર્શન અને ચિંતન હિતવિરે ટાળવા માટે છેલ્લાં બે-ત્રણસો વર્ષોમાં સમાજશાસ્ત્રીઓએ જે જે ઉપાય વિચાર્યા છે તે બધા કરતાં સત્વસંશુદ્ધિનો ઉપાય કેટલે કારગત નીવડી શકે એ મુદ્દો બહુ જ હૃદયંગમ રીતે રજૂ કરાયો છે. સત્વસંશુદ્ધિ દ્વારા કુટુંબસંસ્થાનો આંતરિક અને વ્યાપક સુધાર કરવા ઉપર ભાર આપવાને બદલે કુટુંબસંસ્થામાં તડ પાડતી સંન્યાસ અને શ્રમણસંસ્થાઓ મોટા પાયા ઉપર રચાઈ તેને પરિણામે એ સંન્યાસ અને શ્રમણસંસ્થાઓના અને મૂળભૂત કુટુંબસંસ્થાના શા હાલહવાલ થયા તેનું હૂબહૂ ઐતિહાસિક ચિત્ર કાકાએ આલેખ્યું છે. તેમણે મોક્ષની વ્યાખ્યા આપી છે તે શાસ્ત્રીય હોવા ઉપરાંત વિશેપ બુદ્ધિચાહ્ય અને સર્વોપયોગી છે. તેઓ જણાવે છે કેઃ “ઘડરિપુના બંધનમાંથી કાયમનો છૂટકારો મેળવે એ જ મોક્ષને અર્થ છે. તદ્દન મટી જવું અને કઈ રીતે શેષ ન રહેવું એ મોક્ષને અર્થ નથી. મેં પણ એક સાધન જ છે. તેનું અંતિમ સાધ્ય છે વિશ્વાભેશ્ય. એ જ લોકજીવનને પમ અને ચરમ આદર્શ છે.” ધતિના પ્રકરણમાં વ્યવહાર અને વૈજ્ઞાનિક દાખલા વડે જ્યારે કાકા ધતિનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે ત્યારે તે ગમે તેવા નબળાબળને સુધ્ધા ધતિને આશ્રય લેવાની ભૂખ જગાડે છે. નાસભાગ કરતાં સૈન્યમાં જે સેનાપતિ સાચી ધતિવાળે હોય તો તે તેમાં પાછી કાર્યકારી એકતા સ્થાપે છે. મનુષ્યતર પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચે જે મૌલિક અંતર છે તે દર્શાવવા સાથે માણસને નવા નવા પ્રયોગ કરવામાં વૃતિ જ ટકાવી શકે એ વિધાન કરે છે ત્યારે કાકા માણસજાતિના વિકાસનું રહસ્ય સ્પષ્ટ કરે છે. એકલાં જ પુરુવાર્થ કરે એટલે બીજાને હાથા બનાવી માત્ર પિતે જ આગેવાની લેવી એવી મધ્યકાલીન એકાંગી નીતિ અને સંઘની આગેવાની ન લેવી એવી બીજી એકાંગી નીતિ એ બંનેનું નિસારપણું તેમણે મને રંજક રીતે દર્શાવ્યું છે. બીજી નીતિના નિઃસારપણું માટે શ્રી રવીન્દ્રનાથ ઠાકુરે આપલે દાખલ તેમણે સં છે કે ગામના હિતાર્થે આગેવાન થઈ બાંધનાર ફાળે ઊધરાવવા નીકળે ત્યારે તેને લેકે કહે છે, કૂવાનું પુણ્ય તને, પૈસા અમારા ? શમ-દમના નિરૂપણમાં તેનું સામાજિક દૃષ્ટિએ જે સ્વરૂપ આલેખ્યું છે તે શાસ્ત્રોકત વ્યાખ્યાને આવશ્યક વિસ્તાર છે. તેમણે કહ્યું છે કે “આપણું દેહગત જીવનના કરતાં આપણું સમાજગત જીવન જ વ્યાપક, દીર્ધકાલીન તેમ જ અર્થપૂર્ણ હોય છે અને તેથી આપણું દેહગત વાસનાઓને રોકીને આપણું સામાજિક જીવન શુદ્ધ અને નિષ્પાપ કરવું એ આવશ્યક હોય છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ “ગીતાધમ નું પરિશીલન [ ૬૨૩ દેહગત વાસનાઓને કાબૂમાં લઈ રેવાને માટે જે આત્મિક શક્તિને આપણે ઉપયોગ કરીએ છીએ તેને જ શમ–દમ નામ આપેલું છે.' શમ અને દમ બન્નેમાંથી પહેલાં શેના ઉપર ભાર આપો એને ખુલાસે પણ સ્વાભાવિક જ છેઃ “બાહ્ય કે બદલવાથી સ્વભાવ આપોઆપ બદલાય છે એ સાચું, અને એ વાત પણ ખરી છે કે સ્વભાવમાં ફેરફાર થવાથી ટેવોને નવું વલણ મળ્યા વિના રહેતું નથી. એટલે સાધકોએ અને સમાજના આગેવાનેએ બંને બાજુથી શરૂઆત કરવી જોઈએ.” છા પ્રકરણમાં તેજની વિશદ ચર્ચા કર્યા પછી કાકાએ સાતમા પ્રકરણમાં યજ્ઞ, દાન અને તપ એ ત્રણ ગુણેની એકસાથે મીમાંસા કરી છે. આપણે બધા જ તપનો રૂઢ અર્થ જાણીએ છીએ. ભારતમાં તપના જેટલા પ્રાગ થયા છે અને જેટલા કાળથી તેનાં વિવિધ સ્વરૂપ ખીલતાં ખીલતાં છેવટે તે બપી બન્યું છે તેને ઈતિહાસ ભારતીય વાડમયમાં અને ભારતીય બધી ધર્મપરંપરાઓમાં જીવિત છે. એક રીતે ભારતને તપિ ભૂમિ કહી શકાય. કઠણમાં કઠણ તપથી માંડી સહેલામાં રહેલા અને વધારેમાં વધારે સગવડકારક તપની સૃષ્ટિ ભારતીય જીવનમાં વ્યાપેલી છે, તેમ છતાં અનેક બાબતોમાં ભારતીય સમાજની પામરતા જાણીતી છે. આનું મૂળ કારણ પકડી કાકાએ તપનો અર્થ એવી રીતે વિસ્તાર્યો છે કે તે તેના બાહ્ય બહુરૂપીપણાને સજીવ બનાવી શકે. તપની વ્યાપક વ્યાખ્યા હરકેાઈ વાચકના ધ્યાનમાં સહેલાઈથી ઊતરી શકે તે માટે તેમણે પિતાના પૌરાણિક જ્ઞાનસંગ્રહમાંથી ગંગાને હિમાલયથી નીચે આણનાર જનુને દાખલે બહુ જ આકર્ષક રીતે ટાંક્યો છે અને બીજી પણ દાખલા સૂચવ્યા છે. વિચારના વિકાસ સાથે જ આચારને વિકાસ થાય છે. બંનેને સંવાદી વિકાસ એ જ સામાજિક સંસ્કૃતિને વિકાસ. જેમ જેમ સંસ્કૃતિ વિકસતી જાય તેમ તેમ પ્રાચીન શબ્દમાં નવા અર્થના સ્તરે ઉમેરાતા જ જવાના, ચા શબ્દ પ્રાચીન ટંકશાળમાં તૈયાર થયો; ત્યાર બાદ કલ્પી ન શકાય એટલા તેના અર્થો ખીલતા અને સમાજમાં રૂઢ પણ થતા ગયા છે. કાકાએ એના અર્થવિકાસનો ઈતિહાસ ધ્યાનમાં રાખી સામાજિક માને સિદ્ધ કરી શકે એ તેને સ્થિર અર્થ સરળ શબ્દોમાં કર્યો છે. એ અર્થ સહેલાઈથી સમજી શકાય અને સામાજિક પ્રવૃત્તિમાં તેને અમલ કરવાનું બળ મળે તે હેતુથી તેમણે પિતાના “હિમાલયને પ્રવાસમાંથી સાર્વજનિક વાસણ માંજવાનાં પરિણામ અને શૌચક્રિયા વખતે પ્રથમથી નહિ પણ પછી ઉપર માટી નાખવાના લાભ સૂચવતા બે દાખલાઓ ટાંક્યા છે. આ દાખલા સામાન્ય Page #10 -------------------------------------------------------------------------- ________________ ૬૨૪] દર્શન અને ચિંતન જેવા લાગવા છતાં તેનું પ્રેરક બળ અસાધારણ છે. તપ અને યજ્ઞ વચ્ચેનું તારતમ્ય પણ તેમણે એક સુંદર દાખલાથી સમજાવ્યું છે. “કૂવામાંનું પાણું હાથથી પંપ ચલાવીને ઉપલા માળ ઉપરની ટાંકીમાં લઈ જવું એ થયું તપ. ઉપર આવેલી ટાંકીની સગવડને લીધે ઘરમાં જયાં જોઈએ ત્યાં અને જોઈએ તેટલું પાણી વાપરવું અને ફુવારાઓ ઉડાડવા એ બેગ થયે. આમ ઉપરથી નીચે આવેલા પાણીને ફરીથી શુદ્ધ કરી તેને પાછું પંપ વડે ટાંકી સુધી ચઢાવવું અથવા પહોંચાડવું એ થયો યજ્ઞ.” સામાન્ય રીતે દાન અને ત્યાગ એ બને શબ્દો પર્યાય ગણાય છે, પણ એ બેમાં સૂક્ષ્મ અંતર શું છે તે કાકાએ દર્શાવ્યું છે અને બન્નેની વેધક ચર્ચા કરી છે. અપશુનનું સામાજિક મૂલ્યાંકન કરતી વખતે કાકાએ પશુન્ય એટલે શું તેની ચર્ચા કરી છે. તેમાં જે ચામડી વિનાના શરીર સાથે માણસના આંતરિક આળી વૃત્તિવાળા મનની સરખામણી કરી છે તે કાકાનું ઉપમા કૌશલ દર્શાવવા ઉપરાંત ભારે સુચક છે. પિશુન માણસને શાસ્ત્રમાં મમ્મવિધુ કલ્યો છે. ભવિધુ” શબ્દને ખરે ભાવ આ ઉપમા દ્વારા વ્યક્ત થયા છે. ગુરશિષ્યના સંબંધની જે વિગતથી માહિતી આપી છે તે જાતઅનુભવી હોય તેવી અસંદિગ્ધ છે. કેળવણી ગુલામે સર્જવા કે માણસયંત્ર નિર્માણ કરવા નથી એ તેમનું કથન કેળવણશાસ્ત્રનું મહત્ રહસ્ય છે અને તે સાચા કેળવણીકારના અનુભવમાંથી આપમેળે સરેલું હોય તેવું છે. અંતેવાસી, શત્ર જેવા જે શબ્દ વિદ્યાર્થી માટે પ્રસિદ્ધ છે તે ક્યા વાતાવરણમાંથી, કઈ ભાવનામાંથી અને કયા હેતુથી યોજાય છે તેનું સ્પષ્ટીકરણ આ ચર્ચામાં છે. વધારેમાં વધારે જ્યાં નિકટને સંબંધ હોય ત્યાં જ ગુણ કે દેવ જાણવાપકડવાની તક હોય છે. આવી તક બીજા કોઈ પણ સંબંધ કરતાં ગુરુશિષ્યના સંબંધમાં વધારે પ્રમાણમાં હોય છે એટલે ગુરુ પિતે શિષ્યને દેષાવારક અર્થમાં છાત્ર સમજે અને કહે છે તે યુત જ ગણાય. આ વસ્તુ તૈત્તિરીય ઉપનિષદમાં, જ્યાં ગુરુ વિદ્યાર્થીને સમાવર્તન વખતે શિક્ષા આપે છે ત્યાં, કહેવાઈ પણ છે. ગુરુ કહે છે: “અમારા સુચરિત ગ્રહણ કરે છે, અન્ય નહિ.” આ કેવું નગ્ન સત્ય છે ! કોઈ નોકર માલિકને છોડી જાય કે કમને વિદાય લેતા હોય ત્યારે જે તે નકર ખરેખર ૫રિચારક અને પારિપશ્ચિક હોય તો માલિક તેને વિદાય આપતી વખતે શું એવું જ ન કહે? એક કે બીજે કારણે બે મિત્રો વચ્ચે અંતર ઊભું થતાં તેઓ પરસ્પર છૂટા પડે ત્યારે બંને એકબીજા પાસેથી શી આશા રાખે ? Page #11 -------------------------------------------------------------------------- ________________ ગીતાધમનું પરિશીલન [ ૬૨૫ સામાન્ય રીતે જીવનવ્યવહારના દરેક પ્રદેશમાં માણસના મનમાં એ ડર રહે છે કે, રખે મારી વાત આ ભાઈ પ્રગટ કરી દે. ઘણાં માણસનું બળ કે પરાક્રમ એ જ હોય છે કે તેઓ સામાના દેશને પ્રગટ કરી દેવાની ધમકી આપ્યાં કરે છે. એટલે પશુનવૃત્તિ એ ખરી રીતે સમાજને સડે છે, દેવકથન એ જાતે દુષ્ટ નથી, પણ એની પાછળ કેવી વૃત્તિ રહેલી છે તે જ જોવાનું હોય છે. જે સંસ્કૃત્તિમૂલક દેવકથન હોય તે તે પશુનમાં ન આવે. એવી સ્થિતિમાં એ કથન પક્ષ સ્થિતિમાં થાય પણું નહિ. સુવર્ણ નિયમ એ છે કે જે મેઢે કહી શકાય તેથી જરા પણ વધારે પીઠ પાછળ ન કહેવાય તે સમજવું કે એમાં પશુન નથી–જે આ વખતે તેમાં આવેશ ન હોય તે. બેશક, સમાજ-સુવ્યવસ્થાને પાયે અપૈથુન છે. સ્ત્રીઓ કુથલીશર છે એમ કહેવાય છે, પણ કુથલી તે એવી વ્યાપક છે કે તે સાધુ, વિદ્વાન, અધ્યાપક આદિ બધાને વળગી છે અને જે એ જ સ્ત્રીત્વની વ્યાખ્યા હોય તે પછી પુને શેધવાની જ મહેનત લેવી પડશે ! બદ્ધ અભિધર્મમાં “હિરી” અને “ઓતપૂ” એ બેને શોભન ગુણોમાં ગણાવ્યા છે. કોઈ જુએ છે કે નહિ તેને કશે પણ વિચાર કર્યો વિના આપમેળે જ અકૃત્ય વિચાર અને વર્તનથી દૂર રહેવાની સ્વયંભૂ વૃત્તિને જ “હિરી” અને બીજાથી શરમાઈ અકૃત્ય કરતાં અટકવું તેને “તપ” કહેલ છે. અમરકેશમાં “હા” અને “અપત્રપા” શબ્દ છે તે જ પાલિમાં “હિરી” અને “તપ” છે. અમરકેશમાં પણ હીં અને અપત્રપાને અર્થ ઉપર પ્રમાણે જ કરેલ છે. આચારાંગ જેવા પ્રાચીન પ્રાકૃત ગ્રંથમાં “લજજુ” શબ્દ છે, તે સ્વતઃ લજજાળુ અર્થમાં જ વપરાયેલ છે. કાકાએ હીની ચર્ચા કરતાં લાજ, આબરૂ શબ્દ પ્રયોગ કર્યો છે તે અનક્રમે હી અને અપત્રપાના ભાવમાં જ કરેલ છે. લાજ, આબરૂને કાકાએ સમાજની આખરી મૂડી કહી છે તે તદ્દન યથાર્થ છે. જે સમાજ પાસે આ આખરી મૂડી ન હોય કે ઓછી હોય તે તે સુવ્યવસ્થિત રીતે જીવન ગાળી જ ન શકે. જોકે ગુણવત્તાની દૃષ્ટિએ અપત્રપાના કરતાં હીનું સ્થાન ચડિયાતું છે, છતાં સામાજિક વ્યવહાર માટે ભાગે અપત્રપાના આધારે જ નભે છે. કાકાએ શૌચને અનેક દૃષ્ટિએ ઊહાપોહ કર્યો છે. વ્યક્તિગત શૌચ એ એક વસ્તુ છે અને સામાજિક સૌચ એ બીજી વસ્તુ છે. એ બે વચ્ચેનું Page #12 -------------------------------------------------------------------------- ________________ ૬૨૬ ] દર્શન અને ચિંતન < તારતમ્ય તે ખૂબ દાખલાદલીલથી બતાવે છે; તેથી પણ આગળ વધી તેઓએ શારીરીક અને માનસિક શૌચનું સામાજિક જીવનમાં જે સ્થાન છે અને જે હાવું જોઈએ તે બહુ જ વિગતથી સમજાવ્યું છે. મન ગમે ત્યાં ભમે તાયે શરીર, કાબૂમાં હોય એટલે બસ છે એવું વલણ ધરાવનારને સચેત જવાબ આપતાં કાકાએ ઠીક જ કહ્યું છે કેઃ એકાદ બરમાં ખૂબ ગંદકી છુપાવી રાખી હોય. તે કાર્યની નજરે ન પડવા દઈએ તેપણ તેમાંથી રાગને ફેલાવા થવાના જ. આ વાત જેટલી સાચી છે તેટલું જ એ પણ સાચુ છે કે કોઈકે એક જણની ચિત્તત્તિ મલિન હોય તે આખા સમાજ પર તે પોતાના પ્રભાવ પાડવા વિના રહેશે નહિ. એથી ઊલટું, એકાદ જણની ચિત્તવૃત્તિ પવિત્ર, ઉદાત્ત અને આય હશે તે તેની અસર પણ સમાજ પર પહેાંચવાની જ. ' કાકાએ માનસિક શૌર્યનું પ્રધાનપણું બતાવતાં દેહાપત્ય અને વિચારાપત્ય એવા એ પ્રકારના અપત્યેા વચ્ચેનું અંતર અતાવ્યું છે, તે તેમના વક્તવ્યને સચાટપણે રજૂ કરે છે. આમ તે! શૌચ સત્ર સંભળાય અને ગવાય છે, પણ એનુ સામાજિક મૂલ્ય કેટલું છે તેને વિચાર વ્યાપકરૂપે હજી સાર્વત્રિક થયા નથી. તેથી ગીતાને આધારે થયેલા આ વિચાર બહુ ઉપયોગી થઈ પડે તેવા છે. ? અલાલુપતાની ચર્ચામાં કાકાએ પ્રથમ અનુભવમાં આવતી અનેકવિધ લોલુપતાને નિર્દેશ કર્યો છે. અધિકાર કે સ્વા'લાલુપતા, સ્વાદ્લોલુપતા, કામલેાલુપતા, એ બધી લાલુપતા કેવી કેવી રીતે બાધક નીવડે છે એ સળુ તેમણે સામાજિક વ્યવહાર, રાજકારણ અને આહારવિધિમાંથી દાખલાએ ચૂંટી તદ્દન દીવા જેવું સ્પષ્ટ કર્યું છે. જે લોકો ઉન્માદક વાતાવરણ વચ્ચે રહીને અલાલુપતા સાધવાની હિમાયત કરે છે તેમને કાકાએ અકાટચ ઉત્તર આપતાં કહ્યું છે કે છેવટે એવી હિમાયત વામાચાર ભી જ વાળે. વળી, જેઓ નિર્માંળતાના આદર્શની ખાતર સ્ત્રીઓને પડદામાં રાખવાની અને પુષોએ પૂતળી સુધ્ધાં ન જોવાની હિમાયત કરે છે તેમને એકાંત પણ બ્રહ્મચર્યના આદર્શ માટે પાચે જ છે એ પણ કાકાએ યથા રીતે દર્શાવ્યુ છે, અને અલાલુપતા વૈયક્તિક કે સામાજિક આરોગ્યમાં કેવું અગત્યનું સ્થાન ભોગવે છે તે સ્થાપિત કર્યું છે. નાતિમાનિતાની ચર્ચામાં અમાનિત્વનો પણ વિચાર કર્યાં છે. ઍને અર્થ માન ન કરવું એટલે જ સીધી રીતે થાય છે; જ્યારે નાતિમાનિતાના Page #13 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મ નું પરિશીલન ૧૨૭ અર્થ અતિમાન નહિ પણ આવશ્યક માન રાખવું જ જોઈએ એ થાય છે. એક બાજુથી ભાન ન રાખવાનું કહેવું અને બીજી બાજુથી આવશ્યક માનને સદગુણ કહે એ બે વચ્ચે દેખીતે વિરોધ છે, પણ એને ખુલાસો કાકાએ ઠીક ઠીક કર્યો છે. ભાન ન કરવું એટલે પોતે જે જાણ્યું હોય કે જાણતું હોય તેને જ સંપૂર્ણ માની બીજાના અનુભવને ન અવગણ. આવી અવગણના જ બધી તકરારનું મૂળ બને છે. પણ આ ચર્ચા કરતાં કાકાએ જે ઉપમા વાપરી છે તે તેમનામાં રમત કાલિદાસ અને હેમચંદ્રને આત્મા સૂચવે છે. તદ્દન વ્યવહારુ જીવનમાંથી કર્વી સરસ ઉપમા પકડી છે, જે સાંભળતાં જ ચિત્તને ચૂંટી જાય છે. “અનુભવની માટીમાંથી જ્ઞાનની મૂર્તિ ઘડતી વખતે તે સુકાઈને તરત જ કડક ન બની જાય તેની ખબરદારી માણસે રાખવી જોઈએ. અમાનિત્વનું પાણી વારેવારે છાંટીને ચીકણી માટીને જે નરમ રાખીએ તે જ જ્ઞાનની મૂર્તિને ઘાટ સુધરતે રહે અને તેનું ઘડતર વધારે ને વધારે સર્વાગ સુંદર કહી શકાય.” નાતિમાનિતાના બે અર્થે કર્યા છે, તે જીવનના અનુભવમાંથી લીધા છે અને બરાબર સમાજદષ્ટિએ ઘટાવ્યા છે. સેવક સામાજિક કલ્યાણ અર્થે કાંઈ પણ કરે ત્યારે સેવકરૂપ હાથાએ એમ ન વિચારવું જોઈએ કે સેવ્યસમાજરૂપ ધંટીએ જ હાથાની આસપાસ, હાથાની મરજી મુજબ, ફરવું ને હાથાએ પિતે સ્થિર રહેવું. એમ સેવક વિચારે તે એના ઉપર અતિમાનિતને ભાર એટલે બધે વધે કે છેવટે સમાજની ઘંટી ચાલે જ નહિ અને સેવા પણ થઈ ન શકે. અહીં હાથે અને ઘટીનું દષ્ટાંત કેટલું સચોટ છે! બીજા અર્થમાં પરિસ્થિતિ ગમે તેવી પ્રતિકૂળ હેય, અર્થાત તેના ઉપર કાબૂ જમાવી શકાય એવું ન પણ હોય, ત્યારે પુરુષાર્થ નકામો હણી ન નાખવાની સૂચના છે. સિદ્ધાંત કાયમ રાખી પરિસ્થિતિ પ્રમાણે માંડવાળ કરવાની વૃત્તિ એ જ નાતિમાનિતા છે. સેવા કરતાં જે ડગલે ને પગલે માનસિક આડખીલીઓ આવે છે ને મૂળ ધ્યેયને જ વણસાડે છે તે અનુભવમાંથી આ અર્થો ફુર્યો છે. ધ્યાને મૂળ આધાર પ્રેમતત્વ છે. મનુષ્ય-મનુષ્યતર દરેક પ્રાણીમાં પ્રેમતત્વ જ જીવન સાથે ઓતપ્રેત છે, અથવા એમ કહે કે પ્રેમ અને જીવન એ બંને શબ્દો પર્યાય માત્ર છે. પ્રેમ કરે અને ઝીલવો, તેને વિકસાવ અને વિસ્તાર એ જ જીવનની પ્રક્રિયા છે. બીજા પ્રત્યે પ્રેમ દર્શાવ્યા સિવાય અગર તે બીજાને પ્રેમ ઝીલ્યા સિવાય કોઈ પણ નાનું કે મોટું પ્રાણી જીવી Page #14 -------------------------------------------------------------------------- ________________ ૬૨૮] દર્શન અને ચિંતન શકે નહિ. એ વિના એને જીવન કંટાળાભરેલું જ લાગે અને જીવન જલદી છોડી દેવું એ ભાવ જ જન્મે. આ ઉપરાંત, દરેક છવધારી પિતાના પ્રેમને વિસ્તાર પણ કરવા મથે છે અને ખરી રીતે એના વિસ્તારમાં જ એનું આખું જીવન પૂરું થઈ જાય છે. જડ અને ચેતન એ બે વચ્ચે ભેદ દર્શાવે હોય તે પ્રેમના નાસ્તિત્વ અને અસ્તિત્વથી જ દર્શાવી શકાય. આમ છે, અને છે પણ એમ જ, તે ઠર્યું એમ કે ચેતનાને વિસ્તાર કરવો એ જ પ્રેમ છે. બીજા પ્રત્યે વહાલ દર્શાવવું અને બીજનું વહાલ મેળવવું એ જ પ્રિય શબ્દ ઉપરથી બનેલ પ્રેમ શબ્દને ફલિતાર્થ છે. જ ચેતન તત્ત્વને જ બ્રહ્મ, ઈશ્વર કે આત્મા કહીએ તે કયું એમ કે પ્રેમ એ જ આત્મા છે અને એ પણ કહ્યું કે આવો આત્મા સૂક્ષ્મ, સ્થળ સર્વ પ્રકારનાં પ્રાણીઓમાં મોજુદ છે. તો પછી એમ ન કહી શકાય કે આત્મા માત્ર મનુષ્યમાં વસે છે. આ જાતને વિચાર કાકાએ મૂક્યો છે તે તત્ત્વજ્ઞાન અને વ્યવહારની દૃષ્ટિએ તદ્દન બુદ્ધિગમ્ય છે. જે પ્રેમ એ સહજ અને જીવનનું મૌલિક ઉપાદાન હોય તો એમ કેમ બને છે કે એક જણ બીજા પ્રત્યે ઘણીવાર વગર કારણે પણ અણગમો દર્શાવે છે; એને પજવવા, શેખવા જેવી અપ્રિય પ્રવૃત્તિમાં રસ લે છે ? આ પ્રશ્નનો ઉત્તર આપણને જીવનનાં જુદાં જુદાં પાસાં તપાસવા તેમ જ તેનાં બળાબળનું તેલન કરવા પ્રેરે છે. દરેક પ્રાણીમાં બુદ્ધિ અને સમજણને વિકાસ એકસરખે નથી હોતો અને એ જ કારણે રેપ, પ, અદેખાઈ કે વધારે પડતું શેપણ કર્યા વિના જ પોતાનું જીવન કેમ ગોઠવી શકાય તે કળા સૌમાં એકસરખી સિદ્ધ થઈ નથી, એટલે પ્રેમ ચાહનાર અને પ્રેમ કરનાર માણસ જેવું વિકસિત પ્રાણી પણ પિતાના સમાજમાં અને માનવેતર જગતમાં પિતાનું નિરુપદ્રવી સ્થાન–જીવવું અને જીવવા દેવું–સિદ્ધ કરી શકયો નથી. પણ સાથે સાથે આપણે જોઈએ છીએ કે માનવસમાજમાં કાળે ફાળે એવી વ્યક્તિઓ પેિદા થઈ છે અને થાય છે કે જે પિતાની સાચી સમજણ અને જીવનકળાની વિશિષ્ટ સાધના દ્વારા આખા જગત પ્રત્યે એકસરખો પ્રેમ વ્યક્ત કરી ગઈ છે અને વ્યક્ત કરતી અત્યારે પણ જોવામાં આવે છે. જે વસ્તુ વિરલ વ્યક્તિઓમાં દેખાય તે અન્યમાં ન જ સંભવે એવા દૃષ્ટિકોણથી જીવનવ્યવહાર ઘડે તે કરતાં એ વસ્તુ પ્રયત્નથી બધામાંય સાધ્ય થઈ શકે છે એવી સમજણને આધારે જીવનવ્યવહાર કેળવવો એ સૌને માટે કેટલું સારું છે! વળી, એમ પણ નથી કે પ્રયત્નથી સમાજમાં જીવવું અને જીવવા દેવું. Page #15 -------------------------------------------------------------------------- ________________ ગીતાધમ નું પરિશીલન [ ૬૨૯ ની ભાવના વધારે વિકસાવી કે સ્થિર કરી શકાતી નથી. જે વ્યક્તિ એકવાર ઘણા પ્રત્યે ઉપદ્રવકારી વ્યવહાર કરતી હાય છે તે જ વ્યક્તિ સાચી સમજણુ. પ્રગટતાં તેથીયે વધારે પ્રતિ નિરુપદ્રવી જીવનવ્યવહાર કેળવે છે તેવું આપણે આપણા જ જીવનમાં જોઇએ છીએ. પ્રેમતત્ત્વના વિકાસ અને વિસ્તારમાં બધા નાંખે એવી વૃત્તિઓ પણ જીવનમાં પડેલી છે. સ્વાર્થ, ક્રોધ આદે ઘણીવાર પ્રેમતત્ત્વને વિકસવામાં આડે આવે છે; પણુ બારીકીથી જોઈશું તો એ લાભ અને ક્રોધ જેવી વિરોધી વ્રુત્તિઓના મૂળમાં પણ વસ્તુતઃ પ્રેમના અશ પડેલા હાય છે. એક વસ્તુ પ્રત્યે પ્રેમ થયા એટલે તેને વધારે પડતી ત્વરાથી સિદ્ધ કરવાની ઉતાવળમાં તેની આડે આવતાં તત્ત્વ પ્રત્યે આપણે છેડાઈ જઈએ છીએ. આવે વખતે ધીરજ અને સમજણ કેળવવામાં આવે તેા એક વસ્તુ પ્રત્યે ચેઇંટેલ પ્રેમને આવેગ વિરાધી દેખાતાં તો પ્રત્યે ક્રોધ કે આવેશનુ રૂપ ધારણ ન કરતાં પ્રેમરૂપમાં કૈ સમત્વમાં જ બદલાઈ જાય. ઋષિઓએ અને સાધકાએ આ ફળા વનમાં પણ દર્શાવેલી છે. વળી, બીજી રીતે જોઈ એ તેા, પ્રેમતત્ત્વ એ સત્ય, શિવ અને સુન્દર છે. જેની પૂરી કસારી ન થાય, જેને મૂળથી ઊખડી જવાના-અસત્ થઈ જવાનાપ્રસગ ન આવે, જેમાં વિકૃતિ થવાની વેળા ન આવે અને જેતુ હેાળાણ કરનાર પ્રસંગો જ ન આવે અને આ બધું આવે ત્યારે જે પાતાનુ સત્ય, શિવ, સુન્દર સ્વરૂપ પ્રગટ કરી ન શકે, સાચવી ન શકે, વધારી ન શકે તે વસ્તુ સત્ય, શિવ, સુન્દર છે એમ કહીજ ન શકાય. ગમે તેવા ઝંઝાવાત વચ્ચે પણ જે પોતાનું મૂળ સ્વરૂપ અતિ રાખી શકે, વિકસાવી તે વિસ્તારી શકે તે જ સત્ય, શિવ અને સુન્દર છે. આ દૃષ્ટિએ જોતાં લાભ, ક્રોધ જેવી વૃત્તિઓની સખત કસોટીમાંથી ક્ષેમ કર રીતે પસાર થવામાં જ પ્રેમનુ પ્રેમત્વ છે અને એમાં જ સામાજિક જીવનની ચરમ સીમા છે. મુખ્ત, મહાવીર, ક્રાઇસ્ટ કે ગાંધીજી જેવાનાં સ'વેદના જોતાં શેખે અનુભવ થાય કે એમણે એવી આકરી કસોટીમાંથી જ પોતાના પ્રેમતત્ત્વને વિકાસ ને વિસ્તાર કર્યો છે. કાકાએ ધ્યાની ચર્ચામાં અનેક દષ્ટિબિંદુથી મહત્ત્વને વિચાર કર્યો છે. અહુ વિચાર કરતાં એમ લાગે છે ધ્યાના મૂલાધાર પ્રેમતત્ત્વમાં જ બાકીના બધા સાનો સમાવેશ થઈ જાય છે; અથવા એમ કહે કે બીજા સદ્ગુણે! એ પ્રેમખીજનાં અંકુશ, પલ્લવા અને પદ્મા જેવા છે, Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] દર્શન મને ચિંતન અહિંસાની ચર્ચા એટલી બધી વ્યાપક અને સર્વાંગીણ તેમ જ હૃદયસ્પશી છે કે તેનાં કાંઈ ઉમેરવું એ મિથ્યા ડહાપણ જેવું છે. એને હયંગળ કરવામાં જ એનું ખરું મૂલ્યાંકન છે. એમ તા આ ચર્ચામાંથી પ્રત્યેક વસ્તુ મનને પકડી લે છે, છતાં કેટલીક ઉપમા અને દાખલા સામાન્ય છતાં અસાધારણ રીતે મનને જીતનારાં છે. વસ્તુતઃ જીવે છે બ્રહ્મ એટલે આત્મા કે એવું કંઈ મનાય છે. એ તત્ત્વ મૂળમાં ગમે તેવું હોય અનુભવસિદ્ધ અર્થે અહિંસા જ છે. હું સત્ર મારામાં છે અગર તે બધાં સમાન છીએ એ અહિંસા કદી યથાર્થ સિદ્ધ થતી જ નથી. એવી ભાવના કે મરવાને વાંકે વે છે, એની પરીક્ષા અહિંસાની છે. અહિંસાના આચાર વિનાને બ્રહ્મવિચાર કે શુષ્કવાદ છે. તેથી હિંસા, બ્રહ્મ અને આત્મા એ બધા પર્યાય એટલે સમાનાથ શબ્દો છે. આથી આપણે જોઈ એ છીએ કે આચારાંગમાં સમગ્રપણે અહિંસાની સાધના ઉપર ભાર દેવાગે છે અને તેજ સાધનાને બ્રહ્મચર્ય કહેલ છે. કસોટીથી જ થઈ શકે આત્મવિચાર એ માત્ર ફૂટસ્થ અથવા અરિણામી તર છતાં એના વનગત અને અને સૌમાં છું અને સૌ ભાવના કે ધારણા વિના જ દયા અને અહિંસા. બંનેને મૂળ આધાર અગર પ્રેમ જ છે તે ગીતામાં એ ખતે ગુણ જુદા ક્રમ નિર્દેશ્યા ? એ પ્રશ્નના ઉત્તર કાકાએ જાણીને જ આપ્યા ન હોય એમ લાગે છે—એમ સમજીને કે એ વસ્તુ હુ ચોખ્ખી છે. ક્રાઈનું સુખ કે જીવન ન હતું એ પ્રેમની નિષેધ બાજુ અહિંસા છે, જ્યારે ક્યા એ તેની ભાવાત્મક આજી છે. બીજાના દુ:ખમાં ભાગીદાર થવું કે પોતાના સુખમાં ખીજાને ભાગીદાર બનાવવા કાંઈ કરી છૂટવું એ યા છે. એક જ સિક્કાની બે બાજુ છે. સાચી અહિંસામાં ધ્યા અને સાચી ધ્યામાં અહિં સા મે ન સમાય એમ બને જ નહિ; પણ વ્યવહારમાં ફોડ પાડવા જરૂરી હાવાથી ગીતાકારની પેઠે કાકાએ પ્રેમની તે ખને ખાજુનું આચારપક્વ વિચાર દ્વારા સમાજદૃષ્ટિએ નાખું તેખું નિરૂપણ કર્યું છે. કાકાએ ગીતામાં હિંસા । અહિંસા? એ મથાળા નીચે એક સ્વતંત્ર પ્રકરણ લખ્યું છે. તેમાં પોતે પ્રથમ હિંસાની તરફેણ કરનાર હતા. અને પછી ક્રમેક્રમે અહિંસાના તરફદાર અને સમકકેમ થયા એના ૧૯૦૪થી આગળના પરિવર્તનક્રમ દર્શાવ્યા છે તે કાંઈ સાધારણ મહત્ત્વ નથી. ગીતામાં હિંસાનું વિધાન છે એવે સંસ્કાર મોટેભાગે આપણા ખધામાં Page #17 -------------------------------------------------------------------------- ________________ “ગીતાધર્મ પરિશીલન [ ૧૩૫ એક અથવા બીજી રીતે પડેલે છે, પણ એ સંસ્કારનું શ્રવણમનન દ્વારા સશેવન કરવું અને એક એક્કસ નિર્ણય પર પહોંચવું એ કામ સૌને માટે સરળ નથી. કાંઈ નિર્ણય બાંધે તેયે તે આચરણની કસોટીઓ કસાયેલે જ હોય એવું તે ભાગ્યે જ હોય છે. કાકાનો નિર્ણય માત્ર દલીલમૂલક કે બુદ્ધિવાદમૂલક નથી. એમણે આચરણનાં વિવિધ ક્ષેત્રોમાં હિંસા વિરુદ્ધ અહિંસાવૃત્તિને પ્રવેગ કરી અહિંસાશક્તિને કાંઈક પણ અનુભવ કર્યો છે અને તેથી જ એમની અહિંસાની સમર્થક તક શૈલીમાં વિશેષ તેજ પ્રતીત થાય છે. - સત્યની ચર્ચામાં જ્ઞાતવ્ય તે ઘણું જ છે, પણ એમાં ઉપમાકૌશલ લેખે બે ઉપમાઓ ધ્યાન દેવા જેવી છે. બાળક જન્મતાંવેંત માને સંબંધ લઈને જ આવે છે. તે સંબંધ તેના હાડપિંજરના બંધારણ સાથે જ ઘડાયેલ છે, તેમ સત્ય એ જીવનના અસ્તિત્વ સાથે જ સંકલિત છે. જીવન પહેલું અને સત્ય પછી એમ નથી. તેથી સત્યની ભૂમિકા ઉપર જ જીવનની ગતિવિધિ એ સ્વાભાર્વિક ગતિવિધિ છે એમ ઉપમાન ભાવ છે. બાળક જેભ્યા પછી મેટું થઈ ગમે ત્યાં ગમે તે રીતે વિચરે અને વિહરે છતાં માતા તરફથી મળેલ સૂક્ષ્મ અને સ્થળ વારસાની ભૂમિકા જે તે ગુમાવે છે તેનું અસ્તિત્વ જ ન રહે અથવા વિકૃત બને. દી એક જ જગાએ સ્થિર હોય તો તે માત્ર તે જ સ્થળમાં પ્રકાશ આપે અને નવા પ્રદેશો તમસાત જ રહે, પણ ચાલવા સાથે બત્તીને પણ ચાલવા દઈએ તે નવાં વનોમાં પણ તે પ્રકાશ આપે. પ્રકાશ અને વન તેમ જ પ્રકાશ અને વ્યવહાર સાંજ ન પડે. તેમ જ સત્ય જે પ્રત્યેક જીવનવ્યવહારમાં સાથે છે તે જીવનની તમાવત ગલકુંથીઓમાં કે અધારી ગુફાઓમાં પણ તે રસ્તે બતાવે. સત્યના તેર આકારે મહાભારતમાંથી દર્શાવ્યા છે. આનો અર્થ એટલે જ છે કે મૂળમાં સત્ય હોય તે તે વ્યવહારમાં જુદે જુદે નામે પ્રસિદ્ધ એવા અનેક ગુણોરૂપે આવિર્ભાવ પામે છે. બીજા ગુણ એ તેમાં નાનાવિધ રૂપ છે—જેમ એક ધાતુનાં અનેક રૂપ હોય તેમ. દ્રષ્ટાઓ કોઈ પણ એક સણને જ્યારે એના મૂળ અર્થમાં વ્યાપક રીતે જોતા અને વર્ણવતા ત્યારે બામા સશુને એના આકારે જ માનતા. જેમ શિવને મુખ્ય દેવ માનનાર બાકીના દેવોને તેનાં જ રૂપ માનતે; વિષ્ણુને પરમ વૈત માનનાર પણ એ જ રીતે કલ્પના કરતે; તે રીતે જે સાધક જે સગુણને આશરે મુખ્યપણે વર્તતે તે બીજા અને તેના વર્તુળમાં તેના અંગ તરીકે ગોઠવતાં. દા. ત. અહિંસાની અનન્ય સાધના કરનાર બુદ્ધ કે મહાવીરે બીજા બધા ગુણોને Page #18 -------------------------------------------------------------------------- ________________ ૬૩૨ ] દર્શન અને ચિંતન અહિંસાના વ્યાપક વર્તેલમાં તેના અંગ લેખે ગોઠવ્યા છે, જેમ ગાંધીજીએ સત્યના વર્તુળમાં અન્ય સગુણેને બેઠવ્યા છે તેમ. આ એક સાધનાની અનન્ય નિષ્ઠાનું સૂચન માત્ર છે. કદમાં સત્ય અને કત એ શબ્દ છે. તેમાં તને અર્થ સહજ નિયમ કરવામાં આવે છે. સૂર્યને ઉદય-અસ્ત અને ઋતુચનું ગમનાગમન નિયમ પ્રમાણે જ થાય છે. આ રીતે નિયમ એ ઋત છે અને એ નિયમ જે સત ઉપર પ્રતિષ્ઠિત છે તે સત્ય. પરંતુ બારીકીથી જોતાં ત્રિકાલાબાધિત નિયમ અને સત્ય એ બે જુદાં હોય તેમ સમજાતું નથી. છતાં એટલું ખરું કે ઋત એટલે ગતિ-નિયમબદ્ધ ગતિ, અને તેમાં જે સંવાદીપણું તે સત્ય. ચિત્રમાં રેખાઓ અને સંગીતમાં સ્વરે એ ઋત હોય તો તેનું સંવાદિત્ય એ સત્ય છે, કેમ કે સંવાવિ વિના રેખા અને સ્વરે માત્ર બેખું છે અને એ ખુંખા વિના સંવાદિતત્વને, મીઠાશને, રસનો, કળાનો આવિર્ભાવ જ શક્ય નથી. ઋતના સ્થાનમાં અવેસ્તામાં “અશ” શબ્દ આવે છે. અર્થ એ જ છે, છેવટે ત અને અશ એ ધર્મ છે. એને જેનો, બૌદ્ધો, બ્રાહ્મણે બધા જ ધર્મ શબ્દથી વ્યવહારે છે. આજે તે ધર્મ શબ્દ જ પ્રચલિત થઈ ગયો છે. ચાતુર્યના મથાળા નીચે કાકાએ જે ચર્ચા કરી છે તે હિંદુઓની જ કહેવાતી એક સનાતન ચતુર્વર્ણવ્યવસ્થાને લગતી છે. ગીતામાં પણ તેને નિર્દેશ છે જ. ચતુર્વણુંનું બેખું કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું, ક્યારે આવ્યું અને કયાં ક્યાં બળને લીધે ઘડાયું એ વિશે હજારો વર્ષ થયાં અનેક જાતના વિચારે પ્રવર્તે છે, અને તેના ઉલેખે પણ હિન્દુ સાહિત્યના મોટા ભાગને રોકે છે. ચાતુર્વણ્યના અર્થની કલ્પના વિશે અને તેનું સ્વરૂપ બદલવા વિશે પણ જમાને જમાને અનેક જણે અનેક પ્રયત્ન કર્યો છે. કેટલાકને એમાં થોડીઘણી સફળતા મળી છે, છતાં હજી હિન્દુ સમાજના જીવનવ્યવહારનું નિષ્ણાણ જેવું બેખું તે ચાતુર્વણ્યના રૂપમાં વર્તમાન છે. કાકાએ પિતાની દૃષ્ટિથી વેદ, ઉપનિષદ અને મહાભારત આદિ ગ્રંથના અમુક અમુક ઉતારાઓને આધારે ચાતુર્વણ્યને વિકાસક્રમ ઘટાવ્યો છે, અને સાથે સાથે વણું એટલે શું, તેની વ્યવસ્થા એટલે શું, એ પણ પિતાની પરિમાર્જિત સામાજિક દષ્ટિએ બતાવ્યું છે. તેમણે એક બાજુથી ચતુર્વર્ણવ્યવસ્થાનું ચાર પ્રકારના સમાજ પોષક ધંધાના ચાર વર્ણરૂપે અને Page #19 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મનું પરિશીલન ( ૬૩૪ સમાજના હિતની દષ્ટિએ તેની વ્યવસ્થારૂપે સમર્થન કર્યું છે, જ્યારે બીજી બાજુથી તેમનું સમર્થન એટલાં બધાં નવાં દ્વાર ખુલ્લાં કરે છે કે તેને લીધે જુનાં બદ્ધદાર ખોખામાં આજ સુધી દાખલ થતાં અટકેલે આવશ્યક પ્રકાશ સહેલાઈથી પ્રવેશ કરી શકે છે. એટલે કાકા ચાતુર્વણ્યના નિપ્રાણ જેવા સામાજિક ખામાં અત્યાર લગી લાભદાયક સિદ્ધ થયેલ સામાજિક તના પ્રાણને મોકળાશ કરી આપે છે. ઘણાને આ નિરૂપણું જૂની બાટલીમાં નો દારૂ ભરવા જેવું લાગે, પણ એમણે જે રીતે નવા પ્રાણનો નો દારૂ ભરવાની સૂચના કરી છે તે રીત જ એવી છે કે છેવટે એ જૂની આટલી જ કોઈ અણધારી રાસાયનિક પ્રક્રિયાથી લાંબે કાળે સાવ નવા રૂપમાં ફેરવાઈ જાય. સૌથી ચડિયાતા ગણાતા અને પિતાને ચડિયાતા માનતા બ્રાહ્મણ વર્ણ અને સૌથી ઊતરતા ગણાતા અને પિતાને ઊતરતા માનતા શુદ્ધ વર્ણ વચ્ચે જે કાકાની દૃષ્ટિ પ્રમાણે ભેદ હશે તે તે કામકાજ અને ફરજ પૂરત જ. એ ઉપરાંત એમાં આજ લગી જે ઊંચનીચપણાનું કે સ્પર્શાસ્પર્શની ભાવનાનું ઝેર એકત્ર થયું છે તે રહેવાનું જ નથી. શદ્ર અને વૈશ્ય પણ પિતાની ફરજ અદા કરે એટલે અમુક વર્ણની આગવી ગણાતી વેદ ઉપનિષદ આદિ સંપત્તિને અધિકારી બની શકશે; જ્યારે બ્રાહ્મણ પણ પિતાની નિયત ફરજ બજાવવા સાથે ભદ્રનાં ગણાય એવાં કામ કરવા છતાં પ્રતિષ્ઠિત લેખાશે. આશ્રમવ્યવસ્થા વિશે લેખ બે દૃષ્ટિ આપે છે. પ્રથમ આશ્રમવ્યવસ્થા કેવી રીતે અસ્તિત્વમાં આવી, વિકસી અને તેને શું ઉપયોગ હતો તે જોવાની સ્માત એતિહાસિક દષ્ટિ, બીજી દષ્ટિ એટલે હવે એ આશ્રમવ્યવસ્થા કઈ રીતે વિકસાવવી, બદલાયેલા સંજોગોમાં તેને કે ઉપગ કરે એ બતાવવાની છે. આ દષ્ટિએ આકર્ષક અને ઉપયોગી રીતે રજૂ થઈ છે. એમાં બહુશ્રુતત્વ સાથે સ્વાનુભવ રસાયેલું હોવાથી આ લેખ વિચારપૂત બને છે. ગૃહસ્થાશ્રમ છે કે બ્રહ્મચર્યાશ્રમ, સંન્યાસ છે કે વાનપ્રસ્થ, એ બધામાં નિર્બળ માટે જે સાવધાની રાખવાના અપવાદો સ્મૃતિમાં છે તે અપવાદે ઉત્સર્ગ બની જતાં વસ્તુતઃ ચારે આશ્રમનું બેખું ભયાવિટ બની ગયું છે. બ્રહ્મચારી નવા પ્રયોગો ને સાહસો કરતાં જીવના જોખમથી ડરે તો એના બ્રહ્મચર્યને અર્થ શેનવ વિદ્યા અને નવ તત્ત્વ શોધાય કેવી રીતે ? ગૃહસ્થ પણ ફૂકી ફૂંકીને પગ માંડે તે બાપના કૂવામાં ડૂબી જ મરે! કળિયુગ છે માટે અમુક અપવાદ જોઈએ. જંગલમાં ધર્મરક્ષા કળિયુગમાં કોણ કરે? તેથી નગરે અને ઉપવનને જ જંગલ માની કળિયુગમાં નિવૃત્તિ સેવવાને પ્રારંભ કરે એ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૬૩૪ ] દર્શન અને ચિંતન ચેતવણી છેવટે પુત્રપૌત્રાના બંગલામાં જ વાનપ્રસ્થ ળ્વન ગાળવા સુધી પરિણમી. એ જ સ્થિતિ સન્યાસીની થઈ. તે નિર્ભયતાની મૂર્તિ મઢી ભયથી રક્ષણ માટે આશરે સાધતાં શોધતાં ગૃહસ્થના સગા ભાઈ ખની ગયા. આજે શ્રમણ, ભિક્ષુ કે વૈદિક સંન્યાસી દરેકની આ સ્થિતિ છે. તેથી જ ચારે આશ્રમમાં નિ યતાનું તત્ત્વ દાખલ કરી તેના આધુનિક દૃષ્ટિએ ઉપયોગ કાકાએ મુલ્યે છે તે વેળાસરનું જ છે. વજ્રપાત્ર, ખાનપાન, ઔષધઆરામ આદિની બાબતમાં સર્વથા પસ્ત્રલખન ન રહે અને આત્માવલઅન વધવા સાથે આધ્યાત્મિક આત્મવિશ્વાસ વધે એ દૃષ્ટિથી યુદ્ધ, મહાવીર વગેરેએ ભિક્ષુકા માટે નિયમો પડ્યા છે. હવે એ નિયમે કળિયુગના કળણમાં પડી એટલા બધા સડી ગયા છે કે તે નિયમાન પ્રાણ ચાલો ગયા અને નિષ્પ્રાણ નિયમો પાળનારા ભિક્ષુ છેવટે ગૃહસ્થાના ગુલામ બની ગયા છે. તેથી નિર્ભયતાની સૂચના એ એથ્નમાં આખું ભિન્નુવન માટે તે પ્રાણપાષક જ છે. જો એવી પ્રાણનિરપેક્ષ નિર્ભયતા ન હોય તે બહેતર છે કે ભિક્ષરૂપે ગુલામ ન બનવું. કંમ્, જીવનયાગ, શિા પ્રમાળમૂ અને ક્લાનાસક્તિ તથા બ્રહ્મચય જેવા માત્ર આધ્યાત્મિક અને વ્યક્તિગત જેવા દેખાતા વિષયોને સમષ્ટિની દૃષ્ટિએ જે રીતે ચર્ચ્યા છે તે રીતે જ ખરી રીતે વ્યક્તિ અને સમાજ અનેે માટે લાભદાયક છે. એટલે આ ચર્ચા સામાજિક ધર્મની નિશ્પક છે. આધ્યાત્મિકતા એટલે વ્યક્તિગત જીવનમાં રહેલાં દ્વેષ, વાસનાઓ અને કુસંસ્કારોને નિવારવાં અને સામાજિક જીવનના પ્રવાહમાં તે આધ્યાત્મિકતાના પધ્રા પાડવા તે. જો વ્યક્તિ પોતાના અંગત જીવનની ભૂમિકા તૈયાર કરવામાં પડે અને સામાજિક જીવનના પ્રવાહની કસોટીએ પોતાના જીવનને ન કસે તા એણે કરેલી સાધના અને આદરેલી તપસ્યા નક્કર છે કે પાકળ છે એની ખાતરી શી રીતે થાય ? જેમ બાળક, કુમાર કે તરુણ ભણે છે ત્યારે પોતાની અમુક જાતની તૈયારી કરે છે, પણ તે આગળ જતાં એ તૈયારીના ઉપયોગ કૌટુંબિક અને સામાજિક ક્ષેત્રે કરે છે ત્યારે જ તેનું ભણતર કેવુ છે એની ખાતરો તેને અને અન્યને થાય છે. તે જ રીતે આધ્યાત્મિકતાના સંસ્કારોની આબતમાં પણ વિચારવું ધડે. સામાજિક જીવનમાં ઉપયોગ કરાયા ન હોય તે ચાડેણે અંશે કેળવેલા ગુણો પશુ તે માણસને આત્મવિશ્વાસનું પૂર્ણ ખળ આપી નથી શકતા અને તેની વાણી તેટલે અંશે મક્કમ કે અસરકારક બનતી પણુ નથી. તેથી જે મેળવવું કે જે કેળવવું તેના ઉપયોગ વ્યાપક રીતે કરવામાં જ તેની કૃતાતા છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ગીતાધર્મનું પરિશીલન [ ૬૩૫, કર્મ કરવું પણ ફળમાં આસક્તિ ન રાખવી, એ વિષય જ ગીતાને મુખ્ય પ્રતિપાદ્ય છે. આ વિષય ઉપસ્થિત કેવી રીતે થયો એ ખાસ વિચારણીય છે. પ્રવૃત્તિમાર્ગ જેમ બહુ જુને છે તેમ તે સર્વજન-સાધારણ છે અને જીવન માટે અનિવાર્ય પણ છે. હરકોઈ પ્રવૃત્તિ કરે છે તે કાંઈને કાંઈ ફળેચ્છાથી જ કરે છે. સામાન્ય અનુભવ જ એ છે કે જ્યારે પિતાની ઇચ્છામાં બાધા આવતી દેખાય ત્યારે તે બાધાકારી સામે ઊકળી જાય છે, અધીરે બને છે અને અધીરાઈમાંથી વિધિ અને વેરનું બીજ રોપાય છે. અધીરે માણસ. જ્યારે અકળામણ અને મૂંઝવણનો ભાર સહી નથી શકતો ત્યારે તે શાંતિ માટે ઝંખે છે અને છેવટે એને સ્થૂળ દૃષ્ટિએ એમ જ લાગે છે કે આ પ્રવૃત્તિની ધુંસરી, કામના બંધન અને ચાલુ જીવનની જવાબદારીથી છૂટું તે. જ શાંતિ મળે. આ માનસિક વૃત્તિમાંથી નિવૃત્તિમાર્ગ જ. દેખીતી રીતે તે નિવૃત્તિમાર્ગમાં પ્રવૃત્તિનો બેજો ઓછો થવાથી શાંતિ એક રીતે જણાઈ, પણ જીવનનો ઊંડો વિચાર કર્યા વિના છૂળ નિવૃત્તિમાર્ગ તરફ વળનારને. મેટો સંધ ઊભે થતાં અને તે સંધ દ્વારા નિવૃત્તિજન્ય વિશેષતાને લાભે સમાજમાં પ્રતિષ્ઠિત થતાં પ્રવૃત્તિમાં પડેલા લેકના મનમાં નિવૃત્તિ પ્રત્યે આદર પિકા અને નિવૃત્તિગામી સંઘથી દેશ વ્યાપી ગયો, ઊભરાઈ ગયે. ધીમે ધીમે એ નિવૃત્તિગામી સંઘે નભાવવા માટે પણ પ્રવૃત્તિશીલ લેકે ઉપર એક જાતને જે વળે. સામાન્ય માણસ નિવૃત્તિને નકામી ગણું શકે નહિ અને પ્રવૃત્તિમાં રસ લઈ શકે નહિ એવી સંદિગ્ધ સ્થિતિ આખા દેશમાં ભી થઈ. આમાંથી સામસામે બે છાવણુઓ પણ ગોઠવાઈ. પ્રવૃત્તિમાર્ગી નિવૃત્તિમાર્ગને અને નિવૃત્તિમાર્ગ પ્રવૃત્તિમાર્ગને વગોવે એવું કલુષિત વાતાવરણ ઊભું થયું અને કુટુંબના, સમાજના, રાજકરણના તેમ જ નીતિ અને અર્થને લગતા બધા જ પ્રશ્નોને એ વાતાવરણે કર્યું. આ સંધર્ષ એટલે સુધી ઓ કે કુટુંબી કુટુંબમાં જીવવા છતાં, સમાજમાં રહેવા છતાં, રાજ્યની છાયામાં રહેવા છતાં તેને સાથે પિતાને લગવાડ નથી એમ માનતે થયો અને અમુટુંબી હોય તેઓ પણ કુટુંબના વૈભવથી જરાય ઊતરતા રહેવામાં નાનમ માનતા થયા. આવી વસ્તુસ્થિતિમાંથી જ આખરે અનાસક્ત કમંગને. વિચાર જન્મે અને તે ચર્ચા, સ્પષ્ટ થતે એટલી હદ સુધી વિકસ્યું કે ગીતાના પ્રણેતામાં તે પૂર્ણપણે, સોળે કળાએ અવતર્યો. આ વિચારે પ્રવૃતિ અને નિવૃત્તિમાર્ગને સંઘર્ષ ટાળે. પ્રવૃત્તિનું ઝેર અને નિવૃત્તિનું આલસ્ય. બને આનાથી ટળે છે, એ જ એની વિશિષ્ટતા છે Page #22 -------------------------------------------------------------------------- ________________ 136 ] દર્શન અને ચિંતન પ્રગતિ અને પ્રવૃત્તિ કરનાર મૂળ ધ્યેયથી દૂર દૂર ચાલ્યો જાય છે એવો ભાવ ભારતના લેહીમાં જડાયેલે છે એ વાત સાચી છે. એ જ ભાવમાંથી નિવૃત્તિમાર્ગનો ઉદય થયું છે, એ માર્ગ વિકસ્ય પણ છે. પરંતુ એ નિવૃત્તિ પિતાને બેજે બીજા ઉપર નાખવા પૂરતી સિદ્ધ થઈ છે. હવે નિવૃત્તિને અર્થ એથી ઊલટ થી જોઈએ. બીજાને બોજ ઊંચકી બીજાને આરામ આપવા, રાહત આપવી; અને એમ ન થાય ત્યાં પિતાને બોજ તે બીજાના પર નાખવો જ નહિ, એ નિતિ હેવી જોઈએ. એનાથી જ અનાસક્ત કર્મચાગનો પાયો નાખી શકાય. નંદીસૂત્ર નામના જૈન આગમમાં ચાર પ્રકારની બુદ્ધિઓનું વર્ણન છે. કામ કરવાના અનુભવથી ઘડાતી બુદ્ધિ કર્મ જા; અનુભવથદ્ધની પરિચર્યા સેવાથી નીપજનારી બુદ્ધિ વૈયિકી; ઉંમરના પરિપાકને લીલે પરિપક્વ થનાર બુદ્ધિ પરિણામિક અને અવનવી સમસ્યાઓ ઉપસ્થિત થતા વેંત તેને તત્કાલ ઉકેલ કરવા માટે પ્રકટ થતી સૂઝ તે ઔત્પત્તિકી કહેવાય છે. ગાંધીજીમાં આ ચાર બુદ્ધિઓને વિરલ યુગ હતે એ તો સૌ જાણે છે, પણ તેમને વારસો તેમના જ કેટલાક ગણધર શિષ્યોને મળ્યો છે. મારી દૃષ્ટિએ તેમાં કાકાનું અચૂક સ્થાન છે. આ વસ્તુની પ્રતીતિ તેમનાં અન્ય લખાણની પેઠે “ગીતાધર્મ' વાંચતાં જ વાચકને થઈ જાય છે. એમ તે શ્રદ્ધેય ધર્મગ્રંથ લેખે અનેક શ્રદ્ધાળુઓ ગીતાને શબ્દપાઠ કરે જ છે અને કેટલાક વિશેષ જિજ્ઞાસુઓ અને સમજદાર તેના અર્થોનું અનેક રીતે ચિંતન-મનન પણ કરે છે, પણ મને લાગે છે કે ગુજરાતી સમજનારા વાચકે પ્રસ્તુત ગીતાધર્મનું ડું થોડું પણ નિયમિત વાચન-ચિંતન કરે તે ગીતા સમયના અધ્યયનનું ફળ તેમને મળવાનું જ અને વધારામાં ગીતાને સમજવાની અનેક ચાવીઓ પણ લાધવાની. આ નાનકડું પુસ્તક શ્રદ્ધાળુ અને સમાચક બંનેને એકસરખું ઉપયોગી થાય એવું હેવાથી તે પાથધર્મગ્રંથનું સ્થાન લેવાની યોગ્યતા ધરાવે છે. ગમે તેટલા વ્યાખ્યાનકારોએ ગીતાને આશ્રય લઈ પિતાનાં વિવેચનને પૂર્ણ બનાવવા પ્રયત્ન કર્યો હોય, છતાં ગીતા એ ચિંતન-ભાવનાપ્રેરક પૂર્ણગ્રંથ લાગે છે કે બધી પૂર્ણ વ્યાખ્યાઓ છતાં તેની પૂર્ણતા કાયમ જ રહે છે. ‘qfશ qમારા પૂરાવાથતે એ ઔપનિષદ-વચન ગીતાની બાબતમાં પણ યથાર્થ છે. સંસ્કૃતિ, એપ્રિલ 156.