________________
૬૧૮]
દર્શન અને ચિંતન ગીતા ઉપર દ્રાવિડ ભાષામાં કંઈક અવશ્ય લખેલ હેવું જોઈએ. જે આ સંભવ ખોટ હોય તે લેકભાષામાં પ્રથમ લખવાનું માન જ્ઞાનેશ્વરને ફાળે જ જાય છે. અત્યાર લગીની મારી તપાસમાં જે માલુમ પડ્યું છે તે ઉપરથી એટલું કહી શકાય કે ગીતા પર બંગાળી કે હિંદી ભાષામાં કેઈએ આધુનિક યુગ પહેલાં લખ્યું નથી. ગુજરાતી ભાષામાં ગીતાના જે બા-અવયાર્થ પૂરતી વ્યાખ્યા મળે છે તે વિક્રમની ૧૭મી સદી પહેલાંના નથી. યુરોપીય વિદ્વાનોના હાથમાં ગીતા આવી ત્યારથી તેણે વિશ્વના સમગ્ર તત્વજ્ઞવર્ગનું ધ્યાન ખેંચ્યું છે. તિલક અને અરવિંદ ગીતા પર હાથ અજમાવ્યું ત્યારથી તે તે ભારતીય ધર્મગ્રંથનું એક બહુમૂલ્ય રત્ન બની ગઈ છે. એમ તે આધુનિક યુગમાં દયારામ પછી મણિલાલ નભુભાઈ વગેરેએ ગીતા પર ગુજરાતીમાં લખ્યું છે, પણ છેવટે જ્યારે એની તરફ ગાંધીજીની દષ્ટિ વળી અને પિતે યથાવત જેવેલ જીવનની પદ્ધતિ અને સાર્વજનિક પ્રયોગ કરી અજમાવેલ પિતાની વિચાર સરણી ગીતાની વ્યાખ્યારૂપે તેમણે ઉપસ્થિત કરી ત્યારથી તો ગુજરાતી ભાષામાં અનેક રીતે ગીતા પર વિવેચન થવા લાગ્યાં છે અને અન્ય ભાષામાંથી ગુજરાતી ભાષામાં સંક્રમણે પણ થયાં છે.
કાકાએ મૂળમાં તે “ગીતાધર્મનું સમાજશાસ્ત્ર મરાઠી ભાષામાં લખેલું. તેનું જ ગુજરાતીમાં આ રૂપાંતર છે. એમ તે કાકાએ ગુજરાતીમાં પણ ગીતાનું વિવેચન કરેલું છે, પણ તે વિવેચન અને પ્રસ્તુત સમાજશાસ્ત્ર એ બંનેને પ્રકાર જુદે જુદે છે. પિલું વિવેચન સમગ્ર ગીતાને આરે છે, જ્યારે પ્રસ્તુત સમાજશાસ્ત્ર સેળમા અધ્યાયમાં પ્રતિષાદિત દેવી સંપત્ પૂરતા ભાગને જ આવરે છે.
એક કાળે પ્રજામાં પારલૌકિક સ્વર્ગની ભાવના પ્રબળ હતી. એને સિદ્ધ કરવાને પુરુષાર્થ મોટા પાયા પર અને વિવિધ રીતે પ્રજાવ્યાપી થયો હતું. તેની સામે બીજી મોક્ષની ભાવના સબળપણે ઉપસ્થિત થઈ. તેને લીધે સ્વર્ગ ગમે તેવું સુખમય છતાં અંતે વિનશ્વર છે એમ ઠરતું ગયું. મોક્ષ એ અવિનશ્વર–શાશ્વત સુખ છે એ ભાવના જેમ જેમ બળ પકડતી ગઈ તેમ તેમ સ્વર્ગની ભાવનાને લીધે જે શાસ્ત્રનિષ્ઠા, કાર્ય-કર્મવિભાગ અને સહકારવૃતિ આદિ સગુણે પ્રજામાં ખીલ્યા હતા તે સદ્ગણે અંતર્મુખ દષ્ટિથી વિશેષ વિચારના અને વિકાસના વિષયે તે બન્યા જ, પણ વધારામાં બીજા પણ કેટલાક નવા યમ, વેગ આદિ સદ્ગણને વિકાસની તક મળી. આ બધું ચાલતું હતું ત્યારે જ એક ન વિચાર ઉદયમાં આવી રહ્યો હતો. તેનું વલણ એ હતું કે મેક્ષ ભલે શાશ્વત સુખની અવસ્થા હોય, છતાં તે પારલૌકિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org